Posts

Showing posts from October, 2020

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧૦ - ૦૪ ઓક્ટોબર ૨૦૨૦

Image
  હેલો મિત્રો કેમ છો બધા ? આજે ઓક્ટોબર નો પહેલો રવિવાર છે   અને   પ્રથમ રવિવારે આપણે વાત કરીયે છીએ મારી કહાની મારી ડિજિટલી ઝુબાની. પરંતુ એ પહેલા છેલ્લા   ઘણા સમય ની જેમ ફરી એક વિનંતી કે આજે દુનિયા માં કોરોના જેવી વૈશ્વીક મહામારી સામે આપણે સૌ લડી રહ્યા છીએ ત્યારે તમે તમારા ઘર માં જ રહેજો અને સ્વસ્થ રહેજો તમારું અને તમારા પરિવાર નું ધ્યાન રાખજો. હવે દુનિયાભર માં આની વેક્સિન શોધાઈ રહી છે અને અન્ય પરીક્ષણ પણ શરુ થઇ ગયા છે બસ થોડો સમય રાહ જોઈ લો , પૂરતી સાવચેતી રાખો અને હજી પણ કામ વગર બહાર ના નીકળો થોડાક જ સમય માં સોનાનો સુરજ ઉગશે .   ગયા મહિને આપણે જોયું કે મારી લાઈફ ની એક નવી સફર શરુ થઇ રહી હતી , પ્રથમ થિયરી એક્ઝામ   પણ પૂર્ણ થઇ ગઈ હતી અને હું ઘરે આવી ને બીજા દિવસ ની એક્ઝામ ની તૈયારી માં લાગી ગયો હતો. ગયા વખતે મેં કહેલ કે ઘણા મેજીક થવાના હતા આ સમય માં બસ આ વાત નો મને ત્યારે ખ્યાલ નહોતો ઘણું બધું ટેંશન હતું લગભગ મહાભારત ના અર્જુન ની જેમ જ હતો ફરક એટલો જ હતો કે મારા માટે કુરુશેત્ર એટલે એક્ઝામ નું મેદાન અને સામે મારા પરિવાર ના નહોતા પણ એ બધા સબ્જેક્ટ જેની સામે લડી ને જીતવાનું હતું અને