મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૪૫ - ૦૧ ઓક્ટોબર ૨૦૨૩
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૩ ના અમેઝિંગ ઓક્ટોબર ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? ગાંધીજ્યંતી થી શરુ થતા આ મહિના માં નવરાત્રી અને શ્રાદ્ધપક્ષ જેવા પવિત્રો દિવસો પણ છે અને હમણાં જ રામદેવપીર ની નવરાત્રી અને ગણેશ મહોત્સવ ની પુર્ણાહુતી થઇ તો આ બધા જ પવિત્રો દિવસો ની આપને શુભકામનાઓ હવે વધુ ટાઈમ ના લેતા લાસ્ટ ટાઈમ જ્યાં થી અટકેલ ત્યાં થી જ હવે વાત શરુ કરીયે.
લાસ્ટ ટાઈમ આપણે જોયેલ કે કઈ રીતે બોર્ડ ની પરીક્ષા ના શ્રી ગણેશ થયેલ પણ લોકો ના પ્રથમ પેપર માં જ મૂડ ઑફ થઇ ગયેલ અને હજી તો બાકી ના પેપર પણ બાકી હતા. હવે કાલે તો સામાજિક વિજ્ઞાન નું પેપર હતું આ એ જ પેપર જે જયારે પણ વાંચતો ઊંઘ આવી જતી અને દસમા માં જ ઇતિહાસ માં આખા વારસાઓ આવી ગયેલ , ભૂગોળ તો નામ નું જ લાગતું બાકી નક્શાઓ એ જ આખી ચોપડી ભરેલ અને નાગરિક સાલું આપણને નાગરિક હોવાથી નફરત થઇ જાય ,નાગરિક ના નામે આખા અર્થશાસ્ત્ર ઠોકેલા.
આખરે કાલે સામાજિક વિજ્ઞાન નું પેપર , સાવ નહોતું આવડતું એવું નહોતું પણ તોય થોડી ફાટી પડેલ. એક તો પ્રથમ પેપરે બુચ મારી દીધેલ અને બાકી ના પેપર નો મૂડ પણ હાલાઇ દીધેલ પણ હવે કાલે તો ઇતિહાસ સર્જવાનો હતો જે હું પણ અજાણ હતો. વાંચી ને રાતે સુઈ ગયેલ અને બીજા દિવસે કુકડા કરતા પણ વહેલા ઉઠી ને હું વાંચવા લાગી ગયો. સમય ધીરે ધીરે ની જગ્યે બહુ જ ફાસ્ટ જતો હોય એમ લાગતું હતું. હું તૈયાર થઇ ને મહાદેવ ની પૂજા કરી ને હું નીકળ્યો . આજે બધું જ બદલવાનું હતું અને એની શરૂઆત સવાર થી જ થઇ ગઈ . નીકળવા ના ટાઈમે જ પપ્પા ના સ્કુટર માં પંચર પડ્યું હવે સમય ૨૦ મિનિટ અને ટાઈમે પહોંચવું શું કરીશું. ત્યાં જ પપ્પા એ વત્સલ કાકા ને ફોન કર્યો અને એ બાઈક લઈને આવી ગયા અને મને મૂકી ગયા. ટેંશન તો ખુબ હતું પણ એ દિવસે એક વાત ખબર પડી કે જયારે ટેંશન હોય કે કઈ જ સૂઝતું ના હોય ત્યારે સરસ તૈયાર થાવ , મસ્ત સુંગધીદાર સ્પ્રેય એન્ડ ડિયો કરો આજુબાજુ ના વાતાવરણ ને પ્રફુલ્લિત જોઈને એક અલગ વાઇબ મળશે અને આગ લાગી જશે. એક નવો જ મૂડ બની જશે. હું પણ એ દિવસે એજ મૂડ સાથે આગળ વધેલ.
મારી અંદર એક આગ હતી અને મને જોઈને બીજા લોકો ના પણ મૂડ પણ બની ગયા. મારી અંદર ખબર નહીં કેમ પણ એક અલગ જ જલવો આવી ગયેલ અને પેપર શરુ થાય એ પહેલા લોકો ના સેડ મૂડ ને મેં ચોંકાવી દીધેલ મારા હસતા ચહેરા અને મારા માંથી આવતી મહેક ને લીધે. લોકો વિચારતા કે આ આટલો ફ્રી કઈ રીતે હોય શકે. શું આને કોઈ જ ટેંશન નહીં પણ એ જ ટેંશન ને હું મારી અંદર દબાવી ને બેઠેલ. હવે મારી રિલેક્સ મોમેન્ટ ને જોઈને મયુરે પૂછ્યું કે ભાઈ હેલ્પ કરજે ને આજે મેં કીધું નો પ્રોબ્લેમ હું મારી પુરી કોશિશ કરીશ. હવે એ પણ થોડો રિલેક્સ થયો અને એની જોડે આજુબાજુ વાળા પણ .
હવે પેપર શરુ થયું અને હું હસતા મોઢે વાંચતો હતો લોકો મારી સામે જોઈ રહેલ પોતાના પેપર ની જગ્યે મને જોઈ રહેલ. હું થોડો રિલેક્સ થઇ ને મેઈન ૭ માર્ક્સ ના પેપર પર શરૂઆત કરી અને ત્યાં થી જ પેપર લખવાનું શરુ કર્યું લોકો મારી સામે જોઈ રહેલ અને અતુલ પટેલ એ ટાઈમે નિરીક્ષક હતા એ પણ જોઈ રહેલ કે બધા ટેંશન માં છે અને આ બિન્દાસ્ત લખે છે એને પણ ખ્યાલ આઈ ગયો કે આ હોશિયાર છે. હવે અસલી જંગ શરુ થવાનો હતો. હું ધમધમાઈ ને લખી રહેલ અને લોકો મને જોઈ રહેલ મેં બિન્દાસ્ત રીતે મારી સામે ના જોનાર ને ઇગ્નોર કરી ને લખી રહેલ હવે લગભગ ૨:૩૦ કલાક માં લોકો ની વિકેટ પડી ગયેલ પણ હું રમી રહેલ.
હવે મને તરસ લાગી અને હું પાણી પીવા ગયો અને મારે લાસ્ટ ૩૫ માર્ક્સ નું પેપર બાકી હતું પણ હું પાણી પીને એવું ત્યાં એ નિરીક્ષકે મારુ પેપર લઇ ને બધા ને જવાબ લખવી રહેલ લગભગ ૩૦ માર્ક્સ નું લખાઈ દીધું હું મજબુર હતો મારી સામે બધું ખોટું હોવા છતાં જ હું કઈ કરી શકતો નહોતો અને હવે તો લોકો માં પણ એક હિંમત આવી ગયેલ બિન્દાસ્તપણે મને પૂછી રહેલ અને મારે જવાબ પણ આપવા પડતા તો કોઈ તો મારુ પેપર લઇ ને જ લખવા લાગેલ. આખરે પેપર પત્યા પછી લોકો મને થેન્ક્સ કેહતા એક બાજુ તો મને ફૂલ ગુસ્સો આવેલ તો બીજી બાજુ હું શાંત થઇ ને બહાર આવતો કેમકે બધે જ મારા નામ ની ચર્ચા હતી. લોકો ના હસતા ચહેરા મને પણ એક અલગ જ વાઇબ આપી રહેલ.
હવે ઘરે જતી વખતે મેં બધી હકીકત પપ્પાને કહી એમને કહ્યું કે જે થાય છે એ સારા માટે થાય છે ભલે તને એવું થયું પણ કદાચ એમને થોડી હેલ્પ મળી એમના આશીર્વાદ તને મળશે. આશીર્વાદ આ શબ્દ ત્યારે મને ગુસ્સો પણ આપતો અને આજે હસવું આઈ જાય છે તો આંખ માં આસું પણ કેમ એ બહુ જ જલ્દી ખ્યાલ આઈ જશે. હવે ઘરે જઈને એક દિવસ ની રાજા હતી અને મેથ્સ ની પરીક્ષા. મારુ ડ્રીમ કે ૧૦૦ થી ૧૦૦ લાવવા છે અને મેં મારી આખી જાત ને પણ ઘસી નાખી. જયારે દસમા નો પહેલો દિવસ હતો ત્યારથી જ ૧૦૦ લાવવા એ મારુ સપનું અને ગોલ હતો. હવે ફક્ત એ એક જ કદમ દૂર હતો . હું મારી આખી જિંદગી ઘસી ને પણ એ પૂરું કરવાનો હતો. પણ એ પહેલા બીજા દિવસે મંદિર માં એક સરસ મુલાકાત થઇ જેને લીધે મને આ સપનું વધુ પાક્કું થયું. હવે તો એક સાથે ઘણા સપના પુરા થવાના હતા અને લાઈફ પણ સુખી થવાની હતી. અસંખ્ય સપનાઓની દોડ મારા મગજ માં ચાલી રહેલ. જિંદગી ના એ તબબકા માં હું ઉભો હતો મારી સામે સપનાઓ ની હારમાળા હતી તો બીજી બાજુ આગળ ની જિંદગી ના સોનેરી સૂર્યપ્રકાશ ની વાટ જોવાતી હતી .
આખરે એ દિવસ આવી ગયો અને હવે તૈયાર થઇ ને એકદમ શહેનશાહ ની જેમ જ હું સ્કૂલે પહોંચ્યો અને બધા મને સામે થી મળવા આવી રહેલ એકદમ સેલિબ્રિટી ની ફીલિંગ આવી રહેલ એ ફર્સ્ટ ટાઈમે હતું કે મને સેલિબ્રિટી ની ફીલિંગ આવેલ અને એક સેલિબ્રિટી કોને કહેવાય એ પણ ખ્યાલ આવેલ. લોકો કેહતા હતા કે ભાઈ આજે પણ પાસ કરાઈ દેજે અને હું એક સ્માઈલ સાથે કહેતો કે ડોન્ટ વરી આજે તો મારો દિવસ છે. કેમકે એ દિવસે મમ્મી નો બર્થડે પણ હતો અને મારુ ફેવરિટ પેપર. અને એ પણ પુરા માર્ક્સ લાવવાની ઘેલછા અને પુરી તૈયારી . પેપર આવતા જ હું રોબોટ ની સ્પીડે મચી પડેલ. હવે હું લોકો ને લખાવી પણ રહેલ અને મારુ પણ કરી રહેલ હવે લાસ્ટ ૩૦ મિનિટ અને છેલ્લા ૩૦ એમ.સી.ક્યુ. બાકી હતા. હવે બિન્દાસ્ત હતો હું કેમકે બધું જ મારા ધારેલ મુજબ નું હતું પણ ખબર નહીં અચાનક જ મને કેમ પરસેવો થઇ રહેલ અને અને દિલ માં એક બેચેની થઇ રહેલ બધું જ મને આવડતું હતું તોય ખબર નહીં કેમ આવી થઇ રહેલ. તોય હું મારા પેપર ને પૂરું કરવા જય રહેલ. બસ હવે છેલ્લી ૫ મિનિટ અને લાસ્ટ ૩ એમ.સી.ક્યુ. હતા એને માટે એક ન્યૂ સપ્લિમેન્ટ્રી લીધી . અને પેપર પૂરું કરીને હું ફ્રી થયો. બધું જ ઓકે હોવા છતાં હું ટેન્સ હતો આઈ ડોન્ટ કનો વાહ્ય બટ સમથિંગ વિલ હેપ્પન. હશે હું મારી મસ્તી અને ખુશ મૂડ સાથે બહાર આવ્યો અને કહ્યું કે પુરા આજે તો . અને મામી ના બર્થડે માટે રસ્તા માં થી ફરસાણ લઇ ને ઘરે ગયા.
આગળ કઈ એવું થવાનું હતું જે મારી લાઈફ ને એક ન્યુ ટર્નિંગ પોઇન્ટ માં લઇ જશે પણ શું એ ટાઈમે હું અજાણ હતો. એ આપણે જોઈશું આવતા મહિને.
આવતા મહિના સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment