લવડોઝ અનલિમિટેડ - ભાગ ૫૭ - ૧૨ ઓક્ટોબર ૨૦૨૪
હેલો મિત્રો કેમ છો બધા? આજે ઓક્ટોબર ૨૦૨૪ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. આજે દશેરા નો દિવસ. આજનો દિવસ એટલે પ્રભુ શ્રી રામ ના પ્રેમ ની અને અધર્મ પર ધર્મ ના વિજય નો દિવસ. આશા છે કે આપ સૌની નવરાત્રી શુભ હશે અને માતાજી આપ સૌની બધી મનોકામનાઓ પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ સાથે આજની વાત શરુ કરીએ
વેદિકા ગરબા કવિન અને મોજીલી છોકરી. દર વખતે ગરબા માં જીતે જ અને આખી રાત કોઈ ગરબા રમવા કહે તો પણ રમી જાણે. થાક એના ચહેરા પર પણ ના દેખાય. તો બીજી બાજુ અંકિત એક પ્રોફેશનલ. બાળપણ માં ખુબ શોખ હતો પણ ધીમે ધીમે યુવાની માં આવતા જ આના શોખ અધૂરા રહી ગયા કદાચ જવાબદારીઓ દબાઈ ગયા પણ નિયતિ ના ચક્કર થી કોણ બચે.
નવરાત્રી માં અંકિત ગરબા જોવા જરૂર જાય અને એ જ સમયે એક કોમન ફ્રેન્ડ દ્વારા અંકિત અને વેદિકા ની મુલાકાત થઇ અને બંને એક બીજા ની નજીક આવવા લાગ્યા.વેદિકા ને જોઈને જ અંકિત મોહી ગયો પણ એની પાસે શબ્દો નહોતા. ખબર નહીં પણ કેમ અંકિત ને એ મનોમન જ ગમી ગઈ હતી કદાચ પ્રથમ નજર નો પ્રેમ. વેદિકા ખુબ શોખીન બધાને પરાણે ગરબા રમવા ખેંચી જાય .એ અંકિત ને પણ લઇ ગઈ. અંકિત ઘણા વર્ષો થી રમેલ નહીં પણ વેદિકા ની આંખો માં ડૂબતો જતો એ એની જોડે પણ રાસ રમવા લાગ્યો આ બાજુ વેદિકા પણ એને જોઈ રહેલ.
આમ કરતા કરતા નવરાત્રી પુરી થઇ પણ બને ની પ્રેમ ની સફર શરુ થઇ ગયેલ. નવરાત્રી પછી બંને ચેન નહોતું પડતું એક બીજા ના મેસેજ ની રાહ જોતા અને લાંબા સમય સુધી બંને મેસેજ કરતા. અને ધીમે ધીમે મળવાનું શરુ થયું અને આ નાની મુલાકાતો એને મિનિટો થી કલાકો પર લઇ ગઈ અને આખરે દિવાળી ના નવા વર્ષ માં બંને એક બીજા ને મંદિર માં પ્રેમ નો એકરાર કર્યો અને નવા વર્ષ ની શરૂઆત કરી. બંને ની લાઈફ નો ખુબ હેપી મોમેન્ટ હતી કે એક બીજા માટે જ બંને સર્જાયેલ છે અને એક બીજા ને અતૂટ પ્રેમ કરે છે અને ધીરે ધીરે બંને એ એકબીજા ના પરિવાર માં પણ વાત કરી અને લગ્નના બંધન માં બંધાયા.
કહેવાય છે ને માતાજી ની નવરાત્રી ના પવિત્ર દિવસો માં જો સાચા દિલ થી માંગો તો માતાજી આપી જ દે છે . આ બંને તો એકબીજા ના જન્મો જન્મ ના સાથી બની ગયા પણ બીજું કોઈ છે જે પણ સાત જન્મો માટે કોઈનો સાથ માંગે છે પણ એની વાતો કરીશું આવતા સમયે. ત્યાં સુધી આપ પણ એને માટે પ્રાર્થના કરજો કે એને પણ એનો પ્રેમ મળી જાય અને એ પણ આ જન્મે અને આવતા સાત જન્મો સુધી એકબીજા ના બની રહે.
આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment