શુભયાત્રા


 શુભયાત્રા , હેપ્પી જર્ની , બોન વોયેજ , વાયા કોન ડિઓઝ આ બધા નો અર્થ એક જ છે શુભયાત્રા. પણ કેમ આટલા બધા અલગ અલગ શબ્દો આજે એક સાથે અને લાસ્ટ માં ફરી આપણો ગુજરાતી શબ્દ જ? માણસ આખી દુનિયા ફરે પણ મજા તો ઘરે પાછો આવે ત્યારે જ આવે બસ એમ જ તમે અલગ ભાષા ની ફિલ્મો જોવો પણ અસલી મજા તો આપણી પોતાની ફિલ્મ માં જ છે.  શુભયાત્રા ૨૮ મી એપ્રિલે રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ કે જે ઓરીજીનલ ૨૦૧૬ ની સાઉથ ફિલ્મ Aandavan Kattalai  ની ગુજરાતી રીમેક છે આ પેહલા પણ આ ઓરિજિનલ ફિલ્મ ની રીમેક હિન્દી માં આવી પપ્પુ પાસપોર્ટ અને હવે ગુજરાતી માં સેમ સ્ટોરી પણ અલગ ભાષામાં રિપ્રેઝન્ટ કરી તો સવાલ થાય કે કઈ જોવી? ચોક્કસ ગુજરાતી જ જોવાય પણ કેમ? 


મનીષ સૈની દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ શુભયાત્રા ગઈ કાલે રિલીઝ થઇ અને મનીષ ભાઈ નું દિગ્દર્શન માટે અને ખાસ કરીને અમુક સીન માટે ચાલુ ફિલ્મે ઉભા થઇ ને સીટીઓ મારવી પડે કેમકે જેટલું સુંદર એમનું દિગ્દર્શન છે એટલા જ ડાઉન ટૂ અર્થ આ વ્યક્તિ . નેશનલ એવોર્ડ વિજેતા હોવા છતાં પણ એમની સિમ્પ્લિસિટી ખરેખર વખાણવા લાયક છે કોઈ નાનો એવોર્ડ જીતે તો પણ લોકો હવા માં ઉડે છે અને આ નેશનલ અવૉર્ડ પછી પણ એક સરળ વ્યક્તિત્વ. ૪-૫ વર્ષ પહેલા ઢ ફિલ્મ આવેલ ત્યાં થી એમની જોડે વધુ પરિચય થયો અને શુભયાત્રા દરમ્યાન વધુ ક્લોઝ થયા પણ એમનું દિગ્દર્શન ખરેખર લાજવાબ , નાના માં નાના સીન ને પણ એ રીતે કવર કરેલ છે કે આ ફિલ્મ વધુ વખત જોવાની ઈચ્છા થાય . કુડોસ ટુ મનીષ સૈની 


મલ્હાર ઠાકર આમના વિશે કઈ બોલવાનું જ ના હોય કેમકે ગુજરાતી ફિલ્મો નો એક્કો. પણ એમની લાસ્ટ ઘણી ફિલ્મો કરતા આમાં જોવાની મજા આઈ ભાઈ દિલ જીતી લીધું . આ અલગ કેરેક્ટર હોવા છતાં ગમ્યું . મોનલ ગજ્જર સાઉથ ની અભિનેત્રી કે જેણે ગુજરાતી માં પણ ઘણું કામ કર્યું અને મલ્હાર સાથે થઇ જશે થી શરુ કરેલ સફર શુભયાત્રા સુધી આઈ ગઈ. મોનલ ગજ્જર ને ઘણા અલગ કેરેક્ટર માં જોયા છે અને ફર્સ્ટ ટાઈમ ન્યુઝ એન્કર/રિપોર્ટર તરીકે જોયા ખરેખર મજા આવશે ઓડિયન્સ ને આ બંને પાત્રો અને ખાસ કરીને બેબી બુચ મારી ગઈ સોન્ગ યાદ રહેશે


હેમીન ત્રિવેદી રંગભૂમિ અને ફિલ્મો નું જાણીતું નામ . ઓળખાણ હોવા છતાં ફર્સ્ટ ટાઈમ મળેલ અને જયારે હજી તો ઈન્ટ્રો થાય ત્યાં જ એમને કઈ દીધું જાણું છું તમે સરસ કામ કરો છો ઇન્ડસ્ટ્રી માટે . હેમીન ભાઈ દિલ થી તમને ફર્સ્ટ ટાઈમ કેવી રીતે જઈશ માં જોયેલ એ પછી તમારા ઘણા અલગ રોલ  ને જોયા પણ હાર્દિક ના રોલ માં ખરેખર મજા કરાઈ સ્પેશ્યલી અમુક સીન વિઝા લેતા જતા છીંક , ઇંગલિશ ત્યાં જઈને શીખી લઈશું અને લાસ્ટ માં ઈમોશનલ સીન થોડો વધુ ચાલત તો ઓડિયન્સ પણ રોવત. રિયાલિટી ને બહુ નજીક થી બતાવી


