કાલે લગન છે
કાલે લગન છે, તમને થશે આજે દિવાળી છે અને કાલે પડતર દીવસ તો અત્યારે ક્યાં થી લગન આવ્યા પણ વાત છે ગુજરાતી ફિલ્મ કાલે લગન છે ની જે આવનાર ૭મી નવેમ્બર ના રોજ રિલીઝ થઇ રહી છે જેનું પ્રીમિયર ગઈ કાલે અમદાવાદ માં હતું અને ફિલ્મ જોયા પછી અમુક વાતો લોકો સુધી શેર કરવી જ પડે જેથી ૭મી એ લોકો ને જોવા કેમ જવી એ ખ્યાલ રહે.
HG પિક્ચર્સે
બનાવેલ ફિલ્મ કાલે લગન છે
એક ભરપૂર એન્ટરટેઇન અને પારિવારિક ફિલ્મ
છે, કદાચ ગુજરાતી માં
આ પ્રકાર ની ફિલ્મ ભાગ્યે
જ હોય કે જેમાં
કલા ના નવેનવ રસ
નું મિશ્રણ હોય અને એક
સરળ સ્ટોરી પણ હોય. આમતો
HG પિક્ચર્સ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ની શરૂઆત થી
જ દર્શકો ને જીતતું આવ્યું
છે અને એમાં પણ
પેઢી દર પેઢી આ
વારસો ચાલતો આવ્યો છે પહેલા ગોવિંદ
દાદા , પછી હરેશ સર
અને હવે રૃચિત પટેલ.
ત્રીજી પેઢી ના પણ
એજ સાદગી અને પારિવારિક ફિલ્મો
નો વારસો અવિરત જાળવેલ છે.
પરીક્ષિત
ટમાલીયા અને પૂજા જોશી
મારા બે મિત્રો જેની
કેમેસ્ટ્રી અગાઉ હું અને
તું માં હતી અને
હવે અહીં ફરી જોવા
મળશે પણ આ સમયે
કોમેડી , ધમાલ અને બીજું
ઘણું જોવા મળશે. પરીક્ષિત
ઓલ્વેઝ કોઈ પણ કેરેક્ટર
માં પૂરો ન્યાય આપે
છે પણ મને પર્સનલી
લાગે છે આ ટાઈપ
ની લવસ્ટોરી કે મેરેજ ઓરિએન્ટર્ડ
ફિલ્મ માં જો આંખ
બંધ કરીને પણ કાસ્ટ કરવા
માં આવે તો ફિલ્મ
હિટ જ હોય. પૂજા
ને મલ્હાર સાથે તો ખુબ
જોઈ , ધ્વનિ ગૌતમ ની ફિલ્મ
માં પણ એનો લૂક
અલગ હતો અને આ
ફિલ્મ માં બધા થી
હટકે રોલ છે ક્યારેક
ખૂંખાર , ક્યારેક માસૂમ તો ક્યારેક આજની
મોડર્ન છોકરી જે પોતાના ભાવિ
પતિને અલગ અલગ રીતે
તપાસે.
બીજા
સહકલાર માં અનુરાગ પ્રપન્ન
જે અગાઉ પરીક્ષિત જોડે
વાર તહેવાર માં હતા અને
મેં પર્સનલી એમની જોડે કામ
કરેલ છે તો મને
ખ્યાલ છે કે એ
જેટલા મલ્ટીટેલેન્ટેડ છે એટલું જ
સરળ રીતે કોઈ પણ
રોલ નિભાવે છે. રંગમંચ હોય
, ટેલિવિઝન હોય કે સિલ્વર
સ્ક્રીન બધે એ હિટ
જ હોય ખાસ કરીને
આ ફિલ્મ માં એમના કોમેડી
પંચ અને બાપ બેટા
ની કોમિક ટાઈમિંગ સુપર્બ છે . દીપિકા રાવલ
જે કરસનદાસ થી લોકો માં
વધુ જાણીતા થયા અને એ
પછી કલર્સ ગુજરાતી માં ઘણી ધારાવાહિક
અને હાલ માં રાશિ
રિક્ષાવાળી માં પણ છે
તે આમ એક ચિંતાતુર
માં ના રોલ માં
છે એ પણ સિનિયર
કલાકાર છે આ સિવાય
ઘણા ખાસ સહકલાકાર જેમાં
જીગ્નેશ મોદી , મૌલિક પાઠક , મેહુલ વ્યાસ , પૂજા મિસ્ત્રી બધા
એ પોતાના રોલ ને પૂરતો
ન્યાય આપ્યો છે . ખાસ મીર
હનીફ ની એન્ટ્રી અને
એના માટે સ્પેશ્યલ બેકગ્રાઉન્ડ
મ્યુઝિક પણ છે એ
સીટી વગડાવે.
માસ્ટર
રાણા જે બાળપણ થી
ભજનો ગાતા એ આ
ફિલ્મ ના લિરિક્સ પણ
લખ્યા છે અને ફિલ્મ
માં એક્ઝિકયુટિવ પ્રોડ્યૂસર પણ છે આ
સિવાય લગન લોલીપોપ સોન્ગ
ઉમેશ બારોટ ના અવાજ માં
હિટ છે અને ફિલ્મ
માં એમનો કેમિયો પણ
છે જે ફિલ્મ ને
એક્સટ્રા પોઇન્ટ આપે છે
હુમાયુ
મકરાણી ડિરેક્ટર અને સ્ટોરી પણ
એમની જ છે. ગુજરાતી
માં રોડ ટ્રીપ પર
ફિલ્મ બનાવી એ થોડું અઘરું
છે અગાઉ ઘી ગુડ
રોડ ફિલ્મ હતી પણ એની
પાછળ પણ મહેનત વધુ
હોય છે એ પછી
બીજી અમુક ફિલ્મો આવી
જે કદાચ કોઈ ને
યાદ પણ નહીં હોય
અને હવે આ એક
રોડ ટ્રીપ ફિલ્મ જેમાં એક પ્રોપર સ્ટોરી
છે અને એમનું ડિરેક્શન
પણ એટલું જ સુપર્બ છે
રૃચિત
પટેલ ગોવિંદ દાદા ના પૌત્ર,
આમને પર્સનલી પ્રથમ વખત મળાયું પણ
એમની આ ફિલ્મ ની
મહેનત મેં જોયેલ છે
મોડી રાત સુધી પણ
એમનું કામ ચાલ્યું છે
અને ખાસ કરીને પ્રમોશન
અને પોસ્ટ પ્રોડક્શન ટાઈમે નાની નાની વાતો
ને પણ એમણે ખુબ
કાળજી રાખી છે. ખુબ
ખુબ શુભેચ્છાઓ આવી જ બીજી
ફિલ્મો આપતા રહો.
લાસ્ટ
માં ઓવરઓલ ફિલ્મ સાથે જોડાયેલ તમામ
ની મહેનત દેખાય છે , સિનેમેટ્રોગ્રાફી હોય
કે ફાઇટ , એડિટિંગ , મ્યુઝિક દરેક જગ્યે પૂરતી
મહેનત છે અને હવે
આ લગન ને સફળ
આપણે બનાવના છે તો મારી
દરેક લોકો ને એક
વિનંતી ૭મી આપણા આયુષ
ભાઈ ના મેરેજ માં
જરૂર આવજો . આપણા આગમન ની
રાહ જોવાશે અને એકલા ના
જતા દરેક ને લઈને
જજો.
Comments
Post a Comment