રાજી ઓલ્વેઝ ખુશ



 (ડિસક્લેમર: હું અને સંકેત આ ફિલ્મ નો ભાગ હતા પરંતુ આ રીવ્યુ સાથે એનો કોઈ જ સબંધ નથી. એક ઓડિયન્સ તરીકે જે ફીલ કર્યું એ જ લખ્યું છે.)


રાજી ઓલ્વેઝ ખુશ છેલ્લા એકાદ મહિના થી મારી તમામ પોસ્ટ અને વાતો માં આવતો શબ્દ , ઘણા લોકો ને  ઉતાવળ હતી આ ફિલ્મ વિષે જાણવાની અને હું પોતે પણ ફિલ્મ ને લઇ ને ખુબ જ ઉત્સુક હતો એના ૨ કારણ છે પહેલું ૧૯૧૩ ની એલિનોર પોર્ટર ની બુક પોલિયાના પર થી આખી ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પ્રથમ વખત કોઈએ આ ફિલ્મ ને બનાવી અને એ પણ આપણી માતૃભાષામાં અને બીજી વાત કે ફિલ્મ નો ભાગ હોવાને લીધે મેં આ ફિલ્મ અગાઉ જોઈ હતી અને જયારે પ્રથમ ટાઈમ ફ્લિમ ના ડિરેકટર રમેશ કરોલકરે મને અને સંકેત ને આ ફિલ્મ બતાવી તો અમે લોકો ૨ મિનિટ માટે સ્પીચલેસ્સ હતા કેમકે આ ફિલ્મ છે જ નહીં આ ફિલ્મ હોઈ પણ ના શકે , ના કોઈ ઝાકમઝોળ સ્ટાર્સ , ના કોમેડી સીન્સ કે ના ફાઇટ પણ એક મજબૂત અને દિલ ને સ્પર્શે એવી સ્ટોરી અને લોકો ના દિલ સુધી પહોંચવાની તનતોડ મહેનત જે દરેક ને જીવતા શીખવાડશે.


ફિલ્મ ના દિગ્દર્શક રમેશ કરોલકર ની આ ચોથી ફિલ્મ છે એમની આના પહેલા ની ઇન્ટરનેશનલ એવૉર્ડ વિનિંગ ફિલ્મ બજાબા માં પણ હું જોડાયેલ હતો અને એમાં પણ સ્ટોરી જ ખુબ મહત્વની હતી . એમની દરેક ફિલ્મ કે નાટકો માં કઈ વિશેષ જોવા મળે છે આજકાલ ચાલી રહેલા ફ્રેન્ડશીપ કે પછી લવસ્ટોરી ના ટ્રેન્ડ ની વચ્ચે એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ બનાવી અને લોકો સુધી પહોંચાડવા ની એમની મહેનત દરેક જગ્યે જોવા મળે છે. ફિલ્મ ના લેખન થી લઇ ને ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી ની એમની મહેનત લાજવાબ છે જે સ્ક્રીન પર જોઈ શકાય છે . એક દિગ્દર્શક તરીકે સૌથી અઘરું કામ છે લોકો ના દિલ સુધી પોતાની વાત પહોંચાડવી અને એ ફિલ્મ ના કલાકારો પાસે એ લેવલ નું કામ કરવું એ સૌથી અઘરું કામ છે . ફિલ્મ સિવાય પણ એમને મળવાનું વારંવાર મન થાય એવું જ એમનું વ્યક્તિત્વ પણ છે એક આદર્શ અને શિસ્ત પાલન દિગ્દર્શક માં એમનું નામ મોખરે આવે છે.  થેંક્યુ સો મચ સર ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ ધીઝ ફેમિલી એન્ટરટેઈનર એન્ડ ઈન્સ્પિનરીંગ જર્ની ઓફ રાજી.


પૂજા સોની એક જાણીતું નામ લગભગ દરેક જગ્યાએ માં ના રોલમાં આવતો જાણીતો ચહેરો . હાલ માં કલર્સ ગુજરાતી માં આવતી ધારાવાહિક રાશિ રિક્ષાવાળી માં રાશિ માં માં ના રોલ માં આવે છે. આપણી ઇન્ડસ્ટ્રી માં અને ઓડિયન્સ ના દિલ માં એક કેરેક્ટર ફિટ થઇ જાય તો એને નીકળવું અઘરું છે કદાચ કોઈ ચેલેંજિંગ રોલ લે તો પણ એમાં એ સફળ નહીં થતું કેમકે એ ખુબ અઘરું છે પણ પૂજા સોની એ આ જ ચેલેન્જ ને પોતાના મક્કમ મનોબળ થી સ્વીકારી ને લોકો ના દિલ માં પોતાનું અલગ સ્થાન જમાવ્યું છે વર્ષો થી ચાલતી એક છાપ બદલવા કરેલ એમની મહેનત અને આ પાછળ ની દિગ્દર્શક ની મહેનત ને લોકો યાદ રાખશે અને આના પરિણામે આવનાર સમય માં બીજા પણ એવા હજારો કલાકારો જેમને લોકો એ સ્વીકાર્ય નહોતા એ પણ એક સાહસ કરશે. લગભગ ૮-૧૦ વર્ષ પહેલા વિક્રમ ઠાકોર ની ફિલ્મ ના સેટ પર એમને મળેલ ત્યારે એ પોપ્યુલર નહોતા અને એ પછી આજે લગભગ આ ચહેરો કોઈ ના જંતુ હોય એવું નહીં હોય અને જયારે પબ્લિસિટી મળે તો ઘણા લોકો હવા માં ઉડવા લાગતા હોય છે પણ આટલા સ્ટારડમ પછી પણ એ હજી ડાઉન ટૂ અર્થ જ છે અને આજ એમનું વ્યક્તિત્વ સાબિત કરે છે. રાજી ને લઈને એમની સાથે લાંબા સમયે વાત થઇ અને પ્રીમિયર માં મળ્યા ત્યારે એક પરિવાર ની લાગણી થઇ અને એમના રોલ વિષે કદાચ લખીશ તો એક બુક લખાશે કેમકે જે ચેલેંજિંગ રોલ કર્યો છે એ બહુ જ રસપ્રદ છે.


ડેન્સી પટેલ આ ૧૨-૧૩ વર્ષ ની નાની પ્રિન્સેસ જે લીડ રોલ કરી રહી છે અને એની ફર્સ્ટ ફિલ્મ છે પણ જે લોકો એ ફિલ્મ જોઈ છે એ બધા લોકો મોઢા માં આંગળા નાખી જાય એવો ઉત્કૃષ્ટ અભિનય અને એટલી જ દમદાર એની રિયલ લાઈફ માં. જયારે ફર્સ્ટ ટાઈમ મેં ફિલ્મ જોયેલ ત્યારે હું સ્ટક હતો કે આ સાચે જ ફર્સ્ટ ફિલ્મ છે? અને પછી પ્રીમિયર માં એની સાથે મુલાકાત થઇ અને એને જોરથી હગ કરી ને કીધું કે તારી ફર્સ્ટ ફિલ્મ લગતી જ નહીં ત્યારે પણ એનું રીએકશન અને એ હસતો ચહેરો કદાચ ટાઇટલ ને ફિલ્મ જોયા વગર જ સાબિત કરે છે પછી અંદર એની બાજુ માં જ બેસી ને આખી ફિલ્મ જોઈ અને એમાં પણ જે સીન્સ ફિલ્મ માં આવતા હતા , એ માસુમિયત , એ ઉચ્છલ કૂદ , એ હસતો ચહેરો અને એ બિન્દાસ્ત એટિટ્યૂડ જે ઓલ્વેઝ ખુશ રહે છે એ જ એક્સપ્રેસન  એના ચહેરા પર પણ હતા . સચ અ ક્યૂટ ગર્લ. કદાચ આ પોલિયાનાની ગ્લેડ ગેમ નહીં પણ ડેન્સી ની પોતાની ગ્લેડ ગેમ છે એવું લાગે છે પણ આઈ એમ સ્યોર આવનાર સમય માં ડેન્સી એક ખુબ જ ટોપ અભિનેત્રી માં એક હશે.


ગોપી દેસાઈ ખુબ જાણીતું નામ કદાચ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કોઈક જ આ નામ થી અજાણ હશે બોલિવૂડ ફિલ્મ્સ , ટેલિવિસન , સ્ટેજ અને લાંબા સમયે ગુજરાતી ફિલ્મ રાજી માં એમનો તદ્દન જ અલગ અભિનય. એક ખાસ ભૂમિકા આઈ મીન વૉટ અ પરફોર્મન્સ. આ પરફોર્મન્સ ની ક્રેડિટ બે જ લોકો ને જાય ગોપી દેસાઈ મેમ અને રમેશ સર. નાના રોલ ને પણ એમને ચાર ચાંદ લગાવી દીધા છે આ વખતે મેમ મળવાનું ના થયું પણ હેટ્સ ઓફ ટૂ યુ. યુ ઓલ્વેઝ એન્ટરટેઈનીંગ ટુ ઓલ. 


હનીફ મીર ક્યાં બાત હૈ એમને હું સુરી થી ઓળખું છું સુરી ના પિતા નો રોલ અને પછી ગોરા કુંભાર માં ગોરા ના પિતા નો રોલ. આ ફિલ્મ માં પણ એ રાજી ના પિતા ના રોલ માં છે. કહેવાય છે કે એક  પિતા પોતાના સંતાન માટે એ તમામ વસ્તુ કરે છે જેમાં એમને ખુશી મળે પણ અહીં આ પેઈન્ટર રાજી ને એક ગ્લેડ ગેમ શીખવે છે જે થિયેટર ના બહાર નીકળતા જ તમામ લોકો ના મન માં ચાલુ થાય છે અને આવનાર સમય માં દરેક લોકો આ ગ્લેડ ગેમ થી પોતાની લાઈફ બદલશે. ગ્લેડ ગેમ ને પોતાનો એક ભાગ બનવશે અને આની ક્રેડિટ આ ફિલ્મ ની સાથે હનીફ ભાઈ અને રમેશ સર ને જાય છે કેમકે આ ગેમ ને અલગ જ રીતે દર્શાવી છે.


મંગલ દેસાઈ ફિલ્મ માં એક બહુ અલગ જ અભિનય છે. આની પહેલા પણ મેં એમનો અભિનય જોયો છે પણ એમાં કઈ વિશેષ જ રોલ છે . છેલ્લે સુધી ફિલ્મ ના સસ્પેન્સ ને ટકાવી રાખ્યું છે અને એક દુઃખી આદમી જો ગ્લેડ ગેમ શીખે તો કેટલો ખુશ રહી શકે અને પોતાની લાઈફ માં ખોવાયેલ સંબંધ ને કઈ રીતે મેળવી શકે એનું ઉદાહરણ સાહજિક રીતે પૂરું પાડેલ છે. પાર્થ મોદી ફેસબુક પર મારી સાથે જોડાયેલ છે પણ એમનો પરિચય ઓછો હતો પણ આ ફિલ્મ ફર્સ્ટ ટાઈમ જોઈ ત્યારથી જ એમની વધુ ઓળખાણ થઇ ગઈ ડોક્ટર તરુણ ના રોલ ને દિલ થી નિભાવેલ છે. એક પેશન્ટ માટે ડોક્ટર ભગવાન સમાન હોય છે અને પોતાના પેશન્ટ ને બચાવા જે તનતોડ મહેનત કરે એને ખુબ યોગ્ય રીતે સ્ક્રીન પર બતાવાઈ છે.


પ્રાચી પટેલ આ નામ ને આવનાર સમય માં દરેક લોકો જાણશે અને ઇન્ડસ્ટ્રી માં ટોપ એકટ્રેસ માં પણ આ નામ આવશે, ફર્સ્ટ ટાઈમ બજાબા માં જોઈ ત્યારે જ એમની એક્ટિંગ દિલ જીતી લીધું એક ગામ ની વહુ પોતાના પરિવાર અને પતિ સામે કઈ રીતે લાચાર હોય એ બતાવેલ અને રાજી માં એક હોનહાર સેક્રેટરી . સ્ક્રીન પર એમના લૂક ની સાથ ડેન્સી સાથે ની કેમેસ્ટ્રી જોવાની ખુબ મજા આવશે . હકીકત માં ડેન્સી અને પ્રાચી બંને બહેનો છે એક પરિવાર ના છે અને બંને ના લોહી માં જ કલાનો વારસો છે જે બંને માં ખુબ સચોટ રીતે દેખાય છે. પ્રાચી ને ફર્સ્ટ ટાઈમ પ્રીમિયર માં મળ્યો પણ એક મિનિટ માટે પણ એવું ના લાગ્યું કે અમે એક બીજા થી અજાણ હોઈએ બજાબા ને લગભગ ૩ વર્ષ થશે અને એમાં ફેસ ટૂ ફેસ મુલાકાત પ્રથમ વખત જ થઇ છે પણ તોય એ મુલાકાત ખુબ જ યાદગાર રહી અને એક સારી મિત્ર પણ થઇ ગઈ . બેસ્ટ વિશેસ એન્ડ કોન્ગ્રેચ્યુલેશન પ્રાચી . યુ વિલ બી રોક ઈન નિએરેસ્ટ ટાઈમ.


આશિષ પટેલ પોલીસ ના રોલ માં કદાચ ફર્સ્ટ ટાઈમ જોયા અગાઉ એમને અલગ અલગ રોલ માં જોયા છે.આ ફિલ્મ માં પોતે પ્રોડ્યૂસર પણ છે અને એક પ્રોડ્યૂસર ની સાથે નાનો પણ ખુબ ઊંડાણપૂર્વક રોલ એમને નિભાવ્યો છે. એમને પણ કદાચ બીજી વખત જ મળ્યો , બજાબા સમયે પ્રથમ મુલાકાત થઇ હતી અને રાજી માં બીજી વખત પણ દિલ થી એમની એક પ્રોડ્યૂસર અને એક્ટર તરીકે ની મહેનત ખુબ દેખાય છે. આશિષ ભાઈ ગ્લેડ ટુ સી યુ ઈન યુનિક રોલ એન્ડ હેટ્સ ઑફ , કીપ એન્ટરટેઈનીંગ.


નીલમ પટેલ ફર્સ્ટ ટાઈમ આમને જે લોકો પણ બજાબા માં જોયા હશે એ કદાચ આમને મળવામાં થોડા ડરશે કે સંકોચ રાખશે પણ રિયલ લાઈફ માં એમનું વ્યક્તિત્વ આખું અલગ છે . નીલમ બેન ઇન્ટરનેશનલ એવૉર્ડ વિનર છે એમનો રોલ આમાં એક જર્નાલિસ્ટ નો છે જયારે કોઈ મીડિયા વાળા મોટા લોકો ના ઇન્ટરવ્યૂ લે ત્યારે ઘણી વખત ઇન્ટરવ્યૂ અધૂરા જ રહી જાય છે એવો જ કઈ સીન ફિલ્મ માં પણ લીધો છે પણ એમને પર્સનલી મળી ને ખુબ મજા આવે છે ખુબ સારા વ્યક્તિ અને આર્ટિસ્ટ છે.


આ સિવાય ફિલ્મ માં સહ કલાકારો માં હિતેશ ઠાકર , જીતેન્દ્ર ઠક્કર , વંશિકા ગોકાણી , ફલક ગોસ્વામી , નીલ શર્મા , બ્રિજેશ ગોસ્વામી ,શૈલેષ પ્રજાપતિ , મનીષા ત્રિવેદી , હિતેન્દ્ર શાહ , વાસુદેવ મકવાણા અને બીજા પણ અન્ય મિત્રો છે જે બધા એ પોતાના રોલ માટે ખુબ મહેનત કરી છે.


ફિલ્મ ના ડાયલોગ અને સ્ટોરી માં રમેશ કરોલકર ની જોડે ચિરાગ ઠક્કર અને નીલમ દોશી છે. આ ફિલ્મ કેમ આટલી સુંદર બની અને લોકો ને જીવતા શીખવાડવાનું મિશન કેમ ચાલુ કર્યું એના પાયા માં આ ત્રિપુટી છે. ૨૦૨૦ નો સમય આખી દુનિયા માટે ખુબ જ ખરાબ હતો લોકડાઉન અને કોરોના બધા ને નિરાશ કરેલ, દરેક લોકો માનસિક કે શારીરિક રીતે તૂટી ગયેલ અને એ જ સમયે પોતે જીવેલી ગ્લેડ ગેમ અને પોલ્યાના ને ગુજરાતી સિનેમા ના પડદે લાવવાની શરૂઆત કરી. જે સમયે લોકો તૂટી ગયેલ ત્યારે આ લોકો એ ભેગા મળીને લોકો ને જિંદગી જીવવા નો રસ્તો આપ્યો , એક ગ્લેડ ગેમ બનાવી. કદાચ આ ફિલ્મ એટલે જ સરસ બની. જયારે કોઈ દુઃખી હોય તો લોકો મોટિવેશનલ ટ્રેનર ને સાંભળે છે પણ મારો દાવો છો કે જો આ સમયે તમે આ ફિલ્મને જોશો તો જિંદગી માં ક્યારેય નિરાશ નહીં થાવ અને તમે પણ આ ગ્લેડ ગેમ નો પાર્ટ બની જશો.


