નક્કામા કોણ? કોઈ કામ ના કરે એ કે બીજા સાથે અન્યાય કરે એ? - મંથન ઠક્કર
(ડિસક્લેમર: હું અને સંકેત આ ફિલ્મ માં
મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલા હતા પરંતુ આ રીવ્યુ સાથે એનો કોઈ જ સબંધ નથી. એક
ઓડિયન્સ તરીકે જે ફીલ કર્યું એ જ લખ્યું છે.)
શુક્રવારે રાતે પ્રીમિયર માં ફિલ્મ જોઈ
ને તરત જ ફિલ્મ માટે લખવું હતું પણ રાતે મોડું થઇ ગયેલ અને કાલે કામ માં હોવા થી
લખાયુ રહી જ ગયું નક્કામા વિશે જ્યારથી
ફિલ્મ સાથે જોડાયો ત્યારથી જ ઘણી અપેક્ષા
હતી.
અવિનાશ ગૌરવ દિગ્દર્શિત ફિલ્મ નક્કામા
એક વુમેન એમ્પાવરમેન્ટ આધારિત ફિલ્મ છે. એમની પ્રથમ ગુજરાતી ફિલ્મ છે પણ નાના માં
નાની વાત ને ધ્યાન રાખેલ છે. સ્ક્રિનપ્લે પણ એટલા જ સુપર્બ લખ્યા છે.
અખિલ કોટક ગુજરાત નો નવો હની સિંઘ
ફિલ્મ ના લીડ એક્ટર સાથે પ્રોડ્યૂસર ઓફ નક્કામા ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને જ્ઞાતિબંધુ
હોવાથી જ એમની સાથે આ ફિલ્મ માટે જોડાયો અને પરિચય પણ વધારે છે. માણસ તરીકે જેટલા
સરળ વ્યક્તિ છે એટલી જ સરળતાથી એક કલાકાર
અને પ્રોડ્યૂસર તરીકે પોતાના રોલ અને ફિલ્મ ને પૂરતો ન્યાય આપ્યો છે. અખિલ ભાઈ
બીજી ફિલ્મ જલ્દી બનાવો એવી શુભેચ્છાઓ
પ્રાપ્તિ અજ્વાળીયા જેને લોકો નામ થી ઓછા પણ કોફી ગર્લ થી વધારે ઓળખે
છે.અપરાજીતા ના પાત્ર માં કઇક અલગ પણ મજેદાર રોલ કર્યો છે. એના માટે વધારે કંઈ
કહેવાનું હોય જ નહિ.
સહકલાકાર માં સ્વાતિ દવે અને તુષાર દવે
રિયલ લાઈફ કપલ ઓનસ્ક્રીન પણ કપલ છે. સ્વાતિ મેમ તમારી એક્ટિંગ દર વખતે સુપર્બ હોય
છે પણ આમાં કઈંક વધારે જ ગમી.ઈમોશનલ સીન
ને બહુ જ સરસ રીતે નિભાવ્યો છે.તુષાર સર તમને બહુ ઓછા જોયા છે પણ આમાં તમારી એક્ટીંગ જોઈ ને ખરેખર ખુશી થઇ સમાજ ના
અમુક પોલિટિશ્યન પોતાની સતા નો કઈ રીતે દુરપયોગ કરે છે એ બહુ જ સહજતાથી તમે કરી
બતાવ્યું રોહન સિંહ અને રમાકાન્ત ઈંગ્લે
બને જણ મિત્રો ના રોલ માં પરફેક્ટ એક્ટિંગ પુષ્પરાજ ગુંજન નાનો પણ કોમેડી કરી ને
લોકો ને હસાવા માં સફળ છે. ભાવિક જાગડ
નેગેટિવ રોલ કર્યો છે પણ તોય જામે છે. બીજા ઘણા કલાકારો હિતેશ સીનોરજા અને બધા ના નામ લખવા પોસિબલ નથી પણ બધા એ પૂરતો
ન્યાય આપેલ છે.
લિરિક્સ સંતોષ પુરી,તુષાર દવે ,વિસ્મય ઠાકર ના છે.3 સોન્ગ્સ છે જેનું મ્યુઝિક આપેલ છે સંતોષ પુરી અને અપ્પુ એડવિન વાઝ
સોન્ગ્સ બધા સરસ છે. પ્રિન્સ સોની ની
કોરિયોગ્રાફી સરસ છે.
રાજકોટ રંગીલું કહેવાય છે પણ એના કરતા
પણ વધારે રંગીન શૂટ કરેલ છે.ચોટીલા જલારામ મંદિર ને પણ બતાવ્યું છે એ કદાચ અખિલ
ભાઈ એ જ કરાયું હશે એક લોહાણા તરીકે
ગુજરાતી માં વુમેન એમ્પાવરમેન્ટ પર ફિલ્મ
બનાવી,એના કરતા પણ પહેલા ગુજરાતી માં ફિલ્મ બનાવી એ જ
સાહસ છે.આ સાહસ બદલ મારા ત્રણેય લોહાણા બંધુ ને દિલ થી દિલ થી અભિનંદન અને
શુભેચ્છાઓ નવા લોકો જયારે ફિલ્મ બનાવે
ત્યારે દિલ થી ખુશી થાય પણ જયારે પ્રથમ વખત કોઈ કામ કરી અને એમાં પણ નાના માં નાની
ભૂલ ના થાય એનું ધ્યાન રાખવું એ વખાણવા લાયક વાત છે.
છેલ્લે દરેક ને અભિનંદન બીજી ફિલ્મ બહુ
જલ્દી બનાવો અને મારી ગુજરાતી ઓડિયન્સ ને એક વિનંતી કે આ ફિલ્મ જરૂર થી જોજો અને
ગમે તો બીજા લોકો ને જરૂર થી જોવા કેહજો
Comments
Post a Comment