ઇન્ટરવ્યૂ
ઇન્ટરવ્યૂ
આ શબ્દ સાંભળતા એક
જ ઝટકે ચેહરા ના
હાવભાવ બદલાઈ જાય નહીં? થોડું
ટેંશન તો આઈ જ
જાય કેમકે સ્કૂલ અને કોલેજીસ ની
પરીક્ષાઓ પછી જીવન ની
અગત્યની પરીક્ષાઓ નું નવું સ્વરૂપ
એટલે ઇન્ટરવ્યૂ, પણ આજે વાત
કરીયે ગઈ કાલે રિલીઝ
થયેલ ગુજરાતી ફિલ્મ ઇન્ટરવ્યૂ ની. જોબ કરતા
લોકો બહુ જ સરળ
રીતે સમજી શકે કે
જોબ ઇન્ટરવ્યૂ કેટલો મહત્વનો હોય છે એમાં
પણ જો તમે સાધારણ
પરિવાર માં ઉછરીને મોટા
થાવ તો એ સમયે
તમારો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ તમારા માટે નહીં પણ
આખા પરિવાર માટે કેટલી અગત્યની
ક્ષણ ને લઈને આવે
છે , ઘરમાં તો માનતા અને
ઉપવાસ પણ ચાલુ થઇ
જાય છે અને ભગવાન
ને ફરી એકવાર સારથી
બનાવામાં આવે છે આવી
જ કંઈક યાદગાર ક્ષણો
અને ખુબ જ પારિવારિક
મનોરંજન સાથે ની ગુજરાતી
ફિલ્મ એટલે ઇન્ટરવ્યૂ.
પરીક્ષિત
ટમાલીયા એટલે કે આપનો
નચિકેત ફિલ્મ નો હીરો અને
દેસાઈ પરિવાર નો સુપુત્ર જેનો
ફર્સ્ટ ઇન્ટરવ્યૂ હોય છે અને
આખી ફિલ્મ માં એના કોલેજ
લાઈફ , બાળપણ ના મોમેન્ટ્સ ઇન્ટરવ્યૂ
સુધી પહોંચતા કવર થઈ છે.
એક મિડલ ક્લાસ પરિવાર
ના છોકરા ના માથે જોબ
મેળવવી કેટલી અઘરી હોય છે
અને એમાં પણ જોબ
મળતા પહેલા જ કેટલી જવાબદારી
હોય છે એ બહુ
જ સુંદર રીતે ડાયલોગ ડિલિવરી
, ફેસિયલ એક્સપ્રેશન દ્વારા બતાવેલ છે સાથે એક
ખાટી મીઠી લવસ્ટોરી પણ
છે.
સોહની
ભટ્ટ આ નામ કદાચ
નવું છે પણ જેણે
ગયા અઠવાડિયે ઉડનછૂ કે પછી હાજી
કસમ તારી વીજળી જોયું
હશે એમને આ ચેહરો
યાદ હશે. આમતો પોતે
એક્ટિંગ સાથે ડાન્સ અને
સિંગિંગ પણ કરે છે
પણ ફિલ્મ માં નચિકેત ની
ગર્લફ્રેન્ડ નો રોલ કર્યો
છે. એક પરફેક્ટ કરેક્ટર
પ્લે કરેલ છે . ખાસ
કરીને લવસ્ટોરી માં આવતી નાનીમોટી
રોકટોક , ઝિદ આ બધું
અને લાસ્ટ માં પ્રેમિકા થી
પત્ની સુધી ની સફર
સુંદર રીતે ભજવી છે.
કમલ
જોશી આ નામ એ
રંગમંચ સાથે જોડાયેલ લોકો
માટે ખુબ જાણીતું છે
અને બીજું નામ છે દેવાંગી
ભટ આ બંને નામ
ભાગ્યે જ ગુજરાતી ઇન્ડસ્ટ્રી
સાથે જોડાયેલ ના જાણે. જે
લોકો ને નામ નહીં
ખ્યાલ હોય એ પણ
ચેહરા થી તો જાણે
જ . બંને પતિ પત્ની
છે અને વર્ષો થી
ખુબ સરસ નાટકો અને
પુસ્તકો આપેલ છે ગુજરાતી
સાહિત્ય માં. ફિલ્મ માં
પણ બંને નચિકેત ના
મમ્મી પપ્પા બનેલ છે. મારી
નજરે જોવા જાઉં તો
ફિલ્મ ના સાચા હીરો
આ લોકો છે કેમકે
એક માં -બાપ પોતાના
બાળકો ના ભવિષ્ય માટે
પોતે સહન કરીને , પોતાની
જરૂરિયાત ને ભૂલી ને
કઈ રીતે પોતાના બાળકો
ની ખુશીઓ જોવે છે અને
સદાય હસતા રહે છે
એ કદાચ આ બંને
કરતા બીજા કોઈ સારી
રીતે સ્ક્રીન પર રજુ ના
કરી શકત. હેટ્સ ઓફ
ટૂ લીજેન્ડ કપલ.
