કર્મ વૉલેટ
કર્મ વૉલેટ આ શબ્દ ને સંધિ વિભાજન કરીએ તો થાય કર્મ અને વૉલેટ. કર્મ એટલે આપણા કાર્યો અને વૉલેટ એટલે એ ખજાનો સંગ્રહ કે પાકીટ જ્યાં આપણી મૂડી અને કિંમતી વસ્તુ રાખીએ પણ કર્મ વૉલેટ એટલે આપણા કર્મો નું વોલેટ જેમાં આપણા સારા ખરાબ કર્મો નો હિસાબ અને બેલેન્સ રહે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ કર્મ વૉલેટ પણ કઈ આવી જ નવીન વાતો અને જીવન ના એ ખાસ સિદ્ધાંત ને સમજાવી રહી છે. ફિલ્મ એક બીઝ્નેસ્સ મેન ની લાઈફ થી શરુ થઇ છે અને એના પર જ એન્ડ લાવે છે. આજના સમય માં દરેક જગ્યે પોલિટિક્સ અને કોર્પોરેટ જોવા મળે છે. અહીં બિંઝ્નેસ્સ ગેમ્સ અને પોલિટિક્સ ની એ ખરાબ વાતો ને બહુ સરળ રીતે સમજાવી છે. ક્યારેક આપણા જ લોકો આપણા વિરુદ્ધ ક્યારે થઇ જાય અને ક્યારે આપણે જ કરેલ કર્મો નું પરિણામ આપણે ભોગવવું પડે એ વાત અહીં જોવા મળે છે. ભગવદ ગીતા નો સંદેશ છે કે કર્મ જ મહાન છે અને આપણે કરેલ દરેક કર્મનો નો હિસાબ આપણે અહીં જ ભોગવવાનો છે જો આપણે સીધી રીતે ના માનીયે તો ભગવાન આપણને આડી રીતે મનાવે છે. વિપુલ શર્મા જેટલા સરળ વ્યક્તિ છે એટલી જ સરળ એમની ફિલ્મો હોય છે અને એમની દરેક ફિલ્મો લાઈફ ને લઈને કોઈ ખાસ મેસેજ આપે છે...