લવડોઝ અનલિમિટેડ - ભાગ ૨૯ - ૧૨ જૂન ૨૦૨૨



હેલો મિત્રો કેમ છો બધા? આજે જૂન મહિના નો  બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . આજે આપણે વાત કરીશું એક અલગ જ લવસ્ટોરી ની કે જે કાસ્ટ અને ધર્મ ના લીધે સર્જાઈ હતી.


જોય એક ખ્રિસ્તી પરિવાર માં જન્મેલ અને એક પ્રાથમિક શાળા માં શિક્ષક બાળકો ને ગણિત ભણાવે અને સાથે સાથે જિંદગી નું ગણિત પણ સમજાવે. આજ શાળા માં એક ગુજરાતી પરિવાર ની પૂજા ડાન્સ શિક્ષક તરીકે જોઈન થઇ . પૂજા દેખાવ માં અને ક્લાસિકલ અને ફોલ્ક ડાન્સ માં ખ્યાતનામ અને કદાચ આખા શહેર માં એની તુલના માં કોઈ ના આવી શકે એ રીતે.


શાળા માં દરેક ની નજરો માં પૂજા એ એક અલગ જ સ્થાન બનાવી લીધેલ અને સ્ટુડન્ટ્સ માં પણ ઓછા સમય માં ફેવરિટ થઇ ગઈ . હવે આખી શાળા માં બે જ શિક્ષક ફેમસ હતા જોય એન્ડ પૂજા. બંને પોતાના વિષયો માં માહિર અને મિલનસાર.  એક વખત પૂજા ની સ્કુટી માં પંચર થઇ ગયું શાળા છૂટવાના સમયે અને એજ સમયે જોયે એને મદદ કરી અને આ મદદ ધીમે ધીમે દોસ્તી માં પરિવર્તિત થઇ ગઈ અને જોતજોતામાં જ પ્રેમ માં. 


બંને એ પોતાના ઘરે વાત કરી પણ પૂજા ના પરિવાર વાળા એ જોય ને મળવાની પણ ના પડી દીધી અને કહ્યું કે પૂજા પણ સ્કૂલ છોડી દે. બે અલગ કોમ અને ધર્મ માટે પૂજા ના ઘર વાળા વિરુદ્ધ હતા .પૂજા એ જોય ને વાત કરી અને જોયે કીધું કે લગ્ન કરીશ તો તારી જોડે જ આ જન્મ નહીં તો આવતા જન્મે પણ બીજા કોઈ જોડે નહીં. પૂજા પણ જોય સાથે જ લગ્ન કરવા તૈયાર હતી પણ પરિવાર ની સામે લડવું કઈ રીતે. પરિવાર ના દબાણ માં આઈ ને એને જોબ છોડી દીધી અને બીજી સ્કૂલ માં જોઈન થઇ આ બાજુ જોય પણ કોઈ સાથે લગ્ન કરવા તૈયાર નહોતો.  


સમય પોતાની ગતિ માં આગળ વધી રહેલ અને ધીમે ધીમે ૫ વર્ષ થઇ ગયા પણ હજી બંને કુંવારા જ હતા. એક દિવસ પૂજા ના પપ્પા ને કાર ની બ્રેક ફાઈલ થઇ અને એક્સિડન્ટ થયો અને નસીબ જોગ આ સમયે જોય પણ ત્યાં જ હતો અને એને પૂજા ના મમ્મી પપ્પા ને બચાવી ને હોસ્પિટલ પહોંચાડ્યા અને પછી થી ખબર પડી કે આ તો પૂજા ના મમ્મી-પપ્પા છે અને આ બાજુ ના પૂજા ના ઘર વાળા ને પણ જોય પ્રત્યે લાગણી થઇ અને બને ના પ્રેમ નો સ્વીકાર કર્યો અને બંને ના લગ્ન કરાવ્યા.



તો મિત્રો હતી આ વખત ની લવસ્ટોરી. આવતા  અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.





ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial



ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar 

Comments