લવડોઝ અનલિમિટેડ - ભાગ ૪૪ - ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૩
હેલો મિત્રો કેમ છો બધા? આજે સપ્ટેમ્બર ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. હાલ સાતમ આઠમ ચાલે છે અને ગઈ કાલે જ જન્માષ્ટમી નો પવિત્ર તહેવાર હતો . જન્માષ્ટમી જેનો જન્મ અષ્ટમી ના રોજ થયો હોય અને જેના જન્મ નો સમય ના હોય પણ જેના જન્મ થી સમય શરુ થાય એવા દિવ્ય મહાપ્રભુ શ્રી કૃષ્ણ ના જન્મ ના દિવસો ચાલતા હોય કે જે એક યુગ છે અને જેના વિષે વાત કરીયે તો સમય વીતી જાય એવા શ્રી કૃષ્ણ થી મોટો લવગુરુ કોઈ ના હોય અને આ પવિત્ર દિવસો માં એના પ્રેમ ની વાતો સિવાય બીજી કોઈ વાત કરવી યોગ્ય જ નહીં તો આજે મારા પ્રિય લવસ્ટોરી એટલે કે રાધા કૃષ્ણ ની જ અમુક ખાસ વાતો ને વાગોળીએ.
રાધા રાની અને ભગવાન રાધા એક જ નામ છે અને કૃષ્ણ નામ એ સંસ્કૃત શબ્દ પરથી પડેલ છે જેનો અર્થ બ્લેક , અપારદર્શક જેવો થાય છે જયારે રાધા નો અર્થ કૃષ્ણ ની સ્ત્રી , કૃષ્ણમયી જે કૃષ્ણ માં છે અને કૃષ્ણ એના થી અલગ નહીં પણ એની અંદર જ છે . કૃષ્ણ ભગવાન વિષ્ણુ નો આઠમો અવતાર હતો પણ આ અવતાર એ આખા વિશ્વ માં સૌથી લોકપ્રિય છે કારણ કે આ અવતાર એમણે લોકો ને પ્રેમ , મિત્રતા , વચન , સંબંધ એમ ઘણા અર્થ સમજાવવા માટે લીધેલ હતો .
રાધાકૃષ્ણ ની લવસ્ટોરી ની શરૂઆત જ લોકો ને પ્રેમ નો અર્થ સમજાવવા થયેલ. કૃષ્ણ માનતા કે પ્રેમ એ એક પવિત્ર સંબંધ છે એને લગ્ન ની જરૂરિયાત નહીં . લગ્ન એ એક સમાધાન છે જયારે પ્રેમ એ બે હૃદય વચ્ચે પ્રસરતી નિસ્વાર્થ લાગણી છે . જે આખેઆખો અપારદર્શક છે જેને જોઈ શકતો નથી પણ મહેસુસ થાય છે. જેનો કોઈ આરંભ નથી તો એનો કોઈ અંત પણ નથી . પ્રેમ એ સમાજ ના તમામ બંધનો થી મુક્ત છે જેની કોઈ સીમા નહીં હોતી . માટે જ રાધા કૃષ્ણ ના લગ્ન ના થયા હોય પણ આજે પણ જયારે કૃષ્ણ નું નામ લેવાય તો પહેલા રાધા નું નામ જ લેવાય છે .
કૃષ્ણ ના માટે પ્રેમ દિવ્ય છે અને તેમણે પોતાનું જીવન પણ એમાં વિતાવેલ છે તેમણે એક કલ્પના તરીકે પ્રેમ શરુ કર્યો અને પછી લોકો ને પ્રેમ નો હેતુ સમજાવ્યો. ભગવદ ગીતા માં એમણે કહ્યું કે “જે વ્યક્તિ કોઈ જોડાણો ધરાવતી નથી તે ખરેખર અન્ય લોકોને પ્રેમ કરી શકે છે, કારણ કે તેમનો પ્રેમ શુદ્ધ અને દૈવી છે.”
કૃષ્ણ એ પણ સમજાવ્યું કે પ્રેમ ની કોઈ ઉમર નથી હોતી અને આ માટે જ એમના પ્રેમ ની શરૂઆત બાળપ્ણ માં જ થઇ. અંદાજિત ૧૦ વર્ષ ના હતા ત્યારે રાધા રાની પોતાનું પવિત્ર દિલ કૃષ્ણ ની વાંસળી ના સુર પર મોહી ગયા. કૃષ્ણ પણ રાધા ની એ રૂપ પર મોહી ગયેલ . આજે ઘણા કેસ માં એવું જોવા મળે છે કે બે પ્રેમીઓ પોતાના પરિવાર ને લીધે બે લોકો એક નહીં થઇ શકતા પણ આ બધું તો કૃષ્ણ ના જીવન માં પણ થયેલ જયારે એમણે પોતાના રાધા સાથે ના પ્રેમ ની વાત માતા-પિતા અને ઋષિ ને કરી તો બધા એ ના પાડેલ અને કહ્યું કે રાધા નો પરિવાર આપણા પરિવાર થી નાનો છે પણ કૃષ્ણ એ હકીકત રાધાજી ને જણાવી અને એક વચન આપેલ કે ભલે હું સાથે રહું કે ના રહું પણ મારા દિલ માં હંમેશા રાધા જ રહેશે અને મારા નામ ની પહેલા હંમેશા તમારું નામ જોડાયેલ રહેશે
કૃષ્ણ એ એક યુગ. પ્રેમ, સ્નેહ , લાગણી , બુદ્ધિ નું પ્રતીક અને રાધા જી આની અભિવ્યક્તિ. જો કૃષ્ણ સૂર્ય છે તો રાધા જી એનો પ્રકાશ . કૃષ્ણ નદી છે તો રાધા જી એનું જળ. કૃષ્ણ રાધા એ બે નહીં પણ એક જ છે અને કોઈ એક ના નામ ની પરિકલ્પના પણ બીજા વિના અધૂરી જ છે.રાધા કૃષ્ણ ના પ્રેમ અને બલિદાન આપણા જીવન માં સદાયે આપણા જીવન માં જીવંત છે એમના પ્રેમ ને લોકો એ સદીઓ થી જીવંત રાખેલ છે અને આજે પણ કૃષ્ણ એ તમામ ના જીવન માં આવે છે જે સત્ય , પ્રેમ , મિત્રતા નિભાવે છે. રાધાકૃષ્ણ નો પ્રેમ એ એક સનાતન છે જેમ સૂર્ય ઉગે છે અને દિવસ થાય છે એમ જ પ્રેમ પણ આજીવન છે અને એમનો પ્રેમ યુગો યુગ સુધી ચાલતો જ રહેશે અને ફરી એ અવતાર પણ લેશે .
તો મિત્રો આજે આટલું જ લખવા માં તો કદાચ લખશું એટલું ઓછું પડશે પણ સમય મર્યાદા ને લઇ ને આજે આટલું j , આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment