વિશ્વ ચકલી દિવસ



૨૦મી માર્ચ આજ નો દિવસ એટલે વિશ્વ ચકલી દિવસ. જનરલી કોઈ પણ દિવસ ને વિશ્વ દિવસ તરીકે જાહેર કરે કે પછી કોઈ પણ દિવસ ને વિશ્વ દિવસ તરીકે ઉજવીયે આપણે તો એની પાછળ નું કારણ તો આપણે જાણવું જોઈએ .શું કોઈ જાણે છે કે કેમ આજે જ વિશ્વ ચકલી દિવસ જાહેર કર્યો . પક્ષીઓ માં તો ઘણા પક્ષી છે તો પછી ચકલી ને જ કેમ વિશ્વ દિવસ તરીકે ઉજવીયે? મોર તો આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો આપણે એનો પણ કોઈ દિવસ નથી ઉજવતા અને ચકલી ને જ કેમ?

આજ થી ૨૫-૩૦ વર્ષ કે એની પહેલા ના સમય માં સમજો કે આપણા બાપ -દાદા ના સમય માં ગામ હોય કે શહેર સવાર હોય કે સાંજ ચકલી નો ચી ચી અવાજ આવતો જ હોય. ચાલો ૨૫-૩૦ વર્ષ બહુ વધારે થઇ ગયા આપણે આપણા બાળપણ માં જ જઇયે ૧૦ વર્ષ પાછળ. બાળપણ નો સમય હોય એટલે સ્કૂલે જવાનું અને બાકી ના સમયે રમવાનું ૨ જ વસ્તુ યાદ હોય પરંતુ ઉનાળો હોય , ગરમી ની ઋતુ હોય અને એમાં પણ સ્કૂલ માં વેકેશન હોય એટલે આખો દિવસ ઘેર જ હોય. સવાર -સાંજ રમવાનું અને બપોરે જમી ને સુઈ જવાનું કે પછી ઘર માં કેરમ રમતા હોય કે વેપાર રમતા હોય ત્યારે પણ પક્ષી નો અવાજ આવતો હોય અને એમાં પણ ચકલી નું ચી ચી ચાલુ જ હોય. એક સમય એવું લાગે કે જો આ ચી ચી અવાજ નહિ આવે તો નહિ ગમે. ચકલીઓ આ ચી ચી પણ બપોર ની ગરમી માં એક મ્યુઝિક જેવું લાગે . પણ આજે જોવો તો તમારી આસપાસ કોઈ ચકલી દેખાય છે કે નહિ. નોર્મલી સવાર માં કોયલ અને ચકલીઓ નો અવાજ સાંભળી ને જે લોકો ઉઠતા હતા એ જ આજે એલાર્મ ના અવાજ માં પણ નથી ઉઠી શકતા. એલાર્મ માં ગમે એવું મ્યુઝિક હોય પણ પક્ષી નો નેચરલ મ્યુઝિક કૈંક અલગ હોય છે. કેમ આજે પહેલા જેટલી ચકલી નથી દેખાતી કેમ આજે ચકલીઓ ની પ્રજાતિ લુપ્ત થઇ રહી છે. શું આ પ્રજાતિ લુપ્ત થવા પાછળ આપણે જવાબદાર છીએ? સીધી રીતે નહિ પણ આડકતરી રીતે હા એની પાછળ આપણે જ જવાબદાર છીએ.  આજ ના આ ફાસ્ટ યુગ માં આપણે પૈસા કમાવા અને સુખ સમૃદ્ધિ પાછળ આપણે ઘેલા થઇ ગયા છીએ.આ બધા ની પાછળ આપણે પર્યાવરણ અને પશુ - પક્ષી ને થતા નુકશાન ને ભૂલી ગયા છીએ ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષણ ને લીધે કેટકેટલી પ્રજાતિ ઓ લુપ્ત થઇ ગઈ છે અને પર્યાવરણ ને પણ નુકશાન થઇ રહ્યું છે. શું આને રોકવા નો કોઈ ઉપાય નથી?

વિશ્વ ચકલી દિવસ પાછળ નો ઉદેશ એ જ છે.વિશ્વ ચકલી દિવસ ના રોજ ઘરના સ્પેર્રો અને ત્યારબાદ અન્ય સામાન્ય પક્ષીઓ શહેરી વાતાવરણમાં મુક્ત રીતે રહી શકે એની માટે નો પ્રયાસ છે. ઇકો-સીઝ એક્શન ફાઉન્ડેશન (ફ્રાંસ) અને વિશ્વભરમાં અસંખ્ય અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને તે નેચર ફોરવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય પહેલ છે. સ્પેરો, ખાસ કરીને સામાન્ય ઘર સ્પેરો, પૃથ્વી પર સૌથી સર્વવ્યાપક પક્ષીઓમાંનો એક છે અને તે મનુષ્યના સૌથી જૂના સાથીઓમાંનો એક છે. તે, સમય જતાં, અમારી સાથે વિકાસ થયો છે. સદભાગ્યે, તેઓ હજુ પણ વિશ્વના ઘણા ભાગોમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.  ઘર સ્પેરોનું પતન સતત મંદીનું સૂચક છે જે આપણા આસપાસના વાતાવરણનો સામનો કરે છે. આપણે માઇક્રોવેવ પ્રદૂષણની વધતી જતી માત્રાના સ્વાસ્થ્યના જોખમોને જાણવાની જરૂર છે અને ઘટાડવું  છે, ઘરના સ્પેર્રો માં  ઘરની છિદ્ર પણ ઘણી સામાન્ય પક્ષી પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે અને એક અર્થમાં, તેમના રાજદૂત છે. તેથી, ઘર સ્પેરો અને તેના વસાહતનું સંરક્ષણ પણ સામાન્ય જૈવવિવિધતાને બચાવે છે, જે ઘરની ચકલીઓનું વસાહત શેર કરે છે.આ માટે વર્લ્ડ સ્પેરો ડે એક યુનિટ , એક સંસ્થા છે . જેમની ઓફિશિયલ વેબસાઈટ પર થી વધુ માહિતી આપણે મેળવી શકી અને આ સત્કાર્ય માં સહભાગી થઇ શકી છીએ.

આજ ના આ દિવસે સૌ સાથે મળી ને એક નિર્ણય લઈએ કે આપણે આપણા સુખ માટે કોઈ પર્યાવરણ કે પશુ-પક્ષી ને નુકશાન ના પહોંચે તેનું ધ્યાન રાખશું અને આ જીવો નું પૂરતું રક્ષણ કરીશું.

Comments