આ સિવાય અન્ય રોલ માં
ઘણા કલાકારો છે જે દરેક
પોતાના રોલ ને પૂરો
સહકાર આપે છે પણ
જાણીતા ચહેરા માં અન્નપૂર્ણા શુક્લ
ખુબ જાણીતું નામ જે દાદી
નો રોલ કરેલ છે
અને જેમ મૂડી કરતા
વ્યાજ વહાલું હોય તેમજ દાદા
દાદી ને પોતાના પૌત્રો
કેટલા વહાલા હોય છે એ
આમાં બતાવેલ છે. જીતેન્દ્ર ઠક્કર
, અર્ચન ત્રિવેદી , ચેતન દૈયા , વિપુલ
વિઠલાણી આ બધા સિનિયર
કલાકારો ના સીન્સ અને
એક્ટિંગ માં ફક્ત તાળીઓ
જ મારવાની હોય . ચિલ્ડ એક્ટર માં વિશાલ અને
આરવ ખુબ સુંદર અભિનય.
આ સિવાય ફિલ્મ બનવા પાછળ અગત્યના
લોકો રક્ષિત ફળદુ પ્રોડ્યૂસર અને
કિલ્લોલ પરમાર ખુબ સુંદર સ્ટોરી
અને અદભુત ડિરેક્શન. મ્યુઝિક અગત્યનો ભાગ છે એ
પણ આની અંદર એકદમ
લાઈટ પણ કર્ણપ્રિય. અને
ડાયલોગ પ્રેમ ગઢવી ક્યાં બાત
હૈ કોમેડી કરતા કરતા ડાયલોગ
લખ્યા એમાં અમુક માં
તો ચાલુ ફિલ્મે સીટીઓ
મારવી પડે.
પલ્સ
પોઇન્ટ : જાગ ને જાદવા
થી ફિલ્મ ની શરૂઆત, વન
લાઈનર્સ અદભુત, ડ્રીમ સિક્વન્સ
પર્સનલ
કમેન્ટ : પરીક્ષિત બ્રો યાર આપણે
પ્રીમિયર કે ઇવેન્ટ માં
જ મળવાનું થાય છે એમનેમ
પણ મળો , સોહની ફર્સ્ટ ટાઈમ મળ્યા ફેસ
ટૂ ફેસ પણ રિયલી
ઇન્ડસ્ટ્રી મારો એક પરિવાર
છે એન્ડ નાઉ યુ
વિલ બી ધ પાર્ટ
ઓફ માય ફેમિલી.ફરી
જયારે મળીશું ત્યારે એક સોન્ગ તો
ગાવું જ પડશે. કિલ્લોલ
ભાઈ અને પ્રેમ ભાઈ
એમાં જે મજા આઈ
જોતા હવે આગળ અજબ
રાત ની ગજબ વાત
માં ઈચ્છાઓ વધી રહી છે.વેઇટિંગ ફોર ઈટ. કમલ
સર હેટ્સ ઓફ યુ . ખુબ
લાંબા સમયે મળ્યા પણ
તોય તમારી મેમરી અને ખાસ તો
આજે પણ ફર્સ્ટ ટાઈમ
મળ્યા જેવી જ મજા
આઈ એન્ડ ઓલ્વેઝ યોર
પરફોર્મન્સ મેડ મી ક્રેઝી. અન્નપૂર્ણા
બા ગુજ્જુ ભાઈ પછી એક
પારિવારિક પ્રસંગ માં મળ્યા હતા
પછી કાલે પણ તમારી
એનર્જી ઓહ માય ગોડ
ઓલ્વેઝ સ્માઇલિંગ ફેસ. વિપુલ વિઠલાણી
ક્યાં બાત હૈ જયારે
પણ કોમેડી કરવાની આવે ત્યારે એનર્જી
કઈ વધુ જ આઈ
જાય છે તમને કે
પછી બોસ ના રોલ
ની એનર્જી છે બહુ જલ્દી
મળીએ સર .
લાસ્ટ
માં દરેક ગુજરાતી ને
એક નાની વિનંતી કે
આપણી માતૃભાષા ની ફિલ્મ છે
અને આપણી આસપાસ ની
જ ઘટના છે ફિલ્મ
ની શરૂઆત ની ૧૦ મિનિટ
માં તમને પોતે તમારી
લાઈફ ને ફિલ્મ થી
કનેક્ટ કરશો એ મારી
ગેરંટી છે તો પ્લીસ
આપ સૌ ફિલ્મ જોવો
, આપનો જે પણ રીવ્યુ
છે એ જણાવો જેથી
મેકર્સ ને પણ પોતાના
ફિલ્મ વિષે સારા ખરાબ
પાસા નો ખ્યાલ આવે.
Comments
Post a Comment