મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૪૪ - ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૩



હેલો કેમ છો મિત્રો , ૨૦૨૩ ના સોલિડ સપ્ટેમ્બર ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? આ વીક માં રક્ષાબંધન ગઈ અને આવતા અઠવાડિયે સાતમ-આઠમ છે તો સૌથી પહેલા આપ સૌ આ તહેવારો ની હાર્દિક શુભકામનાઓ. હવે વધુ ટાઈમ ના લેતા લાસ્ટ ટાઈમ જ્યાં થી અટકેલ ત્યાં થી જ હવે વાત શરુ કરીયે.


લાસ્ટ ટાઈમ જોયેલ કે કઈ રીતે મારી ફાઇનલ પરીક્ષા નજીક આવી ગયેલ અને હવે લોકો ઘરે પણ આવી રહેલ અને સાથે સાથે મને ફોન કોલ્સ , મેસેજીસ પણ શરુ થઇ ચૂકેલ અને દિવસો પર દિવસો જઈ રહેલ લોકો ને મારા થી ખુબ આશાઓ હતી અને એક વિશ્વાસ પણ. અત્યારે મને કોઈ રાજકુમાર જેવી ફિલિંગ આવી રહેલ. બધી જગ્યે એક તહેવાર નો માહોલ હતો અને હવે ફક્ત ૨ જ દિવસ બાકી હતા. જેમ જેમ દિવસ નજીક આવી રહેલ દિલ જોર જોર થી ધડકી રહેલ કદાચ ૧૦૦૦ કિલોમીટર ની સ્પીડે. બસ હવે આજ ની રાત અને કાલ નો દિવસ બાકી હતો અને પપ્પા એ કહ્યું કે ચાલ થોડો ફ્રેશ થા હવે અને એમને કોમ્પ્યુટર માં ૩ ઇડિયટ ચાલુ કરી અને મને જોવા બેસાડ્યો.


હવે અંદર થી ઈચ્છા પણ હતી તો બીજી બાજુ મને ફિલ્મ ના જોઈને પરીક્ષા માટે રેડી થવું હતું પણ તોય હું ફિલ્મ જોવા બેઠો. ફિલ્મ ના એક એક સીન્સ ને હું મારી લાઈફ સાથે જોડી રહેલ આફ્ટરઓલ મારી સાથે પણ બીજા ૨ ઇડિયટ હતા. બસ સ્ટોરી થોડી અલગ હતી. ફિલ્મ થી એક વસ્તુ તો ખ્યાલ આવી જ ગયેલ લાઈફ માં બધું જ છૂટી જાય તો પણ લાઈફ એક ચાન્સ જરૂર આપે છે બસ હવે જોવાનું હતું કે રિયલ લાઈફ એ ફિલ્મી લાઈફ સાથે કેટલો રીલેટ કરે છે અને હું ફિલ્મ ને ફોક્સ કરી રહેલ અને આલ ઇઝ વેલ પણ શીખી ગયેલ અને ફિલ્મ પુરી થતા જ હું પણ સુઈ ગયેલ અને હવે બીજા દિવસ નો સુરજ પણ કૂકડે કુક ની જેમ બોલી ને જગાડી રહેલ વર્ષો થી રાહ જોવાઈ એ રાહ મહિના ઓ માં ફરી અને પછી દિવસો માં અને હવે કલાકો થી મિનિટો માં પરિવર્તિત થવાની હતી.


હું કાલે ફર્સ્ટ પેપર ગુજરાતી નું હતું અને હું મારી માતૃભાષા ના આ પેપર ને બધી જ રીતે જીતવા એક યોદ્ધા જેમ મેદાન માં ઉતરે એમ હું પણ તૈયાર થયેલ. આજે પણ લોકો ના ફોન ચાલુ હતા તો બીજી બાજુ સાંજે ક્લાસીસ માં પણ આરતી કરવા જવાનું હતું હવે બેકગ્રાઉન્ડ માં પણ એક રેસ મ્યુઝિક ચાલુ થઇ ગયેલ અને મન માં કાલ ની પરિકલ્પના પણ શરુ થઇ ગયેલ અને આ બધા ની વચ્ચે કઈ હતું જે મને એક સુકુન આપી રહેલ અને હું થોડો રિલેક્સ થઇ રહેલ . પણ મન માં એક ઊંચાટ રહેતો હતો મને નહોતી ખબર કે મારી જોડે શું થવાનું છે બસ હું ફક્ત આંખ બંધ કરી ને મારા ગમતા ચહેરાઓ ને જોઈને ખુશ થઇ રહેલ અને બધું જ ઉપર વાળા પણ છોડી દીધેલ અને હવે આખરે એ દિવસ આવી જ ગયો.


સવારે કુકડા કરતા પણ પહેલા હું જાગી ગયો અને ફટાફટ ભગવાન નું નામ લઈને તૈયાર થઇ ને વાંચવા બેસી ગયો અને જેમ જેમ સમય કપાતો હતો તેમ તેમ હું આગળ વધી રહેલ અને પછી લગભગ ૯ વાગે મહાદેવ ના દર્શન કરી ને ૯:૩૦ ના હું પરીક્ષા આપવા નીકળ્યો . આખું કોમ્પ્લેક્સ મારી સામે જોઈને મને વિશ કરી રહેલ તો બીજી બાજુ મારા સિનિયરમાં થી પણ ફૂટબોલ અને બીજા લોકો જેમને મારા પર ખુબ વિશ્વાસ હતો એ લોકો પણ મને ઓલ ધ બેસ્ટ કઈ રહેલ અને હવે હું એક યુદ્ધ પર જતા રાજાની જેમ તૈયાર હતો અને દોડી રહેલ. 


