હેલો જિંદગી



 (ડિસક્લેમર: હું અને સંકેત આ ફિલ્મ નો ભાગ હતા પરંતુ આ રીવ્યુ સાથે એનો કોઈ જ સબંધ નથી. એક ઓડિયન્સ તરીકે જે ફીલ કર્યું એ જ લખ્યું છે.)



હેલો જિંદગી , નામ સાંભળતા એવું લાગે કે જિંદગી ને હેલો કહી રહ્યા છીએ પણ દિલ થી કેહજો કેટલા લોકો એ આજ સુધી જિંદગી ને હેલો કહ્યું છે? લાસ્ટ એક મહિનાથી મને લોકો પૂછી રહેલ કે હેલો જિંદગી માં શું છે? શું આલિયા ભટ્ટ ના લવ યુ સોન્ગ ની જેમ એમાં પણ જિંદગી ની વાત છે? વળી વચ્ચે ટ્રેલર આવ્યું તો એને જોઈ ને લોકો ના ઘણા અલગ અલગ અભિપ્રાયો આવ્યા કે ફિલ્મ તો કઈ યેહ જવાની હૈ દીવાની કે પછી સાઉથ ની કોઈ ફિલ્મ ની રીમેક છે જ્યાં બે અલગ વ્યક્તિ એક ટુર પર જાય અને પ્રેમ થઇ જાય? મારુ પણ ટ્રેલર જોઈને એવું જ કઈ રિએક્શન હતું અને મેં ડિરેક્ટલી વિવેક પટેલ ને કોલ પણ કરેલ પણ એને કહ્યું હતું કે ફિલ્મ આખી અલગ જ છે અને ગઈકાલે સ્પેશ્યલ સ્ક્રીનીંગ માં ફિલ્મ જોયા પછી મારુ વિઝન પણ બદલાઈ ગયું કેમકે આ ફિલ્મ નહીં પણ આપણી પોતાની લાઈફ નું જ એક પ્રતિબિંબ છે જે આપણે આજસુધી ક્યારેય જોયું  જ નહીં. લેટસ મુવ ઘી ફિલ્મ.


વિવેકા પટેલ ફિલ્મ ની લીડ હિરોઈન અને પ્રોડ્યૂસર પણ. વિવેકા પટેલ સાથે અગાઉ મારી ૩ ફિલ્મો આવી હતી અને એમને હું કદાચ ૨૦૧૯ થી ઓળખું છું પણ આ ફિલ્મ દરમિયાન એમના વિષે વધુ જાણવા મળ્યું એમની લાઈફ ને ધ્યાન થી જોઉં તો હું સમજી શકું કેમકે આઈ.ટી  ઇન્ડસ્ટ્રી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંને માં એ પણ વર્કિંગ છે ફિલ્મ માં એમનો રોલ આજ ના યંગસ્ટર્સ જેવો જ છે કે જે સવારે ઉઠતા જ સોશ્યિલ મીડિયા થી પોતાની શરૂઆત કરે છે આખો દિવસ બસ મોબાઈલ માં રચ્યા પચ્યા રહે છે અને એમની લાઈફ માં બહાર ની દુનિયા કરતા સ્માર્ટફોન ની દુનિયા અને ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ માં જ એમની દુનિયા પતિ જાય છે અને આના લીધે ઘણા લોકો ડિપ્રેશન નો કેવો ભોગ બને છે સમાજ માં એનું પણ ઉદાહરણ છે પણ ડોન્ટ વરી આપણી દિશા એટલે કે વિવેકા પટેલ ને ફિલ્મ માં એવો કોઈ તકલીફ માં સામનો નથી કરવો પડતો. આજે કોઈ પણ એક કામ કરવું હોય તો આપણે મૂંઝાઈ છીએ અને એની વચ્ચે વિવેકા પટેલ પ્રોડ્યૂસર અને એક્ટર તરીકે બે-બે જવાબદારી નિભાવે છે ઇટ્સ રિયલી હેટ્સ ઑફ. નાની વાતો ને પણ એટલું ફોકસ કર્યું છે અને પ્રોડ્યૂસર તરીકે ની જવાબદારી ને બહુ જ પ્રોપર રીતે નિભાવી છે . પોસ્ટ પ્રોડકશન ના એક એક કામ માં પણ એમનું ધ્યાન હતું અને નાની નાની વાતો ને પણ પ્રોપર ફોકસ કર્યું છે ગ્રેટ જોબ . કીપ ઈટ અપ.


રાજન રાઠોડ લીડ એક્ટર અને દિગ્દર્શક . સાહિલ ગુજરાતી ફિલ્મ  થકી આમનો પરિચય થયો અને એમાં પણ લીડ સ્ટારકાસ્ટ માં રાજન રાઠોડ અને વિવેકા પટેલ જ હતા એમાં પણ પ્રેમ ચોપરા સાથે આમનું પરફોર્મન્સ દમદાર હતું અને આમાં પણ એક વેલ સેટ અને શ્રીમંત પરિવાર નો છોકરો પોતાની લાઈફ જીવે છે , જિંદગી ને માણે છે અને લાઈફ ની દરેક મોમેન્ટ્સ ને કેપ્ચર કરે છે પણ લોકો ને કે સોશ્યિલ મીડિયા માં બતાવવા નહીં પણ પોતાની મેમરી  માટે અને એ તમામ પળો ને યાદગાર બનાવા. એક દિગ્દર્શક તરીકે પોતાની જવાબદારી ખુબ સરસ રીતે નિભાવી છે એટલું જ જોરદાર લીડ રોલ માં પરફોર્મન્સ પણ આપ્યું છે અને એડિટિંગ માટે એક વાર માંઝી નો ડાયલોગ તો બને જ છે જોરદાર , જબરદસ્ત , શાનદાર. ... 


જીતેન્દ્ર ઠક્કર આ નામ પણ ખુબ જાણીતું છે નામ સાંભળતા જ  કલસેતુ , નવરી બજાર કે પછી અમુક લોકો ને છેલ્લા દિવસ નો એ ડાયલોગ યાદ આઈ જાય કેટલા બાપ રાખ્યા છે? કે જમી લીધું? યસ એ જ જીતેન્દ્ર ઠક્કર એમાં દિશા ના પિતા એટલે કે સુરજ ભાઈ બન્યા છે . એક બાપ પોતાની દીકરી ને બધી જ ખુશી આપે અને પોતાના સંતાન માટે એ બધું જ કરે જેમાં એનું ભલું થાય આમાં પણ સૂરજ ભાઈ પોતાની દીકરી ને સોશ્યિલ મીડિયા ના એંડીકશન થી બહાર કાઢી ને રિયલ વર્લ્ડ ની અને પ્રકૃતિ નો અનુભવ કરાવવા માટે એક ટુર પર મોકલે છે.  


આ ઉપરાંત ફિલ્મ માં રહેલા અન્ય સહકલાકારો પણ પોતાની ભૂમિકા બેખૂબી થી નિભાવી છે . ઈલેશ શાહ અને વર્ષાડાભી કાકા-કાકી ના રોલ માં ખુબ જ પરફેક્ટ. શ્રુતિ બારોટ જે અગાઉ ફેકબુક ધમાલ અને શું થયું માં જોવા મળેલ અને અત્યારે કલર્સ ગુજરાતી માં સોરઠ ની મિસિસ સિંઘમ માં ગોપી નો રોલ કરે છે એ સાક્ષી ના રોલ માં પરફેક્ટ છે. નિશા જાની (શુભાંગી) , પ્રશાંત પાંચાલોટિયા , કિશોર સરવૈયા ,મનીષ ગોહિલ આ બધા જ કલાકારો એ પોતાનું ૧૦૦% આપવાની પૂરતી મહેનત કરી છે.


પાલતુ પશુ માં કુતરા એ આપણા સૌથી નજીક ના છે એમાં પણ જો પાળેલ હોય તો એ આપણા પરિવાર નો સદસ્ય બની જાય છે અને આનું બેસ્ટ ઉદાહરણ આ ફિલ્મમાં પૂરું પડ્યું છે કોફી રાઠોડ રાજન રાઠોડ નું ડોગી છે એણે ફિલ્મ માં પોતાનો રોલ આપ્યો છે ફર્સ્ટ ટાઈમ એવું થયું હશે કે કોઈ ફિલ્મ માટે કલાકારો ની જેમ એમાં આવેલ પશુઓ ની પણ ચર્ચા થાય પણ અહીં એ વાત નો પણ અહેસાસ થયો છે કે પાળેલ પશુમાં પણ મનુષ્ય ની જેમ જ ઈમોશન , લાગણી અને પ્રેમ હોય છે આ વાત ફિલ્મ ને એક અલગ જ મોડ પર લઇ જાય છે.


ફિલ્મ માં લોકેશન સરસ હોય પણ જો એને કઈ રીતે શૂટ કરવા એ ના આવડે તો ફિલ્મ ઊંધા માટે પટકાય પણ અહીં પુનિત દવે ની સિનેમેટ્રોગ્રાફી એ ફિલ્મ ને એક નવી ઊંચાઈ આપી છે કોઈ પણ વ્યક્તિ આ ફિલ્મ જોશે તો ફિલ્મ માં બતાવેલ તમામ લોકેશન પર જઈ ને પોતાની મેમરી બનાવશે જ , દરિયા કિનારો , પર્વત , જંગલ આ બધું કદાચ હોલિવૂડ કે સાઉથ ફિલ્મને પણ ટક્કર આપશે એ રીતે શૂટ કરેલ છે . આ શૂટ પછી તપન આનંદે પોતાના એનિમેશન થી આને વધુ પરફેક્ટ બનાવેલ છે.


