Posts

Showing posts with the label Actor

કાલે લગન છે

Image
  કાલે લગન છે , તમને થશે આજે દિવાળી છે અને કાલે પડતર દીવસ તો અત્યારે ક્યાં થી લગન આવ્યા પણ વાત છે ગુજરાતી ફિલ્મ   કાલે લગન છે ની જે આવનાર ૭મી નવેમ્બર ના રોજ રિલીઝ થઇ રહી છે જેનું પ્રીમિયર ગઈ કાલે અમદાવાદ માં હતું અને ફિલ્મ જોયા પછી અમુક વાતો લોકો સુધી શેર કરવી જ પડે જેથી ૭મી એ લોકો ને જોવા કેમ જવી એ ખ્યાલ રહે .   HG પિક્ચર્સે બનાવેલ ફિલ્મ કાલે લગન છે એક ભરપૂર એન્ટરટેઇન અને પારિવારિક ફિલ્મ છે , કદાચ ગુજરાતી માં આ પ્રકાર ની ફિલ્મ ભાગ્યે જ હોય કે જેમાં કલા ના નવેનવ રસ નું મિશ્રણ હોય અને એક સરળ સ્ટોરી પણ હોય . આમતો HG પિક્ચર્સ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ની શરૂઆત થી જ દર્શકો ને જીતતું આવ્યું છે અને એમાં પણ પેઢી દર પેઢી આ વારસો ચાલતો આવ્યો છે પહેલા ગોવિંદ દાદા , પછી હરેશ સર અને હવે રૃચિત પટેલ . ત્રીજી પેઢી ના પણ એજ સાદગી અને પારિવારિક ફિલ્મો નો વારસો અવિરત જાળવેલ છે .   પરીક્ષિત ટમાલીયા અને પૂજા જોશી મારા બે મિત્રો જેની કેમેસ્ટ્રી અગાઉ હ

કર્મ વૉલેટ

Image
  કર્મ વૉલેટ આ શબ્દ ને સંધિ વિભાજન કરીએ તો થાય કર્મ અને વૉલેટ. કર્મ એટલે આપણા કાર્યો અને વૉલેટ એટલે એ ખજાનો સંગ્રહ કે પાકીટ જ્યાં આપણી મૂડી અને કિંમતી વસ્તુ રાખીએ પણ કર્મ વૉલેટ એટલે આપણા કર્મો નું વોલેટ જેમાં આપણા સારા ખરાબ કર્મો નો હિસાબ અને બેલેન્સ રહે.  તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ કર્મ વૉલેટ પણ કઈ આવી જ નવીન વાતો અને જીવન ના એ ખાસ સિદ્ધાંત ને સમજાવી રહી છે.  ફિલ્મ એક બીઝ્નેસ્સ મેન ની લાઈફ થી શરુ થઇ છે અને એના પર જ એન્ડ લાવે છે. આજના સમય માં દરેક જગ્યે પોલિટિક્સ અને કોર્પોરેટ જોવા મળે છે. અહીં બિંઝ્નેસ્સ ગેમ્સ અને પોલિટિક્સ ની એ ખરાબ વાતો ને બહુ સરળ રીતે સમજાવી છે. ક્યારેક આપણા જ લોકો આપણા વિરુદ્ધ ક્યારે થઇ જાય અને ક્યારે આપણે જ કરેલ કર્મો નું પરિણામ આપણે ભોગવવું પડે એ વાત અહીં જોવા મળે છે. ભગવદ ગીતા નો સંદેશ છે કે કર્મ જ મહાન છે અને આપણે કરેલ દરેક કર્મનો નો હિસાબ આપણે અહીં જ ભોગવવાનો છે જો આપણે સીધી રીતે ના માનીયે તો ભગવાન આપણને આડી રીતે મનાવે છે.  વિપુલ શર્મા જેટલા સરળ વ્યક્તિ છે એટલી જ સરળ એમની ફિલ્મો હોય છે અને એમની દરેક ફિલ્મો લાઈફ ને લઈને કોઈ ખાસ મેસેજ આપે છે અને કહાની માં ટ્વિ

ઇન્ટરવ્યૂ

Image
  ઇન્ટરવ્યૂ આ શબ્દ સાંભળતા એક જ ઝટકે ચેહરા ના હાવભાવ બદલાઈ જાય નહીં ? થોડું ટેંશન તો આઈ જ જાય કેમકે સ્કૂલ અને કોલેજીસ ની પરીક્ષાઓ પછી જીવન ની અગત્યની પરીક્ષાઓ નું નવું સ્વરૂપ એટલે ઇન્ટરવ્યૂ , પણ આજે વાત કરીયે ગઈ કાલે રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ ઇન્ટરવ્યૂ ની . જોબ કરતા લોકો બહુ જ સરળ રીતે સમજી શકે કે જોબ ઇન્ટરવ્યૂ કેટલો મહત્વનો હોય છે એમાં પણ જો તમે સાધારણ પરિવાર માં ઉછરીને મોટા થાવ તો એ સમયે તમારો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ તમારા માટે નહીં પણ આખા પરિવાર માટે કેટલી અગત્યની ક્ષણ ને લઈને આવે છે , ઘરમાં તો માનતા અને ઉપવાસ પણ ચાલુ થઇ જાય છે અને ભગવાન ને ફરી એકવાર સારથી બનાવામાં આવે છે આવી જ કંઈક યાદગાર ક્ષણો અને ખુબ જ પારિવારિક મનોરંજન સાથે ની ગુજરાતી ફિલ્મ એટલે ઇન્ટરવ્યૂ .   પરીક્ષિત ટમાલીયા એટલે કે આપનો નચિકેત ફિલ્મ નો હીરો અને દેસાઈ પરિવાર નો સુપુત્ર જેનો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ હોય છે અને આખી ફિલ્મ માં એના કોલેજ લાઈફ , બાળપણ ના મોમેન્ટ્સ ઇન્ટરવ્યૂ સુધ