દર્શન જરીવાલા બેય યાર પછી કદાચ મળવાનું નહોતું થતું પણ શુભયાત્રા સમયે ફરી મુલાકાત થઇ. નામ એવું જ કામ છે જ્યાં પણ એમના દર્શન થાય ત્યાં ધમાકો જ હોય . દર્શન સર ને ફિલ્મો માં ગંભીર રોલ પણ એ પોતાની આગવી છટા થી કરી લે છે અને રિયલ લાઈફ માં એટલા જ નિખાલસ છે. કોમેડી હોય ,ગંભીર સીન હોય , ઈમોશનલ કે પછી ડિસિપ્લિન આ દરેક ગુણો એમના વ્યક્તિત્વ માં પણ નજરે આવે છે. ગ્લેડ ટૂ મીટ યુ સર


અર્ચન ત્રિવેદી કલાગુરુ એમાં નેગેટિવ રોલ માં પણ તોય અમુક સીન માં કોમેડી કરી જાય , સુનિલ વિશ્રાણી આ હોય પછી કોમેડી ને લેવા ના જવું પડે. હિતુ કનોડિયા બહુ જ શોર્ટ અને ગંભીર વ્યક્તિત્વ અને એકદમ પ્રામાણિક ઓફિસર નો રોલ બહુ જ જોરદાર રીતે નિભાવ્યો છે. ચેતન દૈયા , પ્રિયલ ભટ્ટ , હરેશ ડાંગીયા .મોરલી પટેલ , ભાવિની જાની , નિલેશ પરમાર , નિલેશ ધોળકિયા , મહેશ વૈદ્ય ,મગન લુહાર ,  જય ભટ્ટ દરેક લોકો ના શોર્ટ રોલ હોવા છતાં એમને સ્ક્રીન પર પોતાની છાપ છોડી છે આ સિવાય પણ ઘણા કલાકારો છે માફી બધા ના નામ લખ્યા નહીં પણ બધા એ ઘી બેસ્ટ પર્ફોમ કર્યું છે


ફિલ્મ ને પ્રોડ્યૂસ કરી છે નયનથરા અને વિગ્નેશ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આ જોડી ને ભાગ્યેજ કોઈ ના ઓળખે . આ સિવાય એમની જોડે મનીષ સૈની , અનિરુદ્ધ સિંહ , સંદીપ રાવલ આ બધા ની મહેનત ફિલ્મ ના શૂટિંગ થી લઈને રિલીઝ સુધી માં દેખાય છે . નાના માં નાના સીન ને રિયાલિટી બનાવ ની મહેનત કરી છે સૌથી મોટી વાત કે મનીષ ભાઈ એ એક સાથે દિગ્દર્શન , પ્રોડ્યૂસર અને એડિટિંગ પણ જાતે જ કરેલ છે. 


ફિલ્મ નો મહત્વનો ભાગ સોન્ગ્સ. આમાં મ્યુઝિક કેદાર ભાર્ગવ નું છે અને સિંગર માં ગીતાબેન રબારી , આદિત્ય ગઢવી , મોહન કાનન છે. સિનેમેટ્રોગ્રાફી સ્વાથી દીપક  ની છે ખાસ કરીને અમુક સીન અને ડ્રોન વ્યૂ ખુબ સુંદર લાગે છે. 


ફિલ્મ કેમ જોવી તો ફિલ્મ માં એક સુંદર મેસેજ છે અને લોકો વિદેશ જવા કેવા ઢોંગ કરે છે એ માટે ફિલ્મ જોવી જરૂરી છે કે તમારી એક ભૂલ તમારા પરિવાર અને બીજા ને કેટલી મુશ્કેલી આપે છે અને બીજી એ ખેડૂતો ની પરિસ્થિતિ પણ બહુ શોર્ટ માં સમજાવી છે કે સરકાર સામે આજનો ખેડૂત કઈ રીતે ઝઝૂમે છે અને કેટલો લાચાર છે.


લાસ્ટ માં એટલું જ કહીશ કે આપણી પોતાની ફિલ્મ છે જરૂર જોવા જાવ અને હા તમને ફિલ્મ જેવી પણ લાગે જણાવશો , અમારા સોશ્યિલ મીડિયા પેજ પર , બુકમાયશોવ અને IMDB  પણ પણ આપ જણાવો કે આ ફિલ્મ કેવી લાગી અને હા લાસ્ટ માં શુભયાત્રા સાચવીને જજો .


Comments