મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧૦ - ૦૪ ઓક્ટોબર ૨૦૨૦


 

હેલો મિત્રો કેમ છો બધા? આજે ઓક્ટોબર નો પહેલો રવિવાર છે  અને  પ્રથમ રવિવારે આપણે વાત કરીયે છીએ મારી કહાની મારી ડિજિટલી ઝુબાની. પરંતુ એ પહેલા છેલ્લા  ઘણા સમય ની જેમ ફરી એક વિનંતી કે આજે દુનિયા માં કોરોના જેવી વૈશ્વીક મહામારી સામે આપણે સૌ લડી રહ્યા છીએ ત્યારે તમે તમારા ઘર માં જ રહેજો અને સ્વસ્થ રહેજો તમારું અને તમારા પરિવાર નું ધ્યાન રાખજો. હવે દુનિયાભર માં આની વેક્સિન શોધાઈ રહી છે અને અન્ય પરીક્ષણ પણ શરુ થઇ ગયા છે બસ થોડો સમય રાહ જોઈ લો , પૂરતી સાવચેતી રાખો અને હજી પણ કામ વગર બહાર ના નીકળો થોડાક જ સમય માં સોનાનો સુરજ ઉગશે .

 

ગયા મહિને આપણે જોયું કે મારી લાઈફ ની એક નવી સફર શરુ થઇ રહી હતી , પ્રથમ થિયરી એક્ઝામ  પણ પૂર્ણ થઇ ગઈ હતી અને હું ઘરે આવી ને બીજા દિવસ ની એક્ઝામ ની તૈયારી માં લાગી ગયો હતો. ગયા વખતે મેં કહેલ કે ઘણા મેજીક થવાના હતા આ સમય માં બસ આ વાત નો મને ત્યારે ખ્યાલ નહોતો ઘણું બધું ટેંશન હતું લગભગ મહાભારત ના અર્જુન ની જેમ જ હતો ફરક એટલો જ હતો કે મારા માટે કુરુશેત્ર એટલે એક્ઝામ નું મેદાન અને સામે મારા પરિવાર ના નહોતા પણ એ બધા સબ્જેક્ટ જેની સામે લડી ને જીતવાનું હતું અને સાથે રથ ખેંચનાર કોઈ સારથી એટલે કે કૃષ્ણ પણ નહોતા કાશ એ વખતે કોઈ કૃષ્ણ હોત મને પણ ગીતા ઉપદેશ મળી જાત અને યુદ્ધ જીતવામાં સરળતા રહેતી બસ આવા જ વિચારો સાથે હું આગળ વધતો . બીજા દિવસ ની એક્ઝામ ની તૈયારી કરી અને પછી બીજા દિવસ ની એક્ઝામ ની રાહ જોતો જોતો ક્યાં ખોવાઈ ગયો એજ ના ખબર પડી આમને આમ જ રાત પડી ગઈ અને દિવસ ક્યાં પૂર્ણ થઇ ગયો એ પણ ના ખ્યાલ આયો

 

બીજો દિવસ નો સૂરજ ઉગ્યો અને એક ઉભલકા તો થોડા ટેંશન સાથે જેમ સ્મશાન થી મડદું ઉભું થાય એમ જ પથારી થી હું ઉભો થયો અને જોયું તો સંકેત વાંચતો હતો હું પણ ફટાફટ ફ્રેશ થઇ ને ચા પીતો પીતો વાંચવા બેસી ગયો પછી ૬ વાગે ફટાફટ હું અને સંકેત નહિ ને તૈયાર થઇ ગયા ફરી બીજી વખત ની ચા પી ને સાતેક વાગે સ્કૂલ જવા તૈયાર થઇ ગયા અને હજી બહાર નીકળતા જ કોઈક દેખાયું તો આ બાજુ થી બોબી પણ ઘેર આવતો દેખાયો અને પછી અમે ત્રણેય સ્કૂલ જવા નીકળ્યા હજી ટ્યૂશન પાસે પહોંચ્યા ત્યાં જ મેં બોબી ને કીધું કે ચાલ આઇયે અને એ પણ બીજા કારણ થી સર ના આશીર્વાદ લેવા અંદર આવ્યો પછી અમે ફરી અમારે રસ્તે ચાલતા થયા

 

એક બાજુ રસ્તો કપાતો હતો બીજી બાજુ પરીક્ષા નું ટેંશન અને મન માં શું પૂછશે એ વિચારો તો દિલ માં ઉત્સાહ , ટેંશન અને વિચારો ના વૃંદાવન નો ત્રિવેણી સંગમ શરુ થઇ ગયો હતો બસ આમજ વિચાર વિચાર માં સ્કૂલ આવી ગઈ અને થોડી વાર માં જ એક્ઝામ શરુ થવાની હતી અને પ્રાર્થના ચાલુ થઇ ગઈ. હાથ જોડી ને આંખો બંધ કરી ને ઉભો તો હતો પણ મન માં અને દિલ માં જે વિચારો ચાલતા હતા એ બંધ જ નહોતા થતા અને આમ જ એક્ઝામ શરુ થઇ ગઈ . પેપર જોઈ ને મન માં અને દિલ માં થોડો રાહતનો શ્વાસ મળ્યો હાશ આવડે છે એ જ બધું છે આજે પણ થઇ જશે અને પછી અર્જુન જેમ બાણ કાઢે અને મંત્ર બોલે તેમ આપણે પેન નું ઢાંકણું કાઢ્યું અને પછી આંખો બંધ કરી ને ભગવાન ને યાદ કરતા કરતા શ્રી ગણેશ કર્યા પણ પેપર લેન્ધી હતું ટાઈમ ખૂટે એવું લાગ્યું તોય પૂરતો પ્રયાસ કરી ને પેપર પૂરું કર્યું અને પછી બહાર આવી ને એક શાંતિ નો શ્વાસ લીધો હાશ બે એક્ઝામ તો પુરી અને પછી ફરી ઘરે જવા નીકળ્યા બસ હવે થોડી શાંતિ ની સાથે આજે તો ટ્યૂશન માં પણ જવાનું હતું એટલે ફટાફટ ઘરે આવી ને બીજા દિવસ ની તૈયારી ની સાથે સાથે સાંજે ટ્યૂશન માં જવાની તૈયારી માં પણ લાગી ગયા.

 

સાંજે ટ્યૂશન માં ગયા ત્યાં સુધી ૫૦ ટકા વાંચવાનું પણ પતાઈ દીધેલ અને પછી બાકી નું પણ બને એમ જલ્દી પૂરું કરવાની કોશિશ હતી . ટ્યૂશન માં જતા જ ફરી થી રસ્તા માં એ ફીલિંગ ફરી આવી અને એક મસ્તી નું મોજું આવી ગયું. હવે ટ્યૂશન માં જે બાકી નું હતું એ પણ પતિ ગયું હવે થોડા રિલેક્સ હતા બસ આવતીકાલ નો સૂરજ કેવો ઉગશે એ જ આશા માં ઊંઘી ગયો પણ આજે ઊંઘ કરતા વધારે શાંતિ તો પહેલા જ મળી ગઈ હતી બસ હવે તો આ રાત પુરી થાય એની જ રાહ જોવાતી હતી ક્યારે આ રાત પતશે અને ક્યારે કાલ ના સૂરજ ની સાથે ફરી જંગે ચડીશ એ જ આશા માં આજ નો દિવસ પૂરો થયો ઊંઘ આઈ ગઈ .

 

બીજા દિવસે ફરી ઘોડા સ્ટાઇલ માં સવારે ઉઠ્યો અને એજ નિત્યક્રમ સાથે હું દોડવા લાગ્યો ફરી એજ બધું રિપીટ અને એક્ઝામ હોલ માં પ્રશ્ન પેપર આવ્યું હાથ માં અસલી જાદુ હવે હતો જે વસ્તુ ગઈ કાલે દેખાતી હતી , જે વાંચેલ એ જ બધું આવ્યું હવે ખુશી પણ હતી તો જમણા હાથ માં ચડ પણ આવવા લાગેલ બસ આમ જ આ બધાની જોડે એક્ઝામ પુરી કરી ને બહાર આવ્યો આજે રોજ કરતા ખુશી વધારે હતી દિલ માં થયું અને ભગવાન ને પણ થેંક્યુ કીધું કે કાલે પણ આજ જેવું જ થાય પણ એના માટે આજ નો દિવસ ગઈ કાલ જેવો કે એના થી સારો જવો જોઈએ પણ જેમ પાંચ આંગળી એક સરખી નથી હોતી એમ જ બધા દિવસ એક સરખા નથી હોતા શું થશે આવતી કાલે? શું કાલે પણ જીત મારી જ થશે કે કિસ્મત પલટાશે ? આવા બધા જવાબો આવતા મહિને પણ ત્યાં સુધી પૂરતી સુરક્ષા રાખો અને  સ્વસ્થ રહો.આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar

Comments