Posts

વિશ્વ ચકલી દિવસ

Image
૨૦મી માર્ચ આજ નો દિવસ એટલે વિશ્વ ચકલી દિવસ. જનરલી કોઈ પણ દિવસ ને વિશ્વ દિવસ તરીકે જાહેર કરે કે પછી કોઈ પણ દિવસ ને વિશ્વ દિવસ તરીકે ઉજવીયે આપણે તો એની પાછળ નું કારણ તો આપણે જાણવું જોઈએ .શું કોઈ જાણે છે કે કેમ આજે જ વિશ્વ ચકલી દિવસ જાહેર કર્યો . પક્ષીઓ માં તો ઘણા પક્ષી છે તો પછી ચકલી ને જ કેમ વિશ્વ દિવસ તરીકે ઉજવીયે ? મોર તો આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો આપણે એનો પણ કોઈ દિવસ નથી ઉજવતા અને ચકલી ને જ કેમ ? આજ થી ૨૫-૩૦ વર્ષ કે એની પહેલા ના સમય માં સમજો કે આપણા બાપ -દાદા ના સમય માં ગામ હોય કે શહેર સવાર હોય કે સાંજ ચકલી નો ચી ચી અવાજ આવતો જ હોય. ચાલો ૨૫-૩૦ વર્ષ બહુ વધારે થઇ ગયા આપણે આપણા બાળપણ માં જ જઇયે ૧૦ વર્ષ પાછળ. બાળપણ નો સમય હોય એટલે સ્કૂલે જવાનું અને બાકી ના સમયે રમવાનું ૨ જ વસ્તુ યાદ હોય પરંતુ ઉનાળો હોય , ગરમી ની ઋતુ હોય અને એમાં પણ સ્કૂલ માં વેકેશન હોય એટલે આખો દિવસ ઘેર જ હોય. સવાર -સાંજ રમવાનું અને બપોરે જમી ને સુઈ જવાનું કે પછી ઘર માં કેરમ રમતા હોય કે વેપાર રમતા હોય ત્યારે પણ પક્ષી નો અવાજ આવતો હોય અને એમાં પણ ચકલી નું ચી ચી ચાલુ જ હોય. એક સમય એવું લાગે કે જો આ ચી ચી અવા...

સાચો બળવાન કોણ?

Image
છેલ્લા ૩ વીક થી અમુક કારણોસર હું નિયમિત રીતે લખી ના શકવા થી મારા મિત્રો અને વાચકો નો ફોને અને વૉટ્સઅપ પણ આયા પરંતુ આ બધા માટે દિલ થી હું આપ સૌ મિત્રો અને મારા વાચકો ની માફી માંગુ છું. છેલ્લા ૩ વીક થી   એક રિસર્ચ અને સમય ની માયાજાળ માં થોડો ફસાયો હતો અત્યારે આમાં થી બહાર આવી ને થોડો સ્વસ્થ થવાથી આપ સૌ ની સમક્ષ ફરી મારી વાત લઇ ની આવી રહ્યો છું. ક્યારેક એવું થાય છે કે સમય બળવાન છે તો ક્યારેક એવું થાય છે કે પૈસા જેની પાસે છે એ વધુ બળવાન છે. શું સાચું ? શું ખોટું ? કંઈ જ ખબર નથી પડતી કે સાચો બળવાન કોણ ? શાસ્ત્રો માં , વ્યાખાનો માં , બધે જ સમય ને બળવાન ગણ્યો છે ત્યાં સુધી કે મારા જ પોતાના નાટક સમયલીલા માં હું જ મારી ઓડિયન્સ ને કેહતો કે સમય બળવાન છે.પણ શું આ જ સત્ય છે કે ? રિયલ લાઈફ માં જોઈએ તો એવું જ લાગશે કે પૈસો જ બળવાન છે. બીજી બાજુ દિમાગ થી વિચારીયે તો એવું લાગે છે કે સમય અને પૈસો બને જ બળવાન છે. બને કયારેક એક સિક્કાની ૨ બાજુ હોય એમ લાગે છે. પણ તોય આ બને માં સાચું બળવાન કોણ ? સમય કે પૈસો ? શું એવું થઇ શકે કે આજ ના આ ગતિમય યુગ માં કોઈ નો સમય છે તો કોઈ નો પૈસો કે ...

