Posts

લોકશાહી નો તહેવાર

Image
૭ વીક એટલે કે ૫૦ દિવસ . ખુબ વધારે સમય થઇ ગયો આ ૫૦ દિવસ માં ના મેં કોઈ બ્લોગ પોસ્ટ કયો કે ના મારો કોઈ આર્ટિકલ આયો સોરી ફોર ધેટ , મારા ફેન્સ ના મેસેજ , કોલ્સ આયા પણ એમને પણ ના પાડવી પડી કે હમણાં નહિ ના એવું નથી કે કંઈ સૂઝતું નહોતું મારી પાસે પેન પેપર પર લખેલ હતા બસ અહીં મુકવાનું પોસિબલ ના થયું. આ ૫૦ દિવસ માં ઘણું બધું બની ગયું. જોબ છોડી દીધી , નવી ફિલ્મ , નવા નવા નાટકો નું નિર્માણ , માર્કેટિંગ   એડફિલ્મ્સ , ઘણા નવા સંબંધો પણ બન્યા અને જુના સંબંધો માં સુનામી પણ આઈ ગઈ. ભડભડ ઉનાળા માં લવ એટલે શું ? કેહતા કેહતા ફિર મહોબ્બત કરને ચલા અને પ્રેમ માં પંચર પણ થયું. વર્ડ્સ પર ના જાવ બધું જ શાંતિ થી કહીશ. પણ અત્યારે વાત કરવાની છે તો લોકશાહી અને વોટિંગ માટે. ગુજરાત ઈલેક્શન ને ૨ દિવસ ની વાર છે તો મારે મારા ફેન્સ ને એટલુંજ કેહવું છે કે બધા લોકો વોટ જરૂર થી આપજો. વોટ કોને આપવો એ તમારો અંગત નિર્ણય છે પરંતુ વોટ આપવો એ જરૂરી છે આપણે આશા માટે મત આપવો , જીવન માટે મત આપવો , આપણા બધા પ્રિયજનો માટે અને તેમના તેજસ્વી ભવિષ્ય માટે મત આપવો લોકશાહીનું કામ કરવા માટે , આપણે માત્ર સહભાગીઓ નહીં , સહભાગી...

વિશ્વ ચકલી દિવસ

Image
૨૦મી માર્ચ આજ નો દિવસ એટલે વિશ્વ ચકલી દિવસ. જનરલી કોઈ પણ દિવસ ને વિશ્વ દિવસ તરીકે જાહેર કરે કે પછી કોઈ પણ દિવસ ને વિશ્વ દિવસ તરીકે ઉજવીયે આપણે તો એની પાછળ નું કારણ તો આપણે જાણવું જોઈએ .શું કોઈ જાણે છે કે કેમ આજે જ વિશ્વ ચકલી દિવસ જાહેર કર્યો . પક્ષીઓ માં તો ઘણા પક્ષી છે તો પછી ચકલી ને જ કેમ વિશ્વ દિવસ તરીકે ઉજવીયે ? મોર તો આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો આપણે એનો પણ કોઈ દિવસ નથી ઉજવતા અને ચકલી ને જ કેમ ? આજ થી ૨૫-૩૦ વર્ષ કે એની પહેલા ના સમય માં સમજો કે આપણા બાપ -દાદા ના સમય માં ગામ હોય કે શહેર સવાર હોય કે સાંજ ચકલી નો ચી ચી અવાજ આવતો જ હોય. ચાલો ૨૫-૩૦ વર્ષ બહુ વધારે થઇ ગયા આપણે આપણા બાળપણ માં જ જઇયે ૧૦ વર્ષ પાછળ. બાળપણ નો સમય હોય એટલે સ્કૂલે જવાનું અને બાકી ના સમયે રમવાનું ૨ જ વસ્તુ યાદ હોય પરંતુ ઉનાળો હોય , ગરમી ની ઋતુ હોય અને એમાં પણ સ્કૂલ માં વેકેશન હોય એટલે આખો દિવસ ઘેર જ હોય. સવાર -સાંજ રમવાનું અને બપોરે જમી ને સુઈ જવાનું કે પછી ઘર માં કેરમ રમતા હોય કે વેપાર રમતા હોય ત્યારે પણ પક્ષી નો અવાજ આવતો હોય અને એમાં પણ ચકલી નું ચી ચી ચાલુ જ હોય. એક સમય એવું લાગે કે જો આ ચી ચી અવા...

સાચો બળવાન કોણ?

Image
છેલ્લા ૩ વીક થી અમુક કારણોસર હું નિયમિત રીતે લખી ના શકવા થી મારા મિત્રો અને વાચકો નો ફોને અને વૉટ્સઅપ પણ આયા પરંતુ આ બધા માટે દિલ થી હું આપ સૌ મિત્રો અને મારા વાચકો ની માફી માંગુ છું. છેલ્લા ૩ વીક થી   એક રિસર્ચ અને સમય ની માયાજાળ માં થોડો ફસાયો હતો અત્યારે આમાં થી બહાર આવી ને થોડો સ્વસ્થ થવાથી આપ સૌ ની સમક્ષ ફરી મારી વાત લઇ ની આવી રહ્યો છું. ક્યારેક એવું થાય છે કે સમય બળવાન છે તો ક્યારેક એવું થાય છે કે પૈસા જેની પાસે છે એ વધુ બળવાન છે. શું સાચું ? શું ખોટું ? કંઈ જ ખબર નથી પડતી કે સાચો બળવાન કોણ ? શાસ્ત્રો માં , વ્યાખાનો માં , બધે જ સમય ને બળવાન ગણ્યો છે ત્યાં સુધી કે મારા જ પોતાના નાટક સમયલીલા માં હું જ મારી ઓડિયન્સ ને કેહતો કે સમય બળવાન છે.પણ શું આ જ સત્ય છે કે ? રિયલ લાઈફ માં જોઈએ તો એવું જ લાગશે કે પૈસો જ બળવાન છે. બીજી બાજુ દિમાગ થી વિચારીયે તો એવું લાગે છે કે સમય અને પૈસો બને જ બળવાન છે. બને કયારેક એક સિક્કાની ૨ બાજુ હોય એમ લાગે છે. પણ તોય આ બને માં સાચું બળવાન કોણ ? સમય કે પૈસો ? શું એવું થઇ શકે કે આજ ના આ ગતિમય યુગ માં કોઈ નો સમય છે તો કોઈ નો પૈસો કે ...

નક્કામા કોણ? કોઈ કામ ના કરે એ કે બીજા સાથે અન્યાય કરે એ? - મંથન ઠક્કર

Image
( ડિસક્લેમર: હું અને સંકેત આ ફિલ્મ માં મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલા હતા પરંતુ આ રીવ્યુ સાથે એનો કોઈ જ સબંધ નથી. એક ઓડિયન્સ તરીકે જે ફીલ કર્યું એ જ લખ્યું છે.) શુક્રવારે રાતે પ્રીમિયર માં ફિલ્મ જોઈ ને તરત જ ફિલ્મ માટે લખવું હતું પણ રાતે મોડું થઇ ગયેલ અને કાલે કામ માં હોવા થી લખાયુ રહી જ ગયું નક્કામા વિશે   જ્યારથી ફિલ્મ સાથે   જોડાયો ત્યારથી જ ઘણી અપેક્ષા હતી. અવિનાશ ગૌરવ દિગ્દર્શિત ફિલ્મ નક્કામા એક વુમેન એમ્પાવરમેન્ટ આધારિત ફિલ્મ છે. એમની પ્રથમ ગુજરાતી ફિલ્મ છે પણ નાના માં નાની વાત ને ધ્યાન રાખેલ છે. સ્ક્રિનપ્લે પણ એટલા જ સુપર્બ લખ્યા છે. અખિલ કોટક ગુજરાત નો નવો હની સિંઘ ફિલ્મ ના લીડ એક્ટર સાથે પ્રોડ્યૂસર ઓફ નક્કામા ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને જ્ઞાતિબંધુ હોવાથી જ એમની સાથે આ ફિલ્મ માટે જોડાયો અને પરિચય પણ વધારે છે. માણસ તરીકે જેટલા સરળ વ્યક્તિ છે એટલી જ સરળતાથી   એક કલાકાર અને પ્રોડ્યૂસર તરીકે પોતાના રોલ અને ફિલ્મ ને પૂરતો ન્યાય આપ્યો છે. અખિલ ભાઈ બીજી ફિલ્મ જલ્દી બનાવો એવી શુભેચ્છાઓ પ્રાપ્તિ અજ્વાળીયા જેને લોકો   નામ થી ઓછા પણ કોફી ગર્લ થી વધારે ઓ...