કર્મ વૉલેટ
કર્મ વૉલેટ આ શબ્દ ને સંધિ વિભાજન કરીએ તો થાય કર્મ અને વૉલેટ. કર્મ એટલે આપણા કાર્યો અને વૉલેટ એટલે એ ખજાનો સંગ્રહ કે પાકીટ જ્યાં આપણી મૂડી અને કિંમતી વસ્તુ રાખીએ પણ કર્મ વૉલેટ એટલે આપણા કર્મો નું વોલેટ જેમાં આપણા સારા ખરાબ કર્મો નો હિસાબ અને બેલેન્સ રહે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ કર્મ વૉલેટ પણ કઈ આવી જ નવીન વાતો અને જીવન ના એ ખાસ સિદ્ધાંત ને સમજાવી રહી છે.
ફિલ્મ એક બીઝ્નેસ્સ મેન ની લાઈફ થી શરુ થઇ છે અને એના પર જ એન્ડ લાવે છે. આજના સમય માં દરેક જગ્યે પોલિટિક્સ અને કોર્પોરેટ જોવા મળે છે. અહીં બિંઝ્નેસ્સ ગેમ્સ અને પોલિટિક્સ ની એ ખરાબ વાતો ને બહુ સરળ રીતે સમજાવી છે. ક્યારેક આપણા જ લોકો આપણા વિરુદ્ધ ક્યારે થઇ જાય અને ક્યારે આપણે જ કરેલ કર્મો નું પરિણામ આપણે ભોગવવું પડે એ વાત અહીં જોવા મળે છે. ભગવદ ગીતા નો સંદેશ છે કે કર્મ જ મહાન છે અને આપણે કરેલ દરેક કર્મનો નો હિસાબ આપણે અહીં જ ભોગવવાનો છે જો આપણે સીધી રીતે ના માનીયે તો ભગવાન આપણને આડી રીતે મનાવે છે.
વિપુલ શર્મા જેટલા સરળ વ્યક્તિ છે એટલી જ સરળ એમની ફિલ્મો હોય છે અને એમની દરેક ફિલ્મો લાઈફ ને લઈને કોઈ ખાસ મેસેજ આપે છે અને કહાની માં ટ્વિસ્ટ કઈ રીતે લાવવી એ એમની માસ્ટરી છે. એમની ફિલ્મો માં મૉટે ભાગે તુષાર સાધુ જ હોય છે અને આ જોડી દર વખતે કઈ નવું જ લાવવા સફળ પણ હોય છે.
તુષાર સાધુ ગુજરાતી ફિલ્મો નું જાણીતું નામ, જે છેલ્લા એક દાયકા માં લવર બોય , પોલીસ ઓફિસર , મિત્ર, કોલેજ બોય અને બિઝનેસ મેન એમ ઘણા રોલ કર્યા પણ દરેક વખતે પોતાનો ૧૦૦% આપવામાં હોય છે. આ ફિલ્મ માં એક બીઝ્નેસ્સમેં તરીકે ની જવાબદારી ખુબ બખૂબી થી નિભાવેલ છે . એક બિઝનેસમેન ની કોર્પોરેટ ગેમ્સ , ઈગો , લાઇફસ્ટાઇલ અને જયારે કઈ જ ન હોય ત્યારે કેવી લાઈફ હોય છે એ પણ બહુ જ સચોટ રીતે વ્યક્ત કર્યું છે.
શ્રેયા દવે એક ટિપિકલ કેરેક્ટર શાકભાજી વેચનાર પણ તોય ગામની અંદર ની ગુજરાતી ભાષા અને એમાં પણ તળપદા શબ્દો સાથે બહુ જ અલગ રીતે નિભાવેલ છે. રિયલ માં જોઈએ તો આ કેરેક્ટર માં એ સફળ થશે એ કઈ જ ના શકાય તો પણ સ્ક્રીન પર મેજીક કરેલ છે.
જય પંડ્યા રંગભૂમિ, ટેલિવિઝન અને સ્ક્રીન દરેક જગ્યે જાદુ કરે છે અને વર્ષો થી લોકો ને અભિનય કરનાર કલાકાર અને મિત્ર. આ ફિલ્મ ના પ્રોડ્યૂસર પણ પોતે જ છે. આ ફિલ્મ માં ડેટિયા નું પાત્ર એટલું જોરદાર નિભાવેલ છે કે સ્ટાર્ટિંગ થી એન્ડિંગ સુધી લોકો ને જકડી રાખે છે નાની વાતો માં એક સારો મેસેજ આપે છે તો વચ્ચે વચ્ચે કોમેડી પંચ એટલા જ જોરદાર. અભિનય ની સાથે પ્રોડ્યૂસર અને ફિલ્મ ની અન્ય બાબતો માં પણ એમની મહેનત દેખાય છે.
