હેલો જિંદગી
(ડિસક્લેમર: હું અને સંકેત આ ફિલ્મ નો ભાગ હતા પરંતુ આ રીવ્યુ સાથે એનો કોઈ જ સબંધ નથી. એક ઓડિયન્સ તરીકે જે ફીલ કર્યું એ જ લખ્યું છે.) હેલો જિંદગી , નામ સાંભળતા એવું લાગે કે જિંદગી ને હેલો કહી રહ્યા છીએ પણ દિલ થી કેહજો કેટલા લોકો એ આજ સુધી જિંદગી ને હેલો કહ્યું છે? લાસ્ટ એક મહિનાથી મને લોકો પૂછી રહેલ કે હેલો જિંદગી માં શું છે? શું આલિયા ભટ્ટ ના લવ યુ સોન્ગ ની જેમ એમાં પણ જિંદગી ની વાત છે? વળી વચ્ચે ટ્રેલર આવ્યું તો એને જોઈ ને લોકો ના ઘણા અલગ અલગ અભિપ્રાયો આવ્યા કે ફિલ્મ તો કઈ યેહ જવાની હૈ દીવાની કે પછી સાઉથ ની કોઈ ફિલ્મ ની રીમેક છે જ્યાં બે અલગ વ્યક્તિ એક ટુર પર જાય અને પ્રેમ થઇ જાય? મારુ પણ ટ્રેલર જોઈને એવું જ કઈ રિએક્શન હતું અને મેં ડિરેક્ટલી વિવેક પટેલ ને કોલ પણ કરેલ પણ એને કહ્યું હતું કે ફિલ્મ આખી અલગ જ છે અને ગઈકાલે સ્પેશ્યલ સ્ક્રીનીંગ માં ફિલ્મ જોયા પછી મારુ વિઝન પણ બદલાઈ ગયું કેમકે આ ફિલ્મ નહીં પણ આપણી પોતાની લાઈફ નું જ એક પ્રતિબિંબ છે જે આપણે આજસુધી ક્યારેય જોયું જ નહીં. લેટસ મુવ ઘી ફિલ્મ. વિવેકા પટેલ ફિલ્મ ની લીડ હિરોઈન અને પ્રોડ્યૂસર પણ. વિવેકા પટેલ સાથે અગાઉ મારી ૩ ફ...