મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૫૭ - ૦૫ ઓક્ટોબર ૨૦૨૪



 હેલો કેમ છો મિત્રો ,૨૦૨૪ ના અફલાતૂન ઓક્ટોબર ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? અત્યારે માં જગદંબા ની પવિત્ર નવરાત્રી અને આરાધના ના દિવસો અને એમાં પણ બીજી રીતે જોઈએ તો લવરાત્રિ ના દિવસો. આજ સમય છે જયારે પ્રેમ વધુ થાય અને બે લોકો નજીક આવે પણ આ પવિત્ર દિવસો માં માં જગદંબા આપ સૌને ખુબ સફળતા આપે અને આપની બધી મનોકામનાઓ પૂર્ણ કરે એવી અંતર ની શુભેચ્છાઓ સાથે આપ સૌને નવરાત્રી ના પાવન દિવસો ની ખુબ ખુબ શુભેચ્છાઓ 


લાસ્ટ ટાઈમ જોયેલ મધદરિયે હું એકલો ઉભેલ અને બીજી બાજુ કોઈ નહોતું . એક બાજુ ૩ માસિક પરીક્ષા નજીક આવી રહેલ તો બીજી બાજુ હું પોતે પોતાની જાત પરનો કન્ટ્રોલ ગુમાઈ ચૂકેલ તોય લાડવા ઉભેલ. આ બધા ની સાપેક્ષે ફરી જંગ જીતવા ઉભો થયેલ પણ આ જંગ મારી લાઈફ ને નવા વળાંક માં લઇ જવાનો હતો અને હું ખરાબ રાઉડી બનવાનો હતો.


ધીમે ધીમે પરીક્ષાઓ ના એ દિવસો નજીક આવી રહેલ બીજી બાજુ વાંચવા ના બદલે મારુ મન કઈ અલગ જ કરવા જઈ રહેલ સમજી નહોતો શકતો કે શું કરવું કે શું નહીં. તો અંતર ના કોઈ ખૂણે એક ડર હતો જે મને ઘણું કરવા થી રોકી રહેલ તોય હું આગળ વધી રહેલ અને કદાચ મારા કરતા પણ સમય વધુ આગળ વધી રહેલ આ ખબર નહીં પણ કેવી એક નવી શરૂઆત હતી જેમાં મને આનંદ કરતા વધુ ડર લાગી રહેલ તો બીજી બાજુ મારા જ સપનાઓ ને હું તોડી રહેલ.


હવે પરીક્ષાનો સમય આવી ગયેલ તો બીજી બાજુ રામદેવપીર ની નવરાત્રી પણ શરુ થઇ ચૂકેલ હવે મન માં ઉત્સાહ અને ઉમંગ હતો પણ પરીક્ષાએ બેન્ડ બજાઇ દીધેલ એમ લાગતું હતું. પ્રથમ દિવસે પરીક્ષા પત્યા પછી મન માં એક આનંદ જાગ્યો પણ બીજે દિવસે બૉમ્બ હતો. બૉમ્બ નામ એવો જ બૉમ્બ ફૂટવાનો હતો. અને પરીક્ષા ચાલુ થઇ આખરે ૧૦ મિનિટ હતું પણ મને લખવાનું બાકી હતું આખરે નિરીક્ષકે પેપર ખેંચ્યું તો મેં કીધું એ ૧૧ માં માં છું મને કહે બધા નું જોડે જ ખેંચવાનું છે ટાઈમ અલગ નહીં અને મેં એણે કિડની માંગી હોય એમ રિએક્ટ કર્યું 


હવે એક પછી એક પરીક્ષા પૂર્ણ થઇ રહેલ અને બીજી બાજુ નવરાત્રી પણ પુરી થવા આવેલ. સાતમ ના દિવસે પરીક્ષા પૂર્ણ થઇ અને શનિવારે નોમ નો દિવસ. આ દિવસે સ્કૂલ તો ગયેલ પણ મૂડ નહોતો અને અહીં થી શરુ થઇ મારી બેડમેન જર્ની . ફર્સ્ટ ટાઈમ મારેલ બંક. રીસેસ માં ટીચર્સ પકડવા દોડ્યા પણ આપણે ભાગ્ય અને ઘરે જતા રહ્યા ના રોકાયા . આ મારો નવી સ્કૂલ નો ફર્સ્ટ બંક હતો. આ એટલે વધુ યાદગાર છે કેમકે એ પછી મેં ઘણા બન્ક કર્યા પણ અહીં થી જે શરૂઆત થઇ એ કઈ અલગ જ હતી.


ધીરે ધીરે હું યુવાવસ્થા ના આ ખરાબ સોબતીય વાતાવરણ નો ભાગ બનવા જઈ રહેલ. બન્ક કરવા , ભણવું નહીં, રખડવું,પણ ખુદ પર એટલો સંયમ હતો કે ક્યારેક વ્યસન નહોતું કર્યું અને આજ સુધી એ નહીં કર્યું એ વાત નો ગર્વ પણ છે અને એની સાથે સાથે પોતાના પ્રત્યે માન પણ છે. હવે દિવસો જવાને વાર નહોતી ધીરે ધીરે દિવાળી પણ અવની હતી પણ એ પહેલા મોટા બૉમ્બ ફૂટશે એ નહોતી ખબર. લાઈફ ના હાઇવે પર એક મોટો સ્પીડ બ્રેકર અને એક નવો વળાંક અવાનો હતો પણ એની અજાણ હતો.


બંક મારીને ખુશ હતો પણ થોડી અંદર થી હાલત ખરાબ હતી ઘરે આઈને ભગવાન ને કીધું કે હે ભગવાન બચાવજે કઈ લોચા ના થાય અને નવરાત્રી ના બીજા દિવસે અમે કૃષ્ણ ના દર્શન માટે ડાકોર પણ ગયા. અહીં અમે હજી તો પહોંચ્યા જ ત્યાં જ અમને અર્પણ સર મળ્યા. ખુશી પણ થઇ કે ચાલો બીજી બાજુ એમને જોઈને પાસ્ટ યાદ આઈ ગયો. હવે અમે ડાયરેક્ટ અંદર દર્શન કરવા ગયા અને પછી ગોટા અને બીજો નાસ્તો કર્યો. સાથે સાથે હવે અમે બીજા કૃષ્ણ ના વાઘ અને અન્ય શોપિંગ પણ કરતા હતા પણ મગજ માં એક બાજુ પાસ્ટ ચાલુ થઇ ગયેલ તો બીજી બાજુ કાલે શું થશે એ ચાલી રહેલ. હવે હું દ્વારકાધીશ નું નામ લઈને આગળ નીકળેલ.


હવે આખરે એ દિવસ આઈ ગયો સોમવાર નો એ દિવસ . આજે હું અને બીજા મારી જોડે બન્ક મારનાર પણ ઘણા લોકો ટેન્સ હતા કે આખરે શું થશે. જેમ જેમ લેક્ચર પુરા થઇ રહેલ એમ થોડી હળવાશ આવતી અને બ્રેક સુધી માં ૮૦% હળવા થઇ ગયેલ પણ મોટા બૉમ્બ ફૂટવાના બાકી હતા. હું હવે આ ૪ લેક્ચર ક્યારે પતે અને ઘરે જાઉં એની રાહ જોતો હતો અને આખરે ટાઈમ પૂરો. હવે ઘરે જવાનો સમય આઈ ગયો. મન માં એક હાશકારો થયો તો બીજી બાજુ ભગવાન ને પણ થેંક્યુ કીધું. કે થૅન્ક ગોડ તમે બચાઈ લીધા. 


સમય આમ જ  પસાર થઇ રહેલ અને હવે મોટો વળાંક આવી રહેલ જેને મને થોડો અલગ ટ્રેક પર લઇ ગયો. એ શું હતો એ જોઈશું આવતા મહિને. .આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 


 

 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

 

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments