મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૪૮ - ૦૬ જાન્યુઆરી ૨૦૨૪



 

હેલો કેમ છો મિત્રો ,૨૦૨૪ ના જબરદસ્ત જાન્યુઆરી ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? આઈ એમ સ્યોર કે તમે બધા કોઈ ને કોઈ નવા સંકલ્પ લીધા હશે અને તમે એને ફોલ્લૉ કરતા પણ હશો. સૌથી પહેલા આપ સૌને હેપ્પી ન્યુ યર.  અને આજે જાન્યુઆરી નો દિવસ એટલે કે મેરી કહાની મેરી ડીજીટલી ઝુબાની ની શરૂઆત અહીં થી થયેલ અને આપણે બધું જલ્દી ૫૦ એપિસોડ પણ પૂર્ણ કરી રહ્યા છીએ.

 

જનયુઆરી નો દિવસ મને આજે પણ ૧૫ વર્ષ પહેલાની ઘટનાની યાદ અપાવે છે. પણ આજે ને વધું યાદ ના કરતા વાત કરીયે જ્યારથી અટકેલ ત્યાંથી.. લાસ્ટ ટાઈમ જોયેલ કે હું વેકેશન માણી રહેલ અને કઈ એવું થવાનું હતું જે મને એક અલગ ટ્રેક પર લઇને જવાના હતા . ૨જી એપ્રિલ નો દિવસ હતો. સવાર થી કઈ અલગ લાગી રહેલ અને થોડી સુસ્તી પણ તોય એવું થતું કે આજ કામ કરીયે. વેકેશન માં કઈ કામ શું કરવું? તોય દિલ ની ઈચ્છા હતી એટલે હું તૈયાર થી ને રમવા ગયો અને રિટર્ન માં બપોરે આવી ને જમીને દુકાન માં બેઠો. બપોરે કરણ અર્જુન જોયું. અને સાંજે ઢોકળા બનાવેલ તો હું ચાંપીને થોડી વાર બહાર ગયો. રમી રહેલ અચાનક બૂમ આઈ કે કામ છે આવજે ને.

 

હું ઘરે ગયો તો જોયું મમ્મી નો કોલ હતો કે દાદીને થોડું માજા નહીં તો રત્નદીપ ના ઘરે જાય છે. મેં કીધું ઓક રાતે વાત કરીયે અને હું બહાર વસ્તુ લેવા નીકળતો હતો. લગભગ ૧૫ મિનિટ માં હું પાછો આવ્યો અને નાનીમા કીધું કે ચાલ આપણે અમદાવાદ જવું છે. મેં કીધું શું થયું અચાનક કાલે જઇયે ને. પછી માસી કહ્યું કે દાદી ની તબિયત ખરાબ છે તું જઈ આવ પછી એકાદ-બે  દિવસ માં આવી જજે. હાજી તો આખું વેકેશન છે મેં કીધું ઓક હાલો.

 

અમે બેગ લઇ ને હું અને નાની નીકળ્યા રસ્તા માં ઘણા લોકો પૂછ્યુંતો કહ્યું કે દાદી ની તબિયત ખરાબ છે તો અમદાવાદ જઇયે છીએ. અમે રીક્ષા માં નીકળ્યા અને વચ્ચે નાનીએ વાણિયાવાડી ઉભી રાખી મેં કીધું શું થયું મને કે મંજુબા ને પણ લઇ લૈયે મેં કીધું કઈ એટલું પણ અર્જન્ટ નહીં મને કે તું શાંત રહે. અને અમે એમને લઈને એસ.ટી. પહોંચ્યા અને :૧૦ ની બસ માં બેઠા હાજી તો ગ્રીનલેન્ડ પણ ક્રોસ્સ નહીં થયું હોય અને મમ્મી નો કોલ આવ્યો કે દાદીમા હવે નહીં. હું સમજી શકું હાલત માં નહોતો. મારી આંખો સામે ઘણું લાઈવ થઇ રહેલ. અને બીજી બાજુ અફસોસ પણ કે નાની ને મેં કીધું કે કઈ જરૂર નહીં પણ હેટ્સ ઑફ ટૂ હર કે નીકળી ગયા. મંજુ બા ને પણ કહ્યું અને અમે ત્રણેય જણ જાણે કોઈ પગ નીચે થી જમીન લીધી હોય તેમ શાંત થઇ ગયેલ. અત્યારે પણ મારી બોડી ધ્રુજી રહી છે સીન યાદ કરતા.

 

જેમ તેમ કરીને લગભગ ૧૨ વાગે અમે નહેરુનગર ઉતર્યા. અને મામા લેવા આવેલ  અમે લોકો એમની કાર માં બેસીને ફટાફટ રંતદીપ ના ઘરે પહોંચ્યા. અને અમને ઉતારી ને પાછા નીકળ્યા. ઘરે જતા મેં જોયું કે આખું કમ્પાઉન્ડ ભરેલ છે અને બધા પપ્પા ના ફ્રેન્ડ્સ છે બાજુ દાદા અને કાકા પણ બેઠા હતા. અંદર બા ની બોડી પાસે મમ્મી અને પપ્પા રોઈ રહેલ અને હું પણ રડી પડ્યો પણ પછી મને શાંત કરીને અંદર ના રૂમ માં સુવાડી દીધો. પણ ઘણી વાર સુધી મને ઊંઘ નહોતી આવતી અને સવારે જાગીને પણ હું એન્ડ સંકેત નિશબ્દ હતા. પપ્પા રોઈ રહેલ અને બસ આજે હું આગળ નહીં લખી શકું.

 

આવતા મહિના  સુધી આજ ના બ્લોગ , વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

 

 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar


Comments