સ્કૂલ નામ થી જ પંકાયેલ હતી પણ માર નસીબ એ સમયે કદાચ એના થી પણ વધુ . નીચે ગ્રાઉન્ડ માં જ મારો નંબર હતો અને હું અંદર જતો હતો ત્યારે અર્પણ સર પણ બહાર મળેલ હું એમના આશીર્વાદ લઈને અંદર ગયો અને ત્યાં સ્કૂલ માં મારુ પુષ્પ અને અન્ય રીતે સ્વાગત કરી ને હું પરીક્ષાખંડ માં પહોંચ્યો અંદર જઈ ને મેં જોયું તો ન જાણે મને જોઈને બીજા લોકો ઘણા ખુશ થઇ ગયા કે હવે આ અહીં છે તો કોઈ ટેંશન જ નહીં પણ મને એવું થઇ રહેલ કે આજુ બાજુ બધા ડફોળ જ આવ્યા પણ એ મને બહુ લેટ સમજાયું અને કદાચ અત્યારે પણ મને યાદ આવે છે એ વાત તો હસવું પણ આવે છે અને મારા પર શરમ પણ . સાથે ભગવાન ને થેંક્યુ પણ કહું છું.


આખરે બેલ વાગ્યો અને પરીક્ષા શરુ થઇ હાથ માં પ્રશ્ન પેપર આવ્યું અને મારા ચહેરા પર થોડો ગંભીર માહોલ સર્જાયો અને આજુબાજુ બીજા બધા ને જોતા હું થોડો વધુ જ નર્વસ થઇ ગયો કેમકે લોકો ના ટેંશન વધી રહેલ અને હું પણ ગંભીર થઇ રહેલ  પણ આંખો બંધ કરીને માઈન્ડ ને થોડું ફ્રેશ કર્યું અને પછી આગળ વાંચી ને હું ફાઈનલી એક્ઝામ આપવાનું શરુ કર્યું , વ્યાકરણ આમ તો રોકડા ૪૦ માર્ક્સ નું હોય પણ આ ટાઈમે વ્યાકરણ બધા ને રોવડાઈ રહેલ મેં જેમ તેમ કરીને ગદ્ય પદ્ય પૂરું કર્યું અને વ્યાકરણ શરુ કર્યું અને હવે ભગવાન નું નામ સાથે એને પૂરું કરી રહેલ ધીમે ધીમે તો સમય ની જોડે રેસ કરીને એ સેક્શન પણ પૂરું કર્યું અને હવે લાસ્ટ ૯૦ મિનિટ અને મેઈન ૨ સેક્શન હતા જ્યાં ઓવરઓલ ટાર્ગેટ ના માર્ક્સ કવર કરવાના હતા.


હું નિબંધ અને બીજા સેક્શન પર કવર કરી ને મારુ પેપર પૂરું કર્યું અને હવે છેલ્લી ૫ મિનિટ હતી અને લોકો મને જોઈ રહેલ કે બોસ આ કેટલું લખશે પણ  મને હજી એ વ્યાકરણ નો અફસોસ હતો પણ તોય હું ચહેરા ને શાંત કરીને ફ્રેશનેસ્સ સાથે પરીક્ષા થી બહાર નીકળ્યો પણ અહીં કઈ અલગ જ દ્રશ્ય હતું એક બાજુ ત્સુનામી આવી ગયેલ તો બીજી બાજુ તાંડવઃ ચાલી રહેલ અને આ બંને ની વચ્ચે હું અર્ધ યુદ્ધ જીતીને આવતા યોદ્ધા ની જેમ બહાર આવી રહેલ અને પપ્પા ને ગેટ ની બહાર આવી ને બધી વાત કરી અને હવે અમે ઘરે જવા નીકળ્યા. મારો મૂડ ઑફ થઇ ગયેલ પણ તોય હજી હિંમત રાખવાની હતી અને કાલે સામાજિક વિજ્ઞાન ની પરીક્ષા હતી આ પેપર મારી લાઈફ નો એક નવો ટર્નિંગ પોઇન્ટ લેવાની હતી પણ હું એના થી અજાણ હતો ઘણું બધું એક જ દિવસ માં થવાનું હતું અને એની સાથે સાથે એક ઐતિહાસિક ઘટના પણ રચાવાની હતી.


સાંજે પાંચ વાગ્યા અને ટ્યૂશન માં સંકેત આયો તો એને કીધું કે અર્પણ સર કેહતા હતા કે લોકો ને પહેલા જ પેપર માં દાવ થઇ ગયો મારુ ઓવરઓલ સારું હતું ને? અને મને થયું કે સર પર્સનલી પૂછે છે હેટ્સ ઑફ પણ હવે કાલ નો દિવસ એક નવી શરૂઆત કરવાનો હતો શું હતી એ શરૂઆત એ આપણે જોઈશું આવતા મહિને.


આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.


 


 


https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform


 


 


 


 


 


 


 


 


 


 


 


ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial


 


 


ટિવટર : https://twitter.com/ManthanVThakkar


 


 


ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments