મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨૮ - ૦૧ મે ૨૦૨૨
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૨ ના અમેઝિંગ મે ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે મે મહિના નો પ્રથમ દિવસ એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ તો સૌથી પહેલા તમામ ગુજરાતી અને મહારાષ્ટ્રીયન ને આ પવિત્ર દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ અને હવે આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી..
લાસ્ટ ટાઈમ જોયેલ કે ગણિત ની પરીક્ષા એક વાવાઝોડું બની ને બધા ના દિલ પર પાણી ફેરવી ગયેલ અને હવે સાયન્સ ભરખમ સબ્જેક પણ મારો પસંદગીનો , હા ખબર નહીં પણ કેમ પાંચમા ધોરણ થી જયારે ફર્સ્ટ ટાઈમ સાયન્સ આવ્યું ત્યાર થી મને બહુ ગમતો ઘણી વાર માર્ક્સ અપ ડાઉન પણ થયેલ તોય વધુ જ ગમે કેમકે બાળપણ થી કોમર્સ એટલે રખડુ અને નબળા ની છાપ મારા દિમાગ માં હતી અને નક્કી કરેલ કે એક સક્સેસફુલ એન્જિનિયર બનવાની ઘેલછા પણ હતી અને ૯ માં પછી તો સપનાઓ ની દોડ માં હું મારી પોતાની જાત ને જ એક એન્જીનીયર સમજવા લાગેલ પણ આપણા વિચારો કરતા હકીકત ઘણી અલગ હોય છે.
આખરે સાયન્સ ની એ અઠવાડિક પરીક્ષા આઈ ગઈ ફરી બધા લોકો એક રેસ માં લાગી ગયા ચાલુ લેક્ચર્સ માં નીચે ગાઈડ ઓપન અને પુરા માર્ક્સ લાવવાની તૈયારી સાથે પણ કેટલું સાર્થક? આખરે રીસેસ પણ પુરી અને પરીક્ષા શરુ થવા આઈ અને ફરી દિલ જોર જોર થી ધડકવા લાગ્યું જેવું પેપર હાથ માં આવ્યું તો જોયું આતો ૨૦ જ માર્ક્સ ની છે અને વાહ બધું જ આવડે છે યસ બોસ આજે તો પુરા પાક્કા અને જેમ અર્જુન ભગવદ ગીતા પત્યા પછી કુરુક્ષેત્ર ના મેદાન માં લડવા લાગેલ એમ જ હું પણ એક્ઝામ ને એક યુદ્ધ ની નજરે જોવા લાગ્યો અને મારી પેન પણ એક અનસ્ટોપેબલ યુવા ની જેમ જ શરુ થઇ ગઈ અને બસ ૧૦ મિનિટ બાકી હશે એ પેહલા જ પરીક્ષા પુરી કરી દીધી પણ હજી મેકઅપ બાકી હતો મારો નહીં પેપર નો અને હું પેપર ને શણગારવા લાગેલ અને ૧૦ મિનિટ માં પ્રોપર દરેક પોઈન્ટ્સ હાઈલાઈટ કરીને અઝીમ ઓ શાન શહેનશાહ ની જેમ હું ક્લાસ્સ ની બહાર નીકળ્યો ફરી આજુબાજુ થી ચેતન અને બોબી આવ્યા અને જેમ ક્રિકેટ માં કોઈ વિકેટ આવે અને બધા એક બીજા ને મળે એમ અમે પણ એક બીજા ને મળ્યા
હવે આખા રસ્તે મજાક કરતા અમે આગળ વધી રહેલ અને બીજી બાજુ એક અલગ ઉત્સાહ પણ હતો કે આજે તો સારા માર્ક્સ આવશે જ અને અમે ધીમે ધીમે ઘરે આવ્યા અને પછી ફરી ટ્યૂશન હતું તો તૈયાર થઇ ને નીકળ્યા. જેમ તેમ કરીને અમારા કલાકો પાસ થઇ રહેલ અને ધીમે ધીમે વિકેન્ડ પણ પાસ થઇ ગયું અને હવે ફરી એક જાયન્ટ મંડે આવી ગયેલ પણ આજે ફરી ઉત્સાહ હતો કેમકે આ વખતે તો એવું કોઈ ડર જ નહોતો કે સારું રિઝલ્ટ ના આવે પણ અમારો ઉત્સાહ આજે પણ વધુ ના ટક્યો . ત્રીજો પિરિયડ શરુ થયો અને મેથ્સ માં હિતેશ સરે આવીને કહ્યું કે ગણિત માં કોઈ ના ૨૦ માર્ક્સ પણ નહીં અને બધાની વિકેટ જાણે ફર્સ્ટ બોલમાં જ પડી ગઈ હોય એમ બધાના મૂડ પડી ગયા.
રીસેસ માં બાજુ માં બધા મળ્યા એ લોકો ના રિએક્શન પણ આવા જ હતા. અને બસ બીજા જ દિવસે સી ક્લાસ્સ માં રિઝલ્ટ આવ્યું. વિનીત ને ૨૫ થી ૧૬ માર્ક્સ . સુપર ફ્લોપ શૉ જોઈને મારા મોતિયા મરી ગયા અને આ બાજુ ધીમે ધીમે બીજા લોકો ના પણ પેપર આવવા લાગ્યા . ચેતન ના પણ માર્ક્સ આવ્યા એ કદાચ ૧૮-૧૯ આસપાસ હતો અને મોક્ષા એ પણ આઈ થિન્ક ૨૦ લાવી. હવે ફક્ત ડિવિઝન બી જ બાકી હતું અને અહીં અમારી ધડકન વધતી જતી હતી. એક, બે ,ત્રણ એમ દિવસો જતા હતા પણ માર્ક્સ નહોતા આવ્યા અને એ પહેલા સાયન્સ નું રિઝલ્ટ આવી ગયું અને મારે ૨૦ માંથી ૧૯ શાનદાર પરફોર્મન્સ પણ હજી દિલ માં ગણિત નો ડર હતો કેમકે બોર્ડ માં પણ પુરા લાવવાની ઘેલછા અને પ્રયત્ન ચાલુ હતા અને જો કદાચ ફર્સ્ટ પગથિયું જ નમી જાય તો? પણ તોય દિલ પર હાથ રાખીને આગળ વધી રહેલ આ વખતે પણ ચેતન ના કદાચ ૧૮ હતા અને બીજા બધા ને પણ સારા માર્ક્સ હતા સો થોડો માહોલ હળવો થયેલ પણ એક તલવાર હજી લટકી રહેલ.
જેમ તેમ કરતા આ વિકેન્ડ પણ આવી ગયું અને હજી ગણિત નું રિઝલ્ટ નહોતું આવેલ તો હું હજી પણ રાહ જોઈ રહેલ પણ આ બાજુ ચેતન અને બોબી મજાક માં હતા કે ભાઈ આવી જશે ફિકર નોટ પણ હું કદાચ બહાર નહોતો આવી શકતો અને બીજી બાજુ મારા દિલ માં ઘણા તરંગો ઉત્પ્ન્ન થઇ રહેલ જે મને કોઈ અલગ જ દિશા માં લઇ જય રહેલ , આજે આ બધી વાતો થી ઘણો દૂર છું પણ એ માટી ની મહેક , એ યાદો અને એ જોર થી ધડકતું દિલ આજે પણ આંખો બંધ કરતા મારી સામે આવી જાય છે આજે કદાચ ભગવાન ફરી આવે અને પાસ્ટ માં જવાનો ચાન્સ આપે તો હું એ ક્ષણ ફરી માનવ માંગીશ ત્યારે કદાચ પૈસા નહોતા પણ એ યાદો અને એ સફળ મનોબળ હતું કે ભલે કઈ પણ થાય પણ હું તો બોર્ડ માં ૧૦૦ માંથી ૧૦૦ જ લાવીશ , એક અતૂટ આત્મવિશ્વાસ , એક નિસ્વાર્થ લાગણીઓ અને એ યુવાની માં પગ મુકવાની શરૂઆત સાથે ની મજાક મસ્તી , અને અમારી ત્રિપુટી , એક રાઉડી પણ અને એક સુપર હીરો પણ. ઘણું બધું કદાચ એક જ ટાઈમ માં . પણ બધું એક સાથે ના મળે નો વન ઇસ પરફેક્ટ સમય નું પણ કઈ એવું જ છે.
આજે અહીં સુધી જ બીજું આવતા મહિને .આવતા મહિના સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment