મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૬૯ - ૦૪ ઓક્ટોબર ૨૦૨૫

હેલો કેમ છો મિત્રો ,૨૦૨૫ ના અફલાતૂન ઓક્ટોબર માં આપ સૌનું સ્વાગત છે . પ્રથમ વિકેન્ડએ આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું. હમણાં જ નવરાત્રી પુરી થઇ પણ જોશ હજુ પણ એજ છે અને આપ સૌ પણ હજુ ગરબા વાઈબ્સ મિસ કરી રહ્યા હશો તો એ જ એનર્જી સાથે આજ ની વાત જ્યાં લાસ્ટ ટાઈમે અટકેલ ત્યાં થી. ૧૨મું ધોરણ—એક એવું વર્ષ, જ્યાં દરેક દિવસ એક યુદ્ધ સમાન હોય છે. અભ્યાસ, સ્પર્ધા, સ્વપ્નો અને સંશય—all collide in a battlefield of the mind. “મારું વર્ઝન 2.0”ની યાત્રા તો શરુ થઈ ગઈ હતી, પણ એ યાત્રા હવે એક નવા પડાવ તરફ વળી રહી હતી. એ પડાવનું નામ હતું—કુરુક્ષેત્ર. એક શાંત સાંજ. ટાઈમ ટ્રેકર પર લખતી વખતે અચાનક એક નોટિફિકેશન આવ્યું—“કોલેજ ઓપન ડે માટે રજીસ્ટર કરો.” હું થોભી ગયો. “હવે તો બોર્ડની તૈયારી ચાલી રહી છે. આ બધું વચ્ચે?” પણ અંદરથી એક અવાજ આવ્યો: “મિશન 2.0 એ માત્ર માર્કશીટ માટે નથી. એ તો તારા સપનાની સ્કેચિંગ છે.” એ અવાજે મને એક નવી દિશા આપી. હું હવે માત્ર અભ્યાસ નહીં, પણ મારા ભવિષ્યના રોલ મોડેલ્સ, કરિયર ઓપ્શન, અને પેશન પ્રોજેક્ટ્સ વિશે પણ વાંચવા લાગ્યો. હું એક નવો પેજ ખોલ્યો—“મારું ભવિષ્ય ડિઝાઇન” એમાં લખ્યું...