બબુચક એ દિમાગ થી બબુચક કે દિલ થી? - મંથન ઠક્કર
(ડિસક્લેમર: હું અને સંકેત આ ફિલ્મ માં
મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલા હતા પરંતુ આ રીવ્યુ સાથે એનો કોઈ જ સબંધ નથી. એક
ઓડિયન્સ તરીકે જે ફીલ કર્યું એ જ લખ્યું છે.)
ગુરુવારે પ્રીમિયર માં માય ડિયર બબુચક જોઈ
પછી રીવ્યુ લખવો હતો પણ બીજી ફિલ્મ ના પ્રીમિયર હોવા ને લીધે અને પૂરતો સમય ના હોવાથી લખવાનો જ રહી ગયો. પ્રિન્સ
પાર્થ ફિલ્મ્સ અને દુષ્યંત પટેલ દિગ્દર્શિત ફિલ્મ ગામ અને શહેર ની લાઈફ સ્ટાઇલ
સાથે કોમેડી અને લવ ટ્રાયન્ગલ છે.
દુષ્યંત પટેલ અગાઉ વેબ સિરીઝ અને દાવ
થઇ ગયો યાર ફિલ્મ આપી ચુક્યા છે.દુષ્યંત ભાઈ સાથે પરિચય આ ફિલ્મ થી જ વધ્યો અને
એમની સાથે કામ કરવાની પણ મઝા આવી કેમકે બીજી વાત ને વચ્ચે ના લાવતા ડાઇરેક્ટ
પોઇન્ટ ટુ પોઇન્ટ વાત કરનાર માણસ છે. ફિલ્મ માં દરેક સીન માં એમની મહેનત જણાય છે. ગામ ને દરેક સીન અને નાના
માં નાની વાત ને પણ સારી રીતે શૂટ કરી છે
અને ઓડિયન્સ સુધી પ્રોપર રીતે પહોંચાડી છે. પ્રીમિયર પછી પણ એમને ફિલ્મ વિષે અમુક
વાતો કહી ત્યારે તેમને સાબિત કર્યું કે દિગ્દર્શક તરીકે તો તેઓ પોતાનું બેસ્ટ આપી
ચુક્યા છે અને રિયલ લાઈફ માં પણ પોતે એક ઉત્તમ વ્યક્તિ છે.
શૈલેષ શાહ પ્રોડ્યૂસર ઓફ ધ ફિલ્મ ખરા અર્થ માં આ માણસ 56 ની છાતી વાળો ગુજરાતી માણસ છે. આજે ગુજરાતી ફિલ્મો ની જે પરિસ્થિતિ
છે તેમાં ફિલ્મ બનાવી અને એ પણ પોતાના રિસ્ક પર કેમકે અહીં આપણી ગુજરાતી ફિલ્મો ને
જયારે પ્રોપર ઓડિયન્સ નથી મળી રહ્યું તેમ છતાં એક જ વર્ષ માં 5 થી 6 ફિલ્મો નું નિર્માણ કરવું એ સાહસ જ
છે. પ્રોડ્યૂસર તરીકે નાની વાત નો પણ ખ્યાલ રાખેલ છે.
રવિ રાવ એટલે કે બબુચક ઉર્ફ બકો (બકુલ
સેવંતીલાલ પાટડીયા). ફિલ્મ ની સ્ટાર્ટિંગ થી જ કોમેડી ડોઝ આપે છે. એક ગામડા ના છોકરા
ની લાઈફ થી સ્ટાર્ટ કરી ને શહેર ના સ્માર્ટ છોકરા નો લૂક અપનાવે ત્યાં સુધી ની આખી
સફર ફુલ ટુ એન્ટરટેઈનીંગ. કોમેડી સીન્સ , ડાયલોગ ,
એક્સપ્રેશન દરેક રીતે પરફેક્ટ બ્રધર બેસ્ટ
વિશિઝ ફોર યોર નેક્સ્ટ ફિલ્મ અને હા આનો
સેકન્ડ પાર્ટ ની રાહ જોવાય છે.
વિધિ શાહ હેટઝ ઓફ યુ ડિયર જેટલી
સ્ક્રીન પર જોવામાં મજા આઈ એટલી જ તમને મળવા માં પણ મજા આવી. ગામડા ની છોકરી પણ
શહેરી લાઈફ માં ઈઝીલી મેચ થઇ જાય અને પછી પણ ગામડા ના સંસ્કાર ને અપનાવે. એક
ફ્રેન્ડ તરીકે , સાચા પ્રેમી ના રોલ માં પરફેક્ટ
એક્ટિંગ. ઈમોશન્સ સુપર્બ. રીલ લાઈફ કરતા પણ રિયલ લાઈફ માં વધુ ઈંનોસેન્ટ બેસ્ટ
વિશિઝ દિયર. મળીને મજા આવી. બીજા પાર્ટ ની રાહ જોવાય છે.
આરતી ભાવસાર મોડર્ન છોકરી અને નેગેટિવ
રોલ માં પરફેક્ટ એક્ટિંગ. રોમેન્ટિક અને નેગેટિવ બંને રોલ માં પરફેક્ટ. પોતાના રોલ
ને પૂરતો ન્યાય આપેલ છે.
સહકલાકાર માં દરેક લોકો નો પોતાના
પાત્ર ને પૂરતો ન્યાય છે. પણ ખુશાલી વ્યાસ
જિગલી ના રોલ માં અને જીતુ પંડ્યા ફિલ્મી પ્રિન્સિપાલ ના રોલ માં ઓડિયન્સ ને જકડી
રાખે છે. આ બને વ્યક્તિ પણ રિયલ લાઈફ માં એટલા જ મજા ના છે. બીજા ઘણા કલાકારો માં
હિતેશ સંપત , કમલેશ પરમાર અને એની ત્રિપુટી , વૃત્તિ ઠક્કર ,આશિષ તાડવી , દીપ શાહ અને બીજા ઘણા કલાકારો નેનો રોલ
છે પણ બાખુબી થી નિભાવેલ છે.
સ્ટોરી અને સ્ક્રીનપ્લે વિભાવરી વર્મા
ના જેમની આ જ સ્ટોરી અગાઉ રીડ કરેલ અને એના પર થી જ ફિલ્મ બની ફિલ્મ પણ એટલીજ
સુપર્બ. ડાયલોગ પરફેક્ટ ડાયલોગ વિભાવરી વર્મા ની સાથે દુષ્યંત પટેલ અને જગદીશ
મેકવાન.
ફિલ્મ નો મહત્વનો પાર્ટ મ્યુઝિક અને
સોન્ગ્સ. સોન્ગ્સ લખ્યા છે તુષાર શુક્લા અને સિંગર માં જીગરદાન ગઢવી. રોમેન્ટિક
સોન્ગ હોય અને એ પણ જિગરા એ ગાયું હોય એટલે હિટ જ હોય. બીજા 3 સોન્ગ્સ માં એક ગરબા નું , એક ટાઇટલ સોન્ગ
અને એક ચેન્જ કરો પણ એટલા જ જોરદાર. મ્યુઝિક મૌલિક મેહતા ઓલ ટાઈમ હિટ.
એટ ઘી લાસ્ટ આ કોમેડી ફિલ્મ એક વાર પણ જોઈ આવજો. ખુબ મહેનત
કરી ને બનાવેલી છે. અને 2:30 કલાક સુધી કમ્પ્લીટ જકડી રાખશે ફિલ્મ
જોઈ ને એના સોન્ગ્સ વારંવાર સાંભળવા ગમશે.
Comments
Post a Comment