કાલે લગન છે
કાલે લગન છે , તમને થશે આજે દિવાળી છે અને કાલે પડતર દીવસ તો અત્યારે ક્યાં થી લગન આવ્યા પણ વાત છે ગુજરાતી ફિલ્મ કાલે લગન છે ની જે આવનાર ૭મી નવેમ્બર ના રોજ રિલીઝ થઇ રહી છે જેનું પ્રીમિયર ગઈ કાલે અમદાવાદ માં હતું અને ફિલ્મ જોયા પછી અમુક વાતો લોકો સુધી શેર કરવી જ પડે જેથી ૭મી એ લોકો ને જોવા કેમ જવી એ ખ્યાલ રહે . HG પિક્ચર્સે બનાવેલ ફિલ્મ કાલે લગન છે એક ભરપૂર એન્ટરટેઇન અને પારિવારિક ફિલ્મ છે , કદાચ ગુજરાતી માં આ પ્રકાર ની ફિલ્મ ભાગ્યે જ હોય કે જેમાં કલા ના નવેનવ રસ નું મિશ્રણ હોય અને એક સરળ સ્ટોરી પણ હોય . આમતો HG પિક્ચર્સ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ની શરૂઆત થી જ દર્શકો ને જીતતું આવ્યું છે અને એમાં પણ પેઢી દર પેઢી આ વારસો ચાલતો આવ્યો છે પહેલા ગોવિંદ દાદા , પછી હરેશ સર અને હવે રૃચિત પટેલ . ત્રીજી પેઢી ના પણ એજ સાદગી અને પારિવારિક ફિલ્મો નો વારસો અવિરત જાળવેલ છે . પરીક્ષિત ટમાલીયા અને પૂજા જોશી મારા બે મિત્રો જેની ...