ફિલ્મ માં લોકેશન સારા હોય પણ જો એને પ્રોપર રીતે ના શૂટ થાય તો નક્કામું પણ રાવજી સોંદરવા ની સિનેમેટ્રોગ્રાફી લોકો ને એક વખત આ જગ્યાએ જવા મજબુર કરે છે. સૌરભ જૈન એમને આસિસ્ટ કરી રહેલ. એડિટિંગ કાણું પ્રજાપતિ નું પણ એટલું જ જોરદાર.સાથે સાથે દર્શન શર્મા અને હિતેશ આનદં નું વિ.એફ.એક્સ. પણ જોરદાર . શૈલેષ પ્રજાપતિ આર્ટ ડિરેક્ટર અને કલાકાર તરીકે દરેક સમયે કઈ નવું આપે છે.


ફિલ્મ નો અગત્યનો ભાગ એટલે મ્યુઝિક. ફિલ્મ ગમે એટલી સારી હોય પણ જો મ્યુઝિક ના હોય તો કેમ ચાલે? ફિલ્મ નું મ્યુઝિક અનુપ ફુકન નું છે. સિંગર્સ માં બિનલ ચૌહાણ , બિન્ની શર્મા , દેવર્ષિ સોનેજી અને મરમરી ઠક્કર છે સાથે લિરિક્સ માં આપણા બધાના લાડકવાયા અને ખાસ એવા ધ્રુવ દાદા છે અને જોડે જોડે મનોજ શાહ અને રોનક કાનુગા પણ. ખાસ કરી ને ધ્રુવ દાદા ના ૨ સોન્ગ્સ ઓ સખી અને એમાં પણ કોઈ મને ઓચિંતું રસ્તે મળે જોરદાર. ઓચિંતું સોન્ગ મારુ ફેવરિટ છે પણ મેં ક્યારેય વિચારેલ પણ નહોતું કે આ સોન્ગ્સ ને કોઈ આ રીતે બતાવી શકે.  કોરિયોગ્રાફી વિષ્ણુ ઠાકોર અને અશોક માસ્ટરજી.


આ સિવાય અનુરાગ શુક્લ , પ્રજ્ઞા ત્રિવેદી , પૌરવી જોશી, અમન શાહ ની મહેનત પણ રંગ લાઇ છે. પ્રીમિયર અને અન્ય પબ્લિસિટી  અભિલાષ ઘોડા તિહાઈ ગ્રુપ , ડિસ્ટ્રીબ્યુટર વંદન શાહ અને લાસ્ટ બટ નો લિસ્ટ મારી આખી ટેક્નિકલ ટીમ જેમને ડીજીટલી પ્રમોશન અને અન્ય નાની બાબતો માં મને હેલ્પ કરી ખાસ કરીને સંકેત ઠક્કર. 


 આ ફિલ્મ કોણે ના જોવી કેમકે દરેક ગુજરાતી આ ફિલ્મ જોશે જ એની મને ખાતરી છે પણ એ લોકો એ ના જોવી જે જિંદગી માં ક્યારેય રડ્યા ના હોય કે દુઃખી ના હોય અને આવા વ્યક્તિ ને હું જરૂર મળવા માંગીશ  બાકી દરેક લોકો આ ફિલ્મ જોવો અને જે લોકો પોલલિયાન્ના વાંચી છે એ તો ખાસ પણ મારા જેવા આળસુ જે એક બુક વાંચવા માં વર્ષો કરતા હોય એ તો ખાસ આખી બુક ની સમરી તમને ફક્ત ૨ કલાક માં જ મળશે અને એક નવી ગ્લેડ ગેમ પણ એ ગેમ જે તમને જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી ખુશ રાખશે.


Comments