મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૪૫ - ૦૧ ઓક્ટોબર ૨૦૨૩
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૩ ના અમેઝિંગ ઓક્ટોબર ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? ગાંધીજ્યંતી થી શરુ થતા આ મહિના માં નવરાત્રી અને શ્રાદ્ધપક્ષ જેવા પવિત્રો દિવસો પણ છે અને હમણાં જ રામદેવપીર ની નવરાત્રી અને ગણેશ મહોત્સવ ની પુર્ણાહુતી થઇ તો આ બધા જ પવિત્રો દિવસો ની આપને શુભકામનાઓ હવે વધુ ટાઈમ ના લેતા લાસ્ટ ટાઈમ જ્યાં થી અટકેલ ત્યાં થી જ હવે વાત શરુ કરીયે. લાસ્ટ ટાઈમ આપણે જોયેલ કે કઈ રીતે બોર્ડ ની પરીક્ષા ના શ્રી ગણેશ થયેલ પણ લોકો ના પ્રથમ પેપર માં જ મૂડ ઑફ થઇ ગયેલ અને હજી તો બાકી ના પેપર પણ બાકી હતા. હવે કાલે તો સામાજિક વિજ્ઞાન નું પેપર હતું આ એ જ પેપર જે જયારે પણ વાંચતો ઊંઘ આવી જતી અને દસમા માં જ ઇતિહાસ માં આખા વારસાઓ આવી ગયેલ , ભૂગોળ તો નામ નું જ લાગતું બાકી નક્શાઓ એ જ આખી ચોપડી ભરેલ અને નાગરિક સાલું આપણને નાગરિક હોવાથી નફરત થઇ જાય ,નાગરિક ના નામે આખા અર્થશાસ્ત્ર ઠોકેલા. આખરે કાલે સામાજિક વિજ્ઞાન નું પેપર , સાવ નહોતું આવડતું એવું નહોતું પણ તોય થોડી ફાટી પડેલ. એક તો પ્રથમ પેપરે બુચ મારી દીધેલ અને બાકી ના પેપર નો મૂડ પણ હાલાઇ દીધેલ પણ હવે...