મોન્ટુ ની બીટ્ટુ પણ બીટ્ટુ માટે મોન્ટુ ખરો?
મોન્ટુ ની બીટટ્ટુ એક હોપફુલ લવ સ્ટોરી
આ શુક્રવારે રિલીઝ થઇ જન્માષ્ટમી ના રજાઓમાં . જન્માષ્ટમી નો તહેવાર હોય એટલે રાધા
કૃષ્ણ તો યાદ આવે જ અને એની સાથે સાથે એમના પ્રેમ ની વાતો પણ યાદ આવે અને આવા સમયે
જ આપણી માતૃભાષા માં જ બનેલી એક હોપફુલ લવસ્ટોરી હોય તો પછી કઈ ઘટે? પણ પ્રેમ ની વાત આવે તો મને તુષાર શુકલા જી ની બે પંક્તિ યાદ આવે
છે દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે,
કે તને ભીંજાવું ગમશે કે કેમ? એમ પૂછીને થાય નહીં પ્રેમ. પણ હવે વાત કરીયે આ હોપફુલ લવસ્ટોરી માં
હોપ કેટલી અને લવ કેટલો છે?
વિજયગીરી બાવા દિગ્દર્શિત-લિખિત ફિલ્મ
અમદાવાદ ની પોળ ની યાદ તાજી કરાવે છે. આની પહેલા બહુ ઓછી ફિલ્મ માં અમદાવાદ ની પોળ
અને પોળ ની સંસ્કૃતિ ના દર્શન થયા હશે કદાચ બોલિવૂડ ની પણ અમુક ફિલ્મ માં પોળ નું
ક્લચર અને ત્યાં ના વારસા ને બતાવાનો પ્રયાસ થયો હશે પરંતુ પોળ માં પ્રાંગરેલી લવ
સ્ટોરી ને કદાચ પ્રથમ વખત જોઈ પહેલા તો આવો વિચાર જ ક્યાં થી લાયા બોસ સુપર્બ. પોળ
ની સંસ્કૃતિ અને લવ સ્ટોરી નું સુપર્બ કોમ્બિનેશન. સ્ટોરી એકદમ નોર્મલ છે આપણી
આસપાસ ની જ સ્ટોરી લાગે પણ એને સ્ક્રીન પર રજુ કરવામાં ૧૦૦% સફળ થયા છો વિજયભાઈ.પ્રેમજી
કરતા પણ આની સ્ટોરી નોર્મલ છે પણ આ ફિલ્મ વધારે ગમી.ફિલ્મ આપણી આસપાસ ના કેરેક્ટર
હોય એવું લાગે જેમકે દરેક પોળ માં એક મોન્ટુ , એક બીટ્ટુ અને એનો ફ્રેન્ડ દડી અને એક દડી ની એક મોહિની અને એક જમના
માસી પણ દરેક પોળ માં હોય જ.
મૌલિક નાયક એટલે કે મોન્ટુ અને આપણા
બધાનો બકો. બકા યુ મેડ માય ડે. ભાઈ તને હંમેશા કોમેડી માં જ જોયેલ અને જયારે આપણે
મળેલ ત્યારે પણ કોમેડી જ થતી પરંતુ આ શું ડાયરેક્ટ લવ સ્ટોરી ? પોતાના પ્રેમ ને પામવા કોઈ ની એન્ટ્રી થાય અને દિલ માં જે બેચેની થાય વ્હોટ એ પરફોર્મન્સ. કોમેડી અને
એક્ટિંગ તો જોર પણ ડાન્સ પણ ધમાકો લાયો બકા લાયો . લખી રાખજે જીગા આગળ ની ફિલ્મ
માં તમારી બોલબાલા વધી ગઈ છે.
આરોહી બકા શું હતું આ? મલ્ટિડોઝ એક જ ફિલ્મ માં આપી દીધો.આરોહી હજી પણ ઘણા લોકો એને અંતરા
થી જ ઓળખે છે.પણ હવે એને લોકો બીટ્ટુ થી ઓળખશે. વિજયભાઈ ની ફિલ્મ થી સ્ટાર્ટ કરી
હતી ત્યારે કદાચ એમને ફિલ્મ નહોતી કરવી અને આજે ચોથી ફિલ્મ આપી.પ્રેમજી માં એક ગામ
ની છોકરી નો રોલ, લવ ની ભવાઈ માં એક આર.જે અને ચાલ જીવી
લઈએ માં કેતકી તરીકે એક બિન્દાસ્ત ગર્લ અને આમાં બીટટ્ટુ તરીકે . જેટલી નિખાલસ પણે
એ એક્ટિંગ કરે છે એટલી જ નિખાલસ એ રિયલ લાઈફ માં છે. એમને જોઈ ને ક્યારેક એવું જ
લાગે કે આરતી મેમ જ છે. ફિલ્મ નો એક ડાયલોગ ક્યાંક તું મને લાઈન નથી તો મારતો ને
અને આવા ઘણા ડાયલોગ એકદમ બિન્દાસ્ત રીતે રજુ કરેલ છે.
મેહુલ સોલંકી પ્રેમજી ના પ્રેમજી અને
આમાં અભિનવ.એક પેઈન્ટર તરીકે સુપર્બ ભાઈ.એક કલાકાર પોતાની દુનિયા માં હોય ત્યારે
સમાજ ની વાતો થી દૂર હોય . પોળ માં એની એન્ટ્રી થી લઇ ને એક્ઝીટ સુધી સ્ક્રીન પર
જકડી રાખે છે. હેમાંગ શાહ દડી ના રોલ માં ક્યાં બાત હે બકા અને દડી ની મોહિની એટલે
હેપી ભાવસાર. એકદમ મોહિની જ આજ થી કદાચ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ના માધુરી તરીકે તમારી
ઓળખ બની ગઈ છે મને હમ આપકે કોન યાદ આઈ ગયું ક્યાં બાત હે . બંસી રાજપૂત પ્રથમ
ફિલ્મ માં પણ રોકિંગ. વિશાલ વૈશ્ય યુ ઓલ્વેઝ રોકીંગ. પ્રેમજી ના વિલન નો રોલ હોય
કે આમાં એક ઉદ્યોગપતિ ઓલ ટાઈમ હિટ.કૌશમ્બી ભટ્ટ ધૂનકી પછી ફરી વખત ઇમ્પ્રેસ્સ કરી
જાય છે. એક પ્રોપર ભારતીય નારી અને નામ પણ સૌભાગ્યલક્ષ્મી . આરતી પટેલ એક સિનિયર
કલાકાર લવ ની ભવાઈ માં લેટર લખ્યા અને આમાં કેનવાસ પર કલર . પીંકી પરીખ એક બીજા
સિનિયર કલાકાર નું કમબેક પણ આજે પણ એજ એનર્જી . આજે પણ મને યાદ છે સમાજ ના છોરું
(ઇફ એમ નોટ રોન્ગ ) આમાં એમને પોલીસ નો રોલ ભજવેલ એ કેરેક્ટર માં જેટલી એનર્જી હતી
એ જ જમના માસી ના કેરેક્ટર માં જોવા મળી. લોન્ગ ટાઈમ પછી જોઈ ને આનંદ થયો. બીજા
ઘણા કલાકાર ની મહેનત ઓન સ્ક્રીન દેખાય છે.
ટ્વિન્કલ વિજયગીરી ની પ્રોડ્યૂસર તરીકે
ની મહેનત સ્પષ્ટ જોવાય છે. ફિલ્મ ના રાઇટર રામ