Posts

Showing posts from March, 2019

વિશ્વ ચકલી દિવસ

Image
૨૦મી માર્ચ આજ નો દિવસ એટલે વિશ્વ ચકલી દિવસ. જનરલી કોઈ પણ દિવસ ને વિશ્વ દિવસ તરીકે જાહેર કરે કે પછી કોઈ પણ દિવસ ને વિશ્વ દિવસ તરીકે ઉજવીયે આપણે તો એની પાછળ નું કારણ તો આપણે જાણવું જોઈએ .શું કોઈ જાણે છે કે કેમ આજે જ વિશ્વ ચકલી દિવસ જાહેર કર્યો . પક્ષીઓ માં તો ઘણા પક્ષી છે તો પછી ચકલી ને જ કેમ વિશ્વ દિવસ તરીકે ઉજવીયે ? મોર તો આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો આપણે એનો પણ કોઈ દિવસ નથી ઉજવતા અને ચકલી ને જ કેમ ? આજ થી ૨૫-૩૦ વર્ષ કે એની પહેલા ના સમય માં સમજો કે આપણા બાપ -દાદા ના સમય માં ગામ હોય કે શહેર સવાર હોય કે સાંજ ચકલી નો ચી ચી અવાજ આવતો જ હોય. ચાલો ૨૫-૩૦ વર્ષ બહુ વધારે થઇ ગયા આપણે આપણા બાળપણ માં જ જઇયે ૧૦ વર્ષ પાછળ. બાળપણ નો સમય હોય એટલે સ્કૂલે જવાનું અને બાકી ના સમયે રમવાનું ૨ જ વસ્તુ યાદ હોય પરંતુ ઉનાળો હોય , ગરમી ની ઋતુ હોય અને એમાં પણ સ્કૂલ માં વેકેશન હોય એટલે આખો દિવસ ઘેર જ હોય. સવાર -સાંજ રમવાનું અને બપોરે જમી ને સુઈ જવાનું કે પછી ઘર માં કેરમ રમતા હોય કે વેપાર રમતા હોય ત્યારે પણ પક્ષી નો અવાજ આવતો હોય અને એમાં પણ ચકલી નું ચી ચી ચાલુ જ હોય. એક સમય એવું લાગે કે જો આ ચી ચી અવા

સાચો બળવાન કોણ?

Image
છેલ્લા ૩ વીક થી અમુક કારણોસર હું નિયમિત રીતે લખી ના શકવા થી મારા મિત્રો અને વાચકો નો ફોને અને વૉટ્સઅપ પણ આયા પરંતુ આ બધા માટે દિલ થી હું આપ સૌ મિત્રો અને મારા વાચકો ની માફી માંગુ છું. છેલ્લા ૩ વીક થી   એક રિસર્ચ અને સમય ની માયાજાળ માં થોડો ફસાયો હતો અત્યારે આમાં થી બહાર આવી ને થોડો સ્વસ્થ થવાથી આપ સૌ ની સમક્ષ ફરી મારી વાત લઇ ની આવી રહ્યો છું. ક્યારેક એવું થાય છે કે સમય બળવાન છે તો ક્યારેક એવું થાય છે કે પૈસા જેની પાસે છે એ વધુ બળવાન છે. શું સાચું ? શું ખોટું ? કંઈ જ ખબર નથી પડતી કે સાચો બળવાન કોણ ? શાસ્ત્રો માં , વ્યાખાનો માં , બધે જ સમય ને બળવાન ગણ્યો છે ત્યાં સુધી કે મારા જ પોતાના નાટક સમયલીલા માં હું જ મારી ઓડિયન્સ ને કેહતો કે સમય બળવાન છે.પણ શું આ જ સત્ય છે કે ? રિયલ લાઈફ માં જોઈએ તો એવું જ લાગશે કે પૈસો જ બળવાન છે. બીજી બાજુ દિમાગ થી વિચારીયે તો એવું લાગે છે કે સમય અને પૈસો બને જ બળવાન છે. બને કયારેક એક સિક્કાની ૨ બાજુ હોય એમ લાગે છે. પણ તોય આ બને માં સાચું બળવાન કોણ ? સમય કે પૈસો ? શું એવું થઇ શકે કે આજ ના આ ગતિમય યુગ માં કોઈ નો સમય છે તો કોઈ નો પૈસો કે કોઈ