લવડોઝ અનલિમિટેડ - ભાગ ૨૭ - ૧0 એપ્રિલ ૨૦૨૨
હેલો મિત્રો કેમ છો બધા? આજે એપ્રિલ મહિના નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . આજે આપણે વાત કરીશું એવા જ યુવા દિલો ની. અત્યારે ૧૦ માં ધોરણ ની પરીક્ષા ચાલી રહી છે અને ૧૦ મુ ધોરણ એક કારકિર્દી ને વળાંક આપે છે કેમકે એ ઉંમર અને એ સમય બધાની લાઈફ માં એક જ વખત આવે છે અને બધાને યાદગાર બની જાય છે.
વિરલ વેડ્સ વિરલ . શોકિંગ ને હા પણ અમુક કેસ માં જોડી જ નહીં પણ નામ પણ એક જ આવે. બંને વિરલ ૧૦ માં હતા સ્કૂલ અલગ પણ ટ્યૂશન એક જ અને આવા જવાનો રસ્તો પણ. છોકરો ૧૦ માં ની સાથે યુવાની માં ખૂંપેલ જયારે છોકરી એક સંસ્કારી અને સુશીલ અને એકદમ લક્ષ્મી અવતાર. પહેલી નજરે જ કોઈ ને ગમી જાય અને કોઈ નું પણ મન મોહી જાય. ફર્સ્ટ ટાઈમ જયારે છોકરા એ છોકરી ને જોઈ ત્યારે જ એને દિલ માં કઈ થવા લાગ્યું . ધીમે ધીમે એને બીજા વ્યસનો છૂટી ને એનું જ વ્યસન થવા લાગ્યું . દિવસ રાત બસ એને જ જોવા મથતો . ક્યારેક રજા ના દિવસે પણ કલાકો ના કલાકો એ છોકરી ની રાહ જોતો એના ઘર પાસે બેઠો રહેતો આખરે એક વખત હિંમત કરી અને એણે છોકરી ને કહ્યું પણ છોકરી આને બહુ સારી રીતે જાણતી હતી એને પણ ખબર હતી કે છોકરો એને ફોલો કરે છે અને પ્રેમ કરે છે પણ એના સંસ્કારે એને કહ્યું કે પ્રેમ હોય કે ના હોય પણ કોઈ ને ખરાબ રસ્તે થી સુધારવો એ જરૂરી છે. છોકરી એ કહ્યું કે સોરી મેં ક્યારેય આ વિષે વિચાર્યું જ નહીં કે મેં ક્યારે તને એ રીતે જોયો જ નહીં અને તારી ખરાબ આદતો ને લીધે હું શું કદાચ કોઈ પણ તારી જોડે ખુશ ના રહી શકે જો તું આ આદતો છોડે તો કદાચ આપણે એક સારા મિત્ર બની શકીયે .
બીજા દિવસ થી જ છોકરા એ પોતાની તમામ કુટેવો છોડી ને એક સારા વ્યક્તિ બનવાનું ચાલુ કર્યું. ભણવામાં ધ્યાન આપવા લાગ્યો અને છોકરી કઈ રીતે ખુશ રહે એ જ જોવા લાગ્યો કેમકે છોકરો સાચો પ્રેમ કરતો હતો. કહેવાય છે કે આપણે ભૂતકાળ થી ગમે એટલા ભાગીયે પણ કદાચ સમયચક્ર બદલાય અને આપણી સમક્ષ આવી જ જાય છે બસ એ દિવસે પણ એવું જ કઈ થયું. યુવાની માં પગ મુકતા જ દરેક પોતાની જાત ને સિંહ સમજી બેસે અને કોઈ પણ જોડે દુશમની કરી લે છે અને ક્યારેક આ દુશમની જ ભારે પડી જાય. એક મંત્રી નો છોકરો જેની સાથે ભૂતકાળ માં હોકી સ્ટિક થી મારામારી થયેલ અને લોહી ની નદીઓ વ્હેલ એ જ છોકરો ફરી આની સમક્ષ આવ્યો. વિરલ ના મિત્રો એ કહ્યું કે રાજ (મંત્રી નો છોકરો) પાછો આવ્યો છે અને આ વખતે એ બદલો લેવા માંગે છે પણ વિરલે કહ્યું કે મેં આ બધું છોડી દીધું છે અને હું આ ભૂલવા માંગુ છું પણ જૂની દુશમની કેમ ભુલાય. રાજે ધીમે ધીમે વિરલ ને હેરાન કરવાનું ચાલુ કર્યું પણ વિરલ શાંત હતો અને આનાથી રાજ ને પણ આશ્ચર્ય થયું પણ એને ખબર પડી કે ભાઈ પ્રેમ માં છે એટલે એને છોકરી ના નામ પણ ચીડવવા લાગ્યો પણ તોય વિરલ શાંત હતો.
ધીમે ધીમે મહિનાઓ જતા હતા પણ છોકરી નો કોઈ જવાબ નહોતો અને આ બાજુ છોકરો એક બાજુ પોતાના પ્રેમ ને જીતવા માંગતો હતો તો બીજી બાજુ સહનશીલતા થી પોતાના ગુસ્સા ને હરવા માંગતો હતો પણ રાજે એક દિવસ છોકરી નો રસ્તો રોક્યો અને એની મજાક કરી આ સાંભળી ને છોકરો પોતાનો કાબુ ગુમાવ્યો અને રાજ ને ચાર રસ્તે લાવી ને ઢોર માર માર્યો અને પછી છોકરી ના પગ માં પાડી ને છોકરી ને કહ્યું દરેક ખરાબ આદત છોડી , ક્યારે કોઈને હાથ પણ નહીં ઉઠાવે પણ જો કોઈ પોતાના ને નુકશાન પહોંચાડશે તો એને દુનિયા થી ઉપર પહોંચાડશે. આ સાંભળી ને છોકરી ની આંખમાં થી પણ આંસુ નીકળી પડ્યા અને એક જ જાટકે બંને એક બીજાને ભેટી ને પોતાના પ્રેમ નો એકરાર કર્યો.
તો મિત્રો હતી આ વખત ની લવસ્ટોરી. આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment