લવડોઝ અનલિમિટેડ - ભાગ ૪૮ - ૧૩ જાન્યુઆરી ૨૦૨૪
હેલો મિત્રો કેમ છો બધા? આજે જાન્યુઆરી ૨૦૨૪ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. સૌથી પહેલા સૌને નવા વર્ષ ની ખુબ ખુબ શુભકામનાઓ. આમ તો આપ સૌએ મને હમેશા સપોર્ટ કર્યો છે અને મારી જોડે SGMF ને પણ ખુબ સાથ આપ્યો છે તો આજે આ પરિવાર પર એક મુશ્કેલી આવી છે તો એને માટે આપ સૌની મદદ માંગુ છું લાસ્ટ માં એક વિડિઓ લિંક છે એ ઓપન કરીને આખો વિડિઓ જોવો અને આપ મને સાથ આપશો જ એનો મને વિશ્વાસ છે. રાહુલ કહાની નું એ પાત્ર જેનો જન્મ જ રંગમંચ પર થયેલ.બાળપણ થી જ રંગભૂમિ ના દરેક રંગ એના માં સમાવેલ પોતે દુઃખી હોય પણ સામેની વ્યક્તિ ને મોજ કરાવે. ઇશિકા એક બિન્દાસ્ત ગર્લ અને હંમેશા બીજા ની મદદ કરે. બંને જણા ઓરફન હાઉસ માં રેગ્યુલર જતા અને એક દિવસ બંને ની મુલાકાત થઇ અને મિત્રો બની ગયા. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમ નો રંગ લેવા લાગી. અને બંને એક બીજા ને ખુબ પ્રેમ કરવા લાગ્યા.જાણે લગ્ન પહેલા જ સપ્તપદીના સાત વચન નિભાવ લાગ્યા હોય અને સાત જન્મ સાથે લખીને આવ્યા હોય પણ ભગવાન ની કઈ અલગ જ મરજી હતી. એમના પ્રેમ ના જીવન ને કોઈ ની નજર લાગી ગઈ. બંને એક બીજા સાથે ...