મને લઇ જા
લાંબા સમયથી રાહ જોવાઈ રહેલ ફિલ્મ મને લઇ જા ગઇકાલે રિલીઝ થઈ અને પ્રિમિયર માં આ ફિલ્મ જોઈ ફિલ્મ ને લઇને ઘણી ઉત્સુકતા હતી , ઘણા સવાલો હતા કેમકે ફિલ્મ ને રિલીઝ પહેલા જ ઇન્ડિયા અને ઇન્ડિયા ની બહાર ફિલ્મ ફેસ્ટિવલ થકી લોકોના દિલ જીતી લીધા હતા અને એવોર્ડ પણ તો આ ફિલ્મ કેવી હશે ? નિરંજન શર્મા ફિલ્મ ના લેખક , દિગ્દર્શક અને એડિટર છે . જેમને છેલ્લા ૪ - ૫ વર્ષ થી ઓળખું જ છું પણ પર્સનલી કાલે મળ્યા , ફિલ્મ જેટલા જ જોરદાર વ્યક્તિ . લેખક તરીકે ફિલ્મને લખવી અને એ લખ્યા પછી એનું સ્કિન પર એટલું જ સચોટ રજૂઆત કરવી એ ખૂબ અધરું છે અને એમાં પણ જ્યારે વાર્તા લખ્યા પછી જો સમયસર ફિલ્મ ન બને તો સ્ટોરી માં પણ ચેન્જ એટલાં જ આવશ્યક છે અને અહીં ૨૦૦૮ થી આ સ્ટોરી ચાલુ હતી અને ફાઇનલી ૨૦૨૨ માં રિલીઝ થઈ તો આ ૧૩ વર્ષ ની મહેનત આ ફિલ્મ માં દેખાય છે . નાની નાની વાતો પર પણ એમણે એટલું જ ધ્યાન આપ્યું છે અને દરેક જગ્યાએ એમની મહેનત દેખાય છે પ્રતિશ વોરા એક