નક્કામા કોણ? કોઈ કામ ના કરે એ કે બીજા સાથે અન્યાય કરે એ? - મંથન ઠક્કર

Image
( ડિસક્લેમર: હું અને સંકેત આ ફિલ્મ માં મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલા હતા પરંતુ આ રીવ્યુ સાથે એનો કોઈ જ સબંધ નથી. એક ઓડિયન્સ તરીકે જે ફીલ કર્યું એ જ લખ્યું છે.) શુક્રવારે રાતે પ્રીમિયર માં ફિલ્મ જોઈ ને તરત જ ફિલ્મ માટે લખવું હતું પણ રાતે મોડું થઇ ગયેલ અને કાલે કામ માં હોવા થી લખાયુ રહી જ ગયું નક્કામા વિશે   જ્યારથી ફિલ્મ સાથે   જોડાયો ત્યારથી જ ઘણી અપેક્ષા હતી. અવિનાશ ગૌરવ દિગ્દર્શિત ફિલ્મ નક્કામા એક વુમેન એમ્પાવરમેન્ટ આધારિત ફિલ્મ છે. એમની પ્રથમ ગુજરાતી ફિલ્મ છે પણ નાના માં નાની વાત ને ધ્યાન રાખેલ છે. સ્ક્રિનપ્લે પણ એટલા જ સુપર્બ લખ્યા છે. અખિલ કોટક ગુજરાત નો નવો હની સિંઘ ફિલ્મ ના લીડ એક્ટર સાથે પ્રોડ્યૂસર ઓફ નક્કામા ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને જ્ઞાતિબંધુ હોવાથી જ એમની સાથે આ ફિલ્મ માટે જોડાયો અને પરિચય પણ વધારે છે. માણસ તરીકે જેટલા સરળ વ્યક્તિ છે એટલી જ સરળતાથી   એક કલાકાર અને પ્રોડ્યૂસર તરીકે પોતાના રોલ અને ફિલ્મ ને પૂરતો ન્યાય આપ્યો છે. અખિલ ભાઈ બીજી ફિલ્મ જલ્દી બનાવો એવી શુભેચ્છાઓ પ્રાપ્તિ અજ્વાળીયા જેને લોકો   નામ થી ઓછા પણ કોફી ગર્લ થી વધારે ઓ...

બબુચક એ દિમાગ થી બબુચક કે દિલ થી? - મંથન ઠક્કર

Image
( ડિસક્લેમર: હું અને સંકેત આ ફિલ્મ માં મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલા હતા પરંતુ આ રીવ્યુ સાથે એનો કોઈ જ સબંધ નથી. એક ઓડિયન્સ તરીકે જે ફીલ કર્યું એ જ લખ્યું છે.) ગુરુવારે પ્રીમિયર માં માય ડિયર બબુચક જોઈ પછી રીવ્યુ લખવો હતો પણ બીજી ફિલ્મ ના પ્રીમિયર હોવા ને લીધે અને   પૂરતો સમય ના હોવાથી લખવાનો જ રહી ગયો. પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ અને દુષ્યંત પટેલ દિગ્દર્શિત ફિલ્મ ગામ અને શહેર ની લાઈફ સ્ટાઇલ સાથે કોમેડી અને લવ ટ્રાયન્ગલ છે. દુષ્યંત પટેલ અગાઉ વેબ સિરીઝ અને દાવ થઇ ગયો યાર ફિલ્મ આપી ચુક્યા છે.દુષ્યંત ભાઈ સાથે પરિચય આ ફિલ્મ થી જ વધ્યો અને એમની સાથે કામ કરવાની પણ મઝા આવી કેમકે બીજી વાત ને વચ્ચે ના લાવતા ડાઇરેક્ટ પોઇન્ટ ટુ પોઇન્ટ વાત કરનાર માણસ છે. ફિલ્મ માં દરેક સીન માં   એમની મહેનત જણાય છે. ગામ ને દરેક સીન અને નાના માં   નાની વાત ને પણ સારી રીતે શૂટ કરી છે અને ઓડિયન્સ સુધી પ્રોપર રીતે પહોંચાડી છે. પ્રીમિયર પછી પણ એમને ફિલ્મ વિષે અમુક વાતો કહી ત્યારે તેમને સાબિત કર્યું કે દિગ્દર્શક તરીકે તો તેઓ પોતાનું બેસ્ટ આપી ચુક્યા છે અને રિયલ લાઈફ માં પણ પોતે એક ઉત્તમ વ્યક્તિ ...