મોન્ટુ ની બીટ્ટુ પણ બીટ્ટુ માટે મોન્ટુ ખરો?
મોન્ટુ ની બીટટ્ટુ એક હોપફુલ લવ સ્ટોરી આ શુક્રવારે રિલીઝ થઇ જન્માષ્ટમી ના રજાઓમાં . જન્માષ્ટમી નો તહેવાર હોય એટલે રાધા કૃષ્ણ તો યાદ આવે જ અને એની સાથે સાથે એમના પ્રેમ ની વાતો પણ યાદ આવે અને આવા સમયે જ આપણી માતૃભાષા માં જ બનેલી એક હોપફુલ લવસ્ટોરી હોય તો પછી કઈ ઘટે ? પણ પ્રેમ ની વાત આવે તો મને તુષાર શુકલા જી ની બે પંક્તિ યાદ આવે છે દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે , કે તને ભીંજાવું ગમશે કે કેમ ? એમ પૂછીને થાય નહીં પ્રેમ. પણ હવે વાત કરીયે આ હોપફુલ લવસ્ટોરી માં હોપ કેટલી અને લવ કેટલો છે ? વિજયગીરી બાવા દિગ્દર્શિત-લિખિત ફિલ્મ અમદાવાદ ની પોળ ની યાદ તાજી કરાવે છે. આની પહેલા બહુ ઓછી ફિલ્મ માં અમદાવાદ ની પોળ અને પોળ ની સંસ્કૃતિ ના દર્શન થયા હશે કદાચ બોલિવૂડ ની પણ અમુક ફિલ્મ માં પોળ નું ક્લચર અને ત્યાં ના વારસા ને બતાવાનો પ્રયાસ થયો હશે પરંતુ પોળ માં પ્રાંગરેલી લવ સ્ટોરી ને કદાચ પ્રથમ વખત જોઈ પહેલા તો આવો વિચાર જ ક્યાં થી લાયા બોસ સુપર્બ. પોળ ની સંસ્કૃતિ અને લવ સ્ટોરી નું સુપર્બ કોમ્બિનેશન. સ્ટોરી એકદમ નોર્મલ છે આપણી આસપાસ ની જ સ્ટોરી લાગે પણ એને સ્ક્રીન પર રજુ કરવામાં ૧૦૦% સફળ ...