અન્ય ટીમ મેમ્બર માં શૈલેષ પ્રજાપતિ આર્ટ ડિરેક્ટર , મેકઅપ હેતલ ભટ અને કો પ્રોડ્યૂસર કુંજન પટેલ અને સન્ની પટેલ ની મહેનત આખરે રંગ લાવી છે નાની વસ્તુ ને ફોકસ કરવું અને એમાં પણ પોતાની જાન રેડી દેવી એ ખરેખર અઘરી વસ્તુ છે અને આને બહુ જ સરળ રીતે કરી છે .


ફિલ્મ નો મહત્વનો ભાગ એટલે મ્યુઝિક . ફિલ્મ ની સ્ટોરી એ -૧ હોય પણ મ્યુઝિક બરાબર ના હોય તો ફિલ્મ ને ફ્લોપ પણ અહીં લિરિક્સ અવધેશ બાબરીયા , સંદીપ જાહલ અને નિર્મલ વયેડા ના છે અને લિરિક્સ એટલા સુંદર છે પણ મયુર ગલચર અને મિહિર મકવાણા ના મ્યુઝિક એ આને અલગ મોડ આપ્યો છે એમાં પણ જિગરા નું અને કાવ્ય લિમયે નું સોન્ગ પહેલા જ હિટ હતું એ સિવાય સિદ્ધાર્થ જાડેજા અને એલ્લાન સાજી ના અવાજે પણ કમલ કરી નાખી છે . આ સોન્ગ્સ જે એક વાર પણ સાંભળે છે એ વારંવાર આ સોન્ગ્સ સંભાળશે જ અને એમાં પણ જો કોઈ મ્યુઝિક લવર હશે તો આની કોલરટ્યૂન અને રિંગટોન પણ બનાઈ દેશે મારી જેમ ...


આખી ફિલ્મ નો પ્લસ પોઇન્ટ કે જે ફિલ્મ ને અલગ રાખે છે તો સોશ્યિલ મીડિયા ની બહાર ની દુનિયા ની ઝાંખી કરાવી , લુપ્ત થયેલ આઉટડોર ગેમ્સ સંગીત ખુરશી , લીંબુ ચમચી જેવી રમતો બાળપણ માં લઇ જાય છે . મ્યુઝિક વન ઓફ ઘી પલ્સ પોઇન્ટ . લોકેશન અને એની સિનેમેટ્રોગ્રાફી પણ જોરદાર. મજબૂત સ્ટોરી માટે રાજન રાઠોડ અને ભારતી સૂર્યવંશી ને હેટ્સ ઑફ.  ગુજરાતી ફિલ્મો ની જૂની ફિલ્મો ની જેમ અને ખોવાયેલ સાંસ્કૃતિક વારસો એટલે આપણી ભગવદ ગીતા અને આખ્યાન પણ કરેલ ફોકસ. આજ સુધી ગુજરાતી માં બનેલ કોઈ ફિલ્મ માં પણ આપણા સાંસ્કૃતિક , પ્રાકૃતિક વારસા ની સચોટ રજૂઆત. આ કન્સેપટ ફિલ્મ ને અર્બન ટેગ થી અલગ લઈને એક શુદ્ધ પારિવારિક ગુજરાતી ફિલ્મ બનાવે છે. પશુ પ્રેમ ખુબ જરૂરી છે અને એની સાથે ની લાગણી ને ઉત્કૃષ્ટ રીતે વર્ણવી છે. 


ફિલ્મ ને લઇ ને લોકો ને ઘણા સવાલ હશે કે લવસ્ટોરી છે કે શું પણ એનો જવાબ અહીં નહીં આપું એના માટે થોડો સમય કાઢો અને ફિલ્મ જોવો મારી ગેરંટી છે કે ફિલ્મ જોયા પછી તમે પણ પોતાની લાઈફ જીવવા નું વિચારશો , પરિવાર માટે , આપણા વારસા ને જાળવી અને એનું જતન કરવામાં આપ આગળ આવશો અને સૌથી ખાસ એવા હજારો લોકો જે સોશ્યિલ મીડિયા ના એડિક્શન થી ડિપ્રેશન માં છે એને એક માર્ગ આપી શકશો.  ગુજરાતી ફિલ્મ માં બહુ ઓછી ફિલ્મો સારી આવે છે અને આ ફિલ્મ થિન્ક હટકે છે આવનાર સમય માં આની જ રીમેક બોલિવૂડ કે સાઉથ માં બને તો નવાઈ ની વાત નહીં કેમકે ફિલ્મની વાર્તા ખુબ જ સ્ટ્રોંગ છે આ ફિલ્મ ને એક નોર્મલ ઓડિયન્સ તરીકે લખી છે પણ જો આને જ ક્રિટીક્સ તરીકે રજુ કરું તો ઓછા માં ઓછા ૪.૫ /૫ સ્ટાર આપું જ . લાસ્ટ માં થેંક્યુ વિવેકા પટેલ ફોર સચ આ આઉટસ્ટેન્ડિંગ ફિલ્મ એન્ડ મેકિંગ અસ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ. વિ ડિઝર્વ મેની મોર ફિલ્મ્સ ફ્રોમ યોર સાઈડ.


Comments