મને લઇ જા

 


 

લાંબા સમયથી રાહ જોવાઈ રહેલ ફિલ્મ મને લઇ જા ગઇકાલે રિલીઝ થઈ અને પ્રિમિયર માં ફિલ્મ જોઈ ફિલ્મ ને લઇને ઘણી ઉત્સુકતા હતી , ઘણા સવાલો હતા કેમકે ફિલ્મ ને રિલીઝ પહેલા ઇન્ડિયા અને ઇન્ડિયા ની બહાર ફિલ્મ ફેસ્ટિવલ થકી લોકોના દિલ જીતી લીધા હતા અને એવોર્ડ પણ તો ફિલ્મ કેવી હશે?

 

નિરંજન શર્મા ફિલ્મ ના લેખક , દિગ્દર્શક અને એડિટર છે. જેમને છેલ્લા - વર્ષ થી ઓળખું  છું પણ પર્સનલી કાલે મળ્યા , ફિલ્મ જેટલા જોરદાર વ્યક્તિ. લેખક તરીકે ફિલ્મને લખવી અને લખ્યા પછી એનું સ્કિન પર એટલું સચોટ રજૂઆત કરવી ખૂબ અધરું છે અને એમાં પણ જ્યારે વાર્તા લખ્યા પછી જો સમયસર ફિલ્મ બને તો સ્ટોરી માં પણ ચેન્જ એટલાં આવશ્યક છે અને અહીં ૨૦૦૮ થી સ્ટોરી ચાલુ હતી અને ફાઇનલી ૨૦૨૨ માં રિલીઝ થઈ તો ૧૩ વર્ષ ની મહેનત ફિલ્મ માં દેખાય છે. નાની નાની વાતો પર પણ એમણે એટલું ધ્યાન આપ્યું છે અને દરેક જગ્યાએ એમની મહેનત દેખાય છે

 

પ્રતિશ વોરા એક જાણીતા કલાકાર , ગુજરાતી ફિલ્મો અને ટેલિવિઝન પછી હિન્દી માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા , ક્રાઇમ પેટ્રોલ , અપના ટાઈમ આયેગા જેવી ઘણી સિરિયલમાં કામ કરેલ છે. ફિલ્મ માં પરિમલ ના રોલ માં ખૂબ સફળ રીતે નિભાવેલ છે .‌ઇમોશન , અગ્રેસિવ એક લાચારી બધું એક કેરેક્ટર માંઅઘરું છે પણ એને  બહુ બાખૂબી થી કર્યું છે. પ્રતિશ ભાઇ એક સારા કલાકાર ની સાથે ખૂબ સારા વ્યક્તિ પણ છે પછી એમની સાથે ડિનર લેવા સુધી ની સફર ખૂબ યાદગાર રહી.

 

મમતા સોલંકી ને વર્ષ પછી મળવાનું થયું પણ આજેય એમનો સુરી નો મંજરી માડી નો રોલ નજર સામે આવી જાય છે ફિલ્મ માંપૂનમ ના રોલ માં એક અલગ વ્યક્તિત્વ  લાગે છે. એક મા પોતાના બાળક માટે આખી દુનિયા થી લડી લે છે અને વાતને એક અલગ રીતે રજૂઆત કરી છે અગાઉ સૂરી માં પણ એમણે માં નો રોલ કરેલો પણ રોલ કંઈક હટકે છે.

 

શ્રધ્ધા પઢિયાર એક નાનકડી છોકરી જે આનંદી નો રોલ કરેલો છે એના માટે હેટસ ઓફ છે કોઈ પ્રથમ ફિલ્મ માં આટલો ગજબ અભિનય કઇ રીતે કરી શકે? હજી પણ સવાલ મગજમાં ફરી રહ્યો છે. એના ઇમોશન્સ, એના લિપ્સિગ બધું પરફેક્ટ અને પણ આટલા બધા સિનિયર કલાકારોની સામેફિલ્મ પત્યા પછી તરત એને મળી ને કીધું કે તારી ફર્સ્ટ ફિલ્મ નથી લાગતી અને એની માસૂમ સ્માઇલ. ખરેખર દિલ  જીતી લીધું છોકરીએ. લવ યુ બચ્ચા.

 

સિવાય સહકલાકાર માં ઘણા બધા જાણીતા મિત્રો નો દિગ્ગજ અભિનય કે જે હસાવશે, રડાવશે અને ખૂબ મસ્તી કરાવશે તો કોઈ પાંચેક સેકન્ડ ના નાના રોલમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. સોનિયા શાહ નેગેટિવ રોલ માં ફરી એક વખત લોકોને હચમચાવી દેશે. ભક્તિ કુબાવત આપણી વિટામિન શી અંજલિ ના રોલમાં ખૂબ સુંદર દેખાવ અને એક્ટિંગ માં બંને રીતે એકદમ પાવર પેક પરફોર્મન્સ. બિમલ ત્રિવેદી એક નવા અંદાજમાં. નિશીથ બ્રહભટ અને દિશા ત્રિવેદી ની કેમેસ્ટ્રી અને વફાદારી લોકોને તાળીઓ મારવા મજબૂર કરે . નીલ શર્મા એની પ્રથમ ફિલ્મ હતી પણ રાજી પહેલા રિલીઝ થઈ ગઈ ફરી એકવાર દોસ્તી નિભાવે છે બચ્ચન. સિવાય રાજેશ ઠક્કર , ભૂમિકા પટેલ, ભાવિની જાની , જીગ્નેશ મોદી , હરેશ ડાઘિયા , મુકેશ જાની , પ્રતિમા ટી. , મમતા ભાવસાર , વિવેકા પટેલ, આરઝુ લિમ્બાચિયા અને સ્વ. હસમુખ ભાવસાર તથા બીજા ઘણા મિત્રો છે જે દિલ જીતી લેશે.

 

ફિલ્મ નો મહત્વનો ભાગ સિનેમેટ્રોગા્ફી અને લોકેશન્સ જે અદભૂતમ્યુઝિક પંકજ ભટ્ટ નું અને સિંગર માં જીગરા , એશ્વર્યા મજુમદાર, પામેલા જૈન અને પાર્થિવ ગોહિલ નુંલિરિકસ બહુ મહત્વના હોય છે અને ફિલ્મ ના લિરિકસ પણ એટલા સુંદર અને હૃદયસ્પર્શી છે કે ગીતો સાંભળતા યાદ રહી જાય છે. સંજય પટેલ ની પ્રોડ્યુસર તરીકે ફિલ્મ ને બહુસિરિયસ લીધી છે સાથે પોતે પણ એક્ટિંગ કરે છે રુચિર પટેલ પણસાથે એક્ટિંગ માં છે.

 

લાસ્ટ માં ફિલ્મ માટે કહું તો લોકો બેટી બચાવો અભિયાન શરૂ કરે છે પણ પોતાના સંતાન માં દીકરી નથી ઈચ્છતા તો આવા લોકો માટે એક બોધપાઠ છે અને ફિલ્મ નહિ પણ એક સુંદર મેસેજ છે મારી વ્યક્તિગત અપિલ છે કે દરેક લોકો ફિલ્મ જોવો અને જો દરેક ફિલ્મ જોશે તો આવનારા સમયમાં એક પણ અનાથ આશ્રમ નહીં રહે. પ્રિમીયર ના સરસ આયોજન માટે JS ડ્રીમ પ્રોડક્શન અને કુલદીપ દવે ને પણ દિલથી આભાર. લાસ્ટ માં આખી ટીમ ને શુભેચ્છાઓ અને અભિનંદન સાથે જો કોઈ ના વિશે લખવાનું રહી ગયું હોય તો માફી એન્ડ લવ યુ ઓલ.

 

Comments