જિંદગી એક જ વખત મળી છે.ચાલ જીવી લઈએ. - મંથન ઠક્કર
ચાલ જીવી લઈએ જેના નામ માં જ જીવવાનું
હોય એને જોવાનું નહિ પણ એવી ફિલ્મ ને જીવવાની ઈચ્છા થાય. કોકોનટ મોશન પિક્ચર્સ
પ્રેઝન્ટ્સ અને વિપુલ મેહતા દિગ્દર્શિત ફિલ્મ ટ્રેલર જોઈ ને જ જોવાની ઈચ્છા થઇ
જાય.હું આ ફિલ્મ નો પાર્ટ નથી પરંતુ કોઈ પણ આ ફિલ્મ જોશે તો એનો એક ભાગ બની જશે
કેમકે આ ફિલ્મ લોકો જોવા કરતા વધારે આ
ફિલ્મ ને જીવી રહ્યા હતા.
વિપુલ મેહતા જે પોતે જ સફળ દિગ્દર્શક
છે આ વાત દિલ થી કહેવાની ઈચ્છા થાય કેમકે એમણે ફિલ્મો ની પહેલા રંગભૂમિ ને એટલા
બધા નાટકો આપ્યા અને દર્શકો ને ખુબ મજા કરાઈ અને હવે એ પર થી જ ફિલ્મો બનાવી ને
દર્શકો ને મજા કરાવે છે. વિપુલ મહેતા જેવા ડિરેક્ટર ના નાટકો હોય કે ફિલ્મ દર વખતે
ફેમિલી એન્ટરટેઇન અને કઈંક અલગ મેસેજ આપે છે.એક ડિરેક્ટર તરીકે ફિલ્મ માં નાની વાત
પર પણ એટલું જોરદાર ફોકસ કરેલ છે કે ફિલ્મ ની મજા બમણી કરેલ છે.
સવા બે કલાક ની ફિલ્મ માં કૉમેડી ,ડ્રામા,ઈમોશન,અને સૌથી વધારે જિંદગી જીવવાનો મેસેજ આ બધું જ જોવા મળે છે.
સિદ્ધાર્થ રાંદેરિયા સર તમારો તો હું
પહેલે થી જ જોરદાર ફેન છું. એમાં પણ જયારે તમને મળું કે તમને એકટિંગ કરતા જોવું તો
મને દિલ થી ખુશી થાય છે.જેટલી મજા તમને મળવા માં આવે છે એટલી જ મજા તમારા નાટકો
અને ફિલ્મ જોઈ ને આવે છે. ખલનાયક જેવી ફિલ્મ માં સિરિયસ પિતા નો રોલ હોય કે પછી
ગુજ્જુભાઈ તરીકે નો રોલ હોય નટસમ્રાટ નું પાત્ર હોય કે પછી એક બાપ નો રોલ જે
પોતાના દીકરા ને જિંદગી જીવતા શીખવાડે. દરેક વખતે તમારું વ્યક્તિત્વ કઈંક અલગ જ
હોય છે. આમાં પણ બિપિનચંદ્ર પરીખ ના રોલ માં ખુબ જ મજા કરાવી છે. અને એમાં પણ
તમારા ડાયલોગ ની ડિલિવરી અદભુત સરજી. ખરેખર તમે ગુજરાતી ફિલ્મ ના નટસમ્રાટ જ છો.
યશ સોની એટલે કે આદિત્ય પરીખ. ઓલ ટાઈમ
રેડી ફોર વર્ક . યશ ભાઈ ને શોર્ટ ફિલ્મ હોય કે ફીચર ફિલ્મ દરેક માટે પરફેક્ટ કલાકાર.
એમની શોર્ટ ફિલ્મ આઈ.એફ.પી. માં વિનર થયેલી પણ એ કદાચ કોઈ ને ખબર નહિ હોય પણ
લોકો છેલ્લો દિવસ થી વધારે જાણે છે. આમાં
પણ એક સુપર્બ રોલ.
આરોહી હજી પણ ઘણા લોકો એને અંતરા થી જ
ઓળખે છે. પ્રેમજી માં એક ગામ ની છોકરી નો રોલ, લવ ની ભવાઈ માં એક આર.જે અને આમાં પણ એક બિન્દાસ્ત ગર્લ. જેટલી
નિખાલસ પણે એ એક્ટિંગ કરે છે એટલી જ નિખાલસ એ રિયલ લાઈફ માં છે. એમને જોઈ ને
ક્યારેક એવું જ લાગે કે આરતી મેમ જ છે.સુપર્બ ડિયર.
સહકલાકાર અને મહેમાન કલાકાર માં ઘણા
બધા છે પણ સપોર્ટિંગ રોલ માં બેસ્ટ એવર જગેશ મુકાતી સર. રંગમંચ પર કોમેડી કરાઈ ને
ફિલ્મ માં પણ પરફેક્ટ ટાઈમ પાર પરફેક્ટ ડાયલોગ. બીજા દરેક લોકો એ એમના પાત્ર ને
પૂરતો ન્યાય આપેલ છે.
રશ્મિન મજીઠીયા પ્રોડ્યૂસર તરીકે નાના
માં નાની વાત નો ખ્યાલ રાખેલ છે. દરેક સીન માં એમની મહેનત દેખાય છે.
ફિલ્મ માં એકટિંગ , ડિરેક્શન ,સ્ક્રિનપ્લેય , સ્ટોરી ગમે એટલી જોરદાર હોય પણ જો મ્યુઝિક અને લિરિક્સ બરાબર ના હોય
તો ફિલ્મ ના ચાલે પણ અહીં તો લિરિક્સ છે લિરિક્સ કિંગ નિરેન ભટ્ટ ના અને મ્યુઝિક
છે વન એન્ડ ઓન્લી સચિન-જીગર .ઉત્તરાખંડ ના પહાડી વિસ્તાર માં રાતે ચાંદ ને કહો કે
આથમે નહિ એકદમ રોમેન્ટિક લાગે છે કેમકે સોન્ગ ગાયું છે જિગરા એ એટલે મ્યુઝિક સાથે
એનો અવાજ ચાર ચાંદ લગાઈ દે છે ચાંદ ને આથમવું હોય તોય ના આથમે. સોનુ નિગમે ગાયેલું
પા પા પગલી સોન્ગ ખરેખર ઈમોશનલ. આ ફાધર્સ ડે પર આ જ સોન્ગ સંભળાશે અને લોકો ના
સ્ટેટ્સ માં પણ આજ સોન્ગ હશે.
પ્રતીક પરમાર ની સિનેમેટ્રોગ્રાફી અને
જીતેન્દ્ર શાહ એ એડિટિંગ માં એટલું જ ધ્યાન આપ્યું છે. ડાયલોગ માટે વન્સ અગેઇન
વિપુલ મહેતા અને સાથે સાથે જૈનેષ ઇજારદાર સુપર્બ.
અંત માં એક જ વાત જેને ફિલ્મ ના જોઈ
હોય એ ફિલ્મ જોઈ લે અને ફિલ્મ જોતી વખતે બધા જ ટેંશન દૂર થઇ ને ફૂલી ફ્રેશ થવાની
ગેરંટી આ ફિલ્મ આપે છે. જે લોકો કામ અને પૈસા કમાવા માં પોતાની લાઈફ ને માણી નથી
શકતા એ લોકો ફક્ત સાવ બે કલાક આ ફિલ્મ ને આપે અને ચેલેન્જ થી તેઓ એની લાઈફ ને
જીવવાનું શરુ કરી દેશે.
Comments
Post a Comment