ફિલ્મ ના અન્ય સહકલાકારો માં જૈમિની ત્રિવેદી રોલ નાનો પણ તોય લોકો ને એમની પંચલાઈને તાળીઓ વગાવડાવી છે . આશિષ વાશી અને હિરવ ત્રિવેદી આ બંને આજના સમય ના એ પોલિટિકલ નેતા છે જેમણે પોતાના સ્વાર્થ માટે પ્રજા ને કઈ રીતે બદલી નાખે છે એ વાત અહીં બતાઈ છે. સુનિલ વાઘેલા, અતુલ પ્રજાપતિ , આકાશ વિધાની , બ્રિજેશ બૌદ્ધ , પ્રશાંત બારોટ આ બધા નાના પણ મહત્વના રોલ. ખાસ અતુલ પ્રજાપતિ ગુંડા ના રોલ માં વિચારતા થોડું અલગ લાગે પણ જાદુ કરી જાય છે. પ્રશાંત બારોટ જેટલું સિમ્પલ વ્યક્તિત્વ એટલો જ સિમ્પલ રોલ અને ભગવદગીતા ના ઉપદેશ ને બહુ આસાની થી વ્યક્ત કરેલ છે.
ફિલ્મ માં લિરિક્સ ભાવેશ ભટ્ટ અને ૨ સોન્ગ્સ છે એમાં એક કૈલાશ ખેર એ ગયેલ છે જે ફિલ્મ માં છે અને બીજું ટાઇટલ સોન્ગ પ્રોમોશન માટે છે જે સૂરજ જગન એ ગયેલ છે. એડિટિંગ કુમાર અમિત નું છે. પ્રીતમ શુક્લ નું મ્યુઝિક છે.
પર્સનલ પોઇન્ટ : તુષાર ભાઈ સાથે ઘણા સમય થી મળવાનું રહી જતું હતું પણ આખરે પ્રીમિયર માં મળ્યા અને ખાસ ભાઈ જૂની ઘણી યાદો તાજી થઇ અને હેટ્સ ઓફ બ્રો ઓલ્વેઝ એન્ટરટેઇન. જય ભાઈ આપણે સાત વર્ષે પર્સનલી મળ્યા સોશ્યિલ મીડિયા અને અન્ય રીતે આપણે હંમેશા કોન્ટેક્ટ માં હતા પણ પર્સનલી મળ્યા એ મજા જ અલગ છે. બહુ જલ્દી ચાય પાર્ટી પર મળીએ છીએ. શ્રેયા ૨૦૨૦ પછી આજે મળાયું પણ આ રોલ મને લાગતું જ નહોતું કે તમે કરી શકો પણ એન્ટ્રી ની ૩૦ સેકન્ડ માં જ મોજ પડાઈ દીધી. વિપુલ સર ઓલ્વેઝ લોકો ને વિચારતા કરો છો. આ રીતે જ એન્ટરટેઇન કરો. ફિલ્મ ની વન લાઈનર્સ અને પ્લોટ ખુબ સુંદર. આધુનિકતા અને પરંપરાગત ની બંને ક્ષણો નું એક સમયે પ્રોપર કોમ્બિનેશન. કર્મ નો સિદ્ધાંત ને વન લાઈનર્સ માં બેસાડવો અઘરું પણ પ્રોપર રીતે કરેલ છે
લાસ્ટ માં ગુજરાતી ઓડિયન્સ માટે કે આ બહુ જ સરળ ફિલ્મ છે આને કોમર્શિયલ કે આર્ટ ફિલ્મ નહીં પણ એક પારિવારિક ગુજરાતી ફિલ્મ કઈ શકાય. આવી ફિલ્મો ની ખરેખર જરૂર છે મારી અંગત રિકવેસ્ટ છે કે દરેક લોકો પરિવાર સાથે આ ફિલ્મ જોવો જયારે ફિલ્મ જોઈને તમે બહાર આવશો તો તમને એક અલગ જ મેસેજ મળશે. અને દિલ થી તમને મજા આવશે.
આપણે કરેલ કર્મો જ આપણી પૂંજી છે અને જો આપણે સીધી રીતે ના માનીએ તો ઉપરવાળો આપણને બીજી રીતે મનાવે છે
Comments
Post a Comment