મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨૮ - ૦૧ મે ૨૦૨૨
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૨ ના અમેઝિંગ મે ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે મે મહિના નો પ્રથમ દિવસ એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ તો સૌથી પહેલા તમામ ગુજરાતી અને મહારાષ્ટ્રીયન ને આ પવિત્ર દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ અને હવે આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી.. લાસ્ટ ટાઈમ જોયેલ કે ગણિત ની પરીક્ષા એક વાવાઝોડું બની ને બધા ના દિલ પર પાણી ફેરવી ગયેલ અને હવે સાયન્સ ભરખમ સબ્જેક પણ મારો પસંદગીનો , હા ખબર નહીં પણ કેમ પાંચમા ધોરણ થી જયારે ફર્સ્ટ ટાઈમ સાયન્સ આવ્યું ત્યાર થી મને બહુ ગમતો ઘણી વાર માર્ક્સ અપ ડાઉન પણ થયેલ તોય વધુ જ ગમે કેમકે બાળપણ થી કોમર્સ એટલે રખડુ અને નબળા ની છાપ મારા દિમાગ માં હતી અને નક્કી કરેલ કે એક સક્સેસફુલ એન્જિનિયર બનવાની ઘેલછા પણ હતી અને ૯ માં પછી તો સપનાઓ ની દોડ માં હું મારી પોતાની જાત ને જ એક એન્જીનીયર સમજવા લાગેલ પણ આપણા વિચારો કરતા હકીકત ઘણી અલગ હોય છે. આખરે સાયન્સ ની એ અઠવાડિક પરીક્ષા આઈ ગઈ ફરી બધા લોકો એક રેસ માં લાગી ગયા ચાલુ લેક્ચર્સ માં નીચે ગાઈડ ઓપન અને પુરા માર્ક્સ લાવવાની તૈયારી સાથે પણ કેટલુ...