સાચો બળવાન કોણ?
છેલ્લા ૩ વીક થી અમુક કારણોસર હું
નિયમિત રીતે લખી ના શકવા થી મારા મિત્રો
અને વાચકો નો ફોને અને વૉટ્સઅપ પણ આયા
પરંતુ આ બધા માટે દિલ થી હું આપ સૌ
મિત્રો અને મારા વાચકો ની માફી માંગુ
છું. છેલ્લા ૩ વીક થી એક રિસર્ચ અને
સમય ની માયાજાળ માં થોડો ફસાયો હતો
અત્યારે આમાં થી બહાર આવી ને થોડો
સ્વસ્થ થવાથી આપ સૌ ની સમક્ષ ફરી મારી
વાત લઇ ની આવી રહ્યો છું. ક્યારેક
એવું થાય છે કે સમય બળવાન છે તો ક્યારેક
એવું થાય છે કે પૈસા જેની પાસે છે એ
વધુ બળવાન છે. શું સાચું?શું ખોટું? કંઈ જ ખબર નથી પડતી
કે સાચો બળવાન કોણ? શાસ્ત્રો માં, વ્યાખાનો માં ,
બધે જ સમય ને બળવાન ગણ્યો છે ત્યાં સુધી કે મારા જ પોતાના નાટક સમયલીલા માં હું જ મારી ઓડિયન્સ ને
કેહતો કે સમય બળવાન છે.પણ શું આ જ સત્ય છે કે ? રિયલ લાઈફ માં જોઈએ
તો એવું જ લાગશે કે પૈસો જ બળવાન છે. બીજી બાજુ દિમાગ થી વિચારીયે તો એવું લાગે છે
કે સમય અને પૈસો બને જ બળવાન છે. બને કયારેક એક સિક્કાની ૨ બાજુ હોય એમ
લાગે છે. પણ તોય આ બને માં સાચું બળવાન કોણ?
સમય કે પૈસો? શું એવું થઇ શકે કે
આજ ના આ ગતિમય યુગ માં કોઈ નો સમય છે તો કોઈ નો પૈસો કે કોઈ નસીબદાર
પાસે બંને સમય અને પૈસો છે પણ આમાં પણ સાચો બળવાન કોણ? કન્ફ્યુંસન એકદમ સરળ
છે પણ એનો જવાબ અઘરો છે કે પછી કોઈ જવાબ જ નથી. દરેક વ્યક્તિ ને પૂછશો તો
દરેક ના માટે સાચો બળવાન કોઈ અલગજ આવશે. પણ આ બધા જવાબો થી કેમ નક્કી
કરવું કે સાચો બળવાન કોણ?
આ લખતો હતો ત્યાં જ સંદીપ ભાઈ આવ્યા
અને મેં એને પૂછ્યું કે સાચો બળવાન કોણ ? એમનો જવાબ સારો
લાગ્યો સમય અને પૈસો બને પરિસ્થિતિ આધારિત છે.પણ હા સમય બળવાન છે. કોઈ પાસે પૈસો
છે પરંતુ હાલ એની પાસે જીવવાનો સમય જ નથી તો એ પૈસો એને કઈ કામ નો નથી એ જ રીતે
કોઈ પાસે બધું હતું પણ ખરાબ સમય અને સોબત માં બધું જ ગુમાવી દે તો ? એટલે જ સમય બળવાન છે. આ તો એમનો જવાબ હતો પણ બીજા બધા ના મન શું છે?
કોણ સાચું બળવાન? બીજા બધા ને પણ પૂછીશું અને હા તમારો પણ જવાબ જોઈ છે તમે પણ જણાવો કે
કોણ સાચું બળવાન? ધનિક કે સમય? કે પછી જેની પાસે બળ છે એ? હા હા આવ્યું ને
પાછું એક નવું કન્ફ્યુંસન . આ વાતો તો આમ જ ચાલતી રહેશે . તમે શોધો જવાબ હું પણ
શોધું છું. વધુ આવતા અંકે નવા જવાબ અને નવા કન્ફ્યુંસન સાથે બહુ જલ્દી મળીશું.
Comments
Post a Comment