મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨૯ - ૦૪ જૂન ૨૦૨૨
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૨ ના જોરદાર જૂન ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે જૂન મહિના નો પ્રથમ વિકેન્ડ અને એમાં પણ મારી લાડલી પ્રિષા નો જન્મદિવસ અને આજના આ શુભ દિવસે આપ સૌના આશીર્વાદ અને પ્રેમ બદલ આપનો આભારી છું સાથે આજે એક ન્યૂ ફિલ્મ પણ સાઈન કરી છે અને એમાં પણ આપનો પ્રેમ મળે એવી આશા અને હવે આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી..
લાસ્ટ ટાઈમે જોયેલ કે સાયન્સ ના રિઝલ્ટ થી ખુશીઓ આવી ગઈ હતી પણ હજુ મારા ડિવિઝન માં મેથ્સ નું રિઝલ્ટ નહોતું આવેલ અને એની લટકતી તલવાર માથે લટકી રહેલ . દિવસો પાસ થઇ રહેલ અને બીજી અઠવાડિક પરીક્ષા આવાની હતી અને વરસાદ ની રોમેન્ટિક સીઝન પણ શરુ થઇ ગયેલ અને નવ યુવાનો પોતાના યૌવન માં પાંખ માંડે અને પ્રેમ નો પહેલો અહેસાસ થાય અને એક મહેક આવે એવા જ સમયે વરસાદ પણ વરસ્યો અને પોતાની એક મીઠી મહેક વાતાવરણ માં છોડી ગયેલ અને આ મહેક નો નશો બધે ચડી રહેલ મારા પર પણ. કઈ રીતે? વરસાદ આવે અને એમાં પણ ૧૦ માં ધોરણ માં હોઈએ અને ઘરે રહીને ભણવા માંગતા હોય અને સવારે ઉઠો અને વરસાદ આવે તો બંક મારવાની મજા જ કઈ અલગ હોય બસ હું પણ આની મજા લઇ રહેલ.
સોમવાર ની એ ગુલાબી સવાર હું ઉઠીને બહાર આયો અને વરસાદ વરસી રહેલ અને મેં ધરી લીધું કે આજે ઘરે રહીયે અને બસ મેં કઈ દીધું કે સ્કૂલ નહીં જવું. સંકેત એકલો સ્કૂલ જવાનો હતો અને એજ સમયે નીચે ચેતન અને બોબી પણ આવી ગયા અને એ ત્રણેય સ્કૂલ જવા નીકળ્યા અને હું પાછો અંદર જઈને વાંચવા બેસી ગયો. પણ જો કદાચ આ સોમવારે હું સ્કૂલ ગયો હોત તો મારા માટે ખરા અર્થ માં સોનાનો સૂરજ ઊગેલ વરસતા વરસાદ ની વચ્ચે. હા ગણિત નું રિઝલ્ટ આવેલ અને હું પાસ હતો એ પણ સારા માર્ક્સ થી પણ કેટલા એ નહોતી ખબર . હું સ્કૂલ પતે ત્યાં સુધી મેથ્સ અને સાયન્સ ની મહેનત કરતો હતો અને પછી ૨ વાગે ટ્યૂશન હતું તો એની તૈયારી કરીને ટ્યૂશન જવા નીકળ્યો ત્યાં ગયો ત્યાં પણ ટ્યૂશન પત્યું અને પછી વિનાયક અને હેમાંગ મારી જોડે આયા અને કહ્યું કે મેથ્સ નું રિઝલ્ટ આવ્યું અને મેં આખી સ્કૂલ માં ટોપ કર્યું છે ૨૫ માંથી ૨૪ માર્ક્સ સાથે. વિનાયક સેકન્ડ હતો ૨૨ સાથે. મને મારા માર્ક્સ સાંભળીને ખુશી પણ થઇ અને એક ઝાટકો પણ. હા ઝાટકો એટલે કેમકે ૨ માર્ક્સ નો જે ટ્રિકી સવાલ હતો એ જ રોન્ગ હતો તો ૨૪ કઈ રીતે? પણ પેપર ભાર્ગવ સારે ચેક કરેલ અને એને સ્ટેપ્સ ના પણ માર્ક્સ આપેલ. ત્યારે મેં મહાદેવ જી ની સામે ઉભા રહી ને થેન્ક્સ કહ્યું. અને એક ખુશી સાથે ઘરે આયો.
ઘરે આયો તો સંકેત ટ્યૂશન માં હતો , મમ્મી આરામ માં હતી અને પપ્પા બહાર ગયેલ એટલે હું શાંત થઇ ને ફરી ભણવા બેસી ગયો અને પછી મમ્મી જાગી તો એને વાત કરી ત્યારે મમ્મી ની આંખો ની ખુશી હું જોઈ રહેલ અને મને લાઈફ માં ફર્સ્ટ ટાઈમ એક અલગ ખુશી થઇ.અને પછી હું પાછો બાલ્કની માં જઈને મહાદેવ જી ને થેન્ક્સ કહેવા ગયો તો ફરી કોઈ જાદુ કરી ગયું અને દિલ થી ખુશી થઇ. સાચે જ આજે પણ એ દિવસ ને મારી લાઈફ નો એક ગોલ્ડન દિવસ ગણું છું.થેંક્યુ ગોડ અગેઇન. બસ એ દિવસ પછી મારુ એક અલગ જ નામ થઇ ગયું હતું. બીજા દિવસ થી સાયન્સ ના સવાલ માં પણ ભાર્ગવ સર મને ઉભા કરીને કહેતા કે ઠક્કર ખાલી હિતેશ ભાઈ માં જ માર્ક લાવવાના છે? અને મને એક પોતીકું લાગી રહેલ. બસ ધીમે ધીમે મારુ નામ વધી રહેલ અને એની સાથે મારો વિશ્વાસ અને ઈચ્છા પણ મજબૂત થઇ રહેલ તો મારુ મનોબળ પણ મક્કમ થઇ રહેલ. હવે દિવસો થી મહિનાઓ જઈ રહેલ ધીમે ધીમે જૂન થી જુલાઈ પણ પતવા આવી ગયેલ અને ધીમે ધીમે ફર્સ્ટ પ્રિલીમ નો સમય નજીક આવી ગયેલ.
આજે અહીં સુધી જ બીજું આવતા મહિને .આવતા મહિના સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment