મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨૭ - ૦૨ એપ્રિલ ૨૦૨૨



હેલો કેમ છો મિત્રો , ૨૦૨૨  ના અમેઝિંગ એપ્રિલ ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે ચૈત્ર મહિનાનો પ્રથમ દિવસ ગુજરાતી માટે નવરાત્રી , સિંધી માટે ચેટીચાંદ અને મરાઠી માટે ગુડી પડવો . બધા ને આ પવિત્ર દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ અને હવે  આજે આપણે વાત કરીશું જ્યાંથી ગયા વખતે અટકેલ ત્યાં થી..


લાસ્ટ ટાઈમ જોયેલ કે ગણિત ની અઠવાડિક પરીક્ષા આવી રહી હતી અને ફાઈનલી આજે તો એ દિવસ પણ આઈ ગયેલ . પુરા માર્ક્સ લાવવાની ઘેલછા અને એની સાથે જોર થી ધડકતું મારુ દિલ આજે પણ એ મોમેન્ટ ને યાદ કરતા દિલ જોર થી ધડકે છે અને એ દિવસ યાદ આવે છે કેમકે ૧૦ માં ની પ્રથમ પરીક્ષા ભલે અઠવાડિક હતી પણ પ્રથમ હોવાને લીધે એનો ક્રેઝ જ કઈ અલગ જ હતો. સ્કૂલ પહોંચી ગયા અને ક્યારે ૩ પિરિયડ પતે અને પેપર મળે એની રાહ જોવાતી હતી. બધા લોકો ચાલુ લેક્ચર્સ માં પણ નીચે પરીક્ષા ની જ તૈયારી કરી રહેલ અને એની જોડે રીસેસ માં પણ . મારી સાથે ખાસ કરી ને સાર્થક માં આવનાર બધા ના દિમાગ માં પુરા માર્ક્સ લાવવાની ઘેલછા જ હતી અને એ ટાઈમે હું કદાચ મારાથી વધુ ભગવાન પર ભરોસો રાખનાર કે ભગવાન છે તો મારી જોડે બધું જ સારું થશે. આજે પણ વિશ્વાસ છે પણ સાચું કહું તો આજે હું ભક્તિભાવ માં એટલો સમય નહીં આપી શકતો પણ આજે પણ ભગવાન ને આંખ બંધ કરી ને યાદ કરું તો એ મારી જોડે જ હોય છે.


ફાઈનલી ધીમે ધીમે ૨ વાગ્યા અને બસ ૧૦ જ મિનિટ માં પરીક્ષા શરૂ થવાની હતી. અને આ ૧૦ મિનિટ બધા ના દિલ જોરથી ધડકી રહેલ અને ૧૦ મિનિટ પુરી બધા ના હાથ માં પેપર આવી ગયું અને હું પાગલ સૌથી પહેલા એ જોતો હતો કે કઈ જાગ્યો ૧+૧ છે? પેપર જોયું મને તો કઈ જ અઘરું ના લાગ્યું. મારી જોડે બીજા લોકો નો પણ એવો જ સીન હતો અને અમે બધા એક બીજા ની સામે જોઈ રહેલ અને ઈશારા થી કહી રહેલ કે ભાઈ એમાં તો કઈ જ અઘરું નહીં હા એક-બે ટ્રિકી સવાલો હતા પણ ઈમ્પોસ્સીબલ તો નહીં જ. પછી અમે પરીક્ષા સ્ટાર્ટ કરી અને જેમ નેશનલ હાઇવે પર ૧૫૦ ની સ્પીડ પર ધૂમ બાઈક ચલાવી રહ્યા હોય એમ પરીક્ષા લખી રહેલ. લગભગ ૫ મિનિટ બાકી હશે અને મેં પેપર પૂરું કર્યું બહાર નીકળી ને હજી હું એવું ત્યાં જ બોબી અને ચેતન પણ બહાર આવી ગયેલ અને ત્રણેય નો એક જ જવાબ હતો આગ લગાઈ દીધી. બોસ પુરા આવશે (એક વધુ મૃગજળ દોડ )


હવે અમે ઘર તરફ આગળ વધી રહેલ અને હવે અમે તો વિકેન્ડ ના મૂડ માં રંગાઈ ગયેલ પણ અમને ક્યાં જાણ હતી કે આ દોડ અમારી મૃગજળ ની છે ભલભલા લોકો પહેલા જ બોલે વિકેટ ગુમાવશે. સોમવાર નો એ દિવસ બધા ના ચહેરા ને ગમગીની કરી ગયો. સ્કૂલ છુટા પડતા જ કે બોસ ૩ માર્ક્સ નો જવાબ જ ખોટો છે આમ નહીં આમ આવે. અને બીજા ઘણા બધા. ૨૫ થી ૩ ગયા હવે ૨૨ પુરા આવે કે નહીં એનો પણ કોઈ જવાબ નહોતો. અને ઇતિહાસ બદલવાનો હતો કે ફર્સ્ટ ટાઈમ કોઈ પણ પુરા માર્ક્સ નહીં લાવી શકે પણ અસલી ટ્રેજેડી તો હજી બાકી જ હતી એ ધીમે ધીમે થવાની હતી અને ત્યાં સુધી બધા ના દિલ માં એક શોક હતો કે પોતાના મન માં લગાવેલ સપના જ તૂટી ગયા.હું પણ એમનો જ એક ભાગ હતો પણ હવે શું. હવે એનો શોક મણાઈશું તો આગળ કેમ જઈશ કેમકે હવે તો સાયન્સ ની પરીક્ષા હતી અને એમાં પણ પુરા લાવવાની ઘેલછા હતી અને બસ બધા ફરી એમાં જ દોડ માં લાગી ગયા.


ધીમે ધીમે ફરી વિકેન્ડ આવી રહેલ પણ હજી ગણિત નું રિઝલ્ટ નહોતું આવતું અને આગળ વીક માં સાયન્સ ની પરીક્ષા પણ હતી સો એક સાથે ૨ બાજુ ફોક્સ રાખવાનું હતું.પણ આ કહાની લખવા કરતા વધુ એ સમયે હું માણી રહેલ. આજે પણ કદાચ આ વાતો લખતા લખતા હું એજ ૧૨ વર્ષ પહેલા ના સમય માં પહોંચી ગયો હોય એમ લાગે છે પણ હવે સમય આવી ગયો છે ત્યાં થી પાછા ફરવાનો અને માટે જ હું અહીં થી અટકું છું વધુ આવતા મહિને.


આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.





https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform






ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial





ટિવટર : https://twitter.com/ManthanVThakkar


Comments