નક્કામા કોણ? કોઈ કામ ના કરે એ કે બીજા સાથે અન્યાય કરે એ? - મંથન ઠક્કર
( ડિસક્લેમર: હું અને સંકેત આ ફિલ્મ માં મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલા હતા પરંતુ આ રીવ્યુ સાથે એનો કોઈ જ સબંધ નથી. એક ઓડિયન્સ તરીકે જે ફીલ કર્યું એ જ લખ્યું છે.) શુક્રવારે રાતે પ્રીમિયર માં ફિલ્મ જોઈ ને તરત જ ફિલ્મ માટે લખવું હતું પણ રાતે મોડું થઇ ગયેલ અને કાલે કામ માં હોવા થી લખાયુ રહી જ ગયું નક્કામા વિશે જ્યારથી ફિલ્મ સાથે જોડાયો ત્યારથી જ ઘણી અપેક્ષા હતી. અવિનાશ ગૌરવ દિગ્દર્શિત ફિલ્મ નક્કામા એક વુમેન એમ્પાવરમેન્ટ આધારિત ફિલ્મ છે. એમની પ્રથમ ગુજરાતી ફિલ્મ છે પણ નાના માં નાની વાત ને ધ્યાન રાખેલ છે. સ્ક્રિનપ્લે પણ એટલા જ સુપર્બ લખ્યા છે. અખિલ કોટક ગુજરાત નો નવો હની સિંઘ ફિલ્મ ના લીડ એક્ટર સાથે પ્રોડ્યૂસર ઓફ નક્કામા ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને જ્ઞાતિબંધુ હોવાથી જ એમની સાથે આ ફિલ્મ માટે જોડાયો અને પરિચય પણ વધારે છે. માણસ તરીકે જેટલા સરળ વ્યક્તિ છે એટલી જ સરળતાથી એક કલાકાર અને પ્રોડ્યૂસર તરીકે પોતાના રોલ અને ફિલ્મ ને પૂરતો ન્યાય આપ્યો છે. અખિલ ભાઈ બીજી ફિલ્મ જલ્દી બનાવો એવી શુભેચ્છાઓ પ્રાપ્તિ અજ્વાળીયા જેને લોકો નામ થી ઓછા પણ કોફી ગર્લ થી વધારે ઓ...