શુભયાત્રા
શુભયાત્રા , હેપ્પી જર્ની , બોન વોયેજ , વાયા કોન ડિઓઝ આ બધા નો અર્થ એક જ છે શુભયાત્રા. પણ કેમ આટલા બધા અલગ અલગ શબ્દો આજે એક સાથે અને લાસ્ટ માં ફરી આપણો ગુજરાતી શબ્દ જ? માણસ આખી દુનિયા ફરે પણ મજા તો ઘરે પાછો આવે ત્યારે જ આવે બસ એમ જ તમે અલગ ભાષા ની ફિલ્મો જોવો પણ અસલી મજા તો આપણી પોતાની ફિલ્મ માં જ છે. શુભયાત્રા ૨૮ મી એપ્રિલે રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ કે જે ઓરીજીનલ ૨૦૧૬ ની સાઉથ ફિલ્મ Aandavan Kattalai ની ગુજરાતી રીમેક છે આ પેહલા પણ આ ઓરિજિનલ ફિલ્મ ની રીમેક હિન્દી માં આવી પપ્પુ પાસપોર્ટ અને હવે ગુજરાતી માં સેમ સ્ટોરી પણ અલગ ભાષામાં રિપ્રેઝન્ટ કરી તો સવાલ થાય કે કઈ જોવી? ચોક્કસ ગુજરાતી જ જોવાય પણ કેમ? મનીષ સૈની દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ શુભયાત્રા ગઈ કાલે રિલીઝ થઇ અને મનીષ ભાઈ નું દિગ્દર્શન માટે અને ખાસ કરીને અમુક સીન માટે ચાલુ ફિલ્મે ઉભા થઇ ને સીટીઓ મારવી પડે કેમકે જેટલું સુંદર એમનું દિગ્દર્શન છે એટલા જ ડાઉન ટૂ અર્થ આ વ્યક્તિ . નેશનલ એવોર્ડ વિજેતા હોવા છતાં પણ એમની સિમ્પ્લિસિટી ખરેખર વખાણવા લાયક છે કોઈ નાનો એવોર્ડ જીતે તો પણ લોકો હવા માં ઉડે છે અને આ નેશનલ અવૉર્ડ પછી પણ એક સરળ વ્યક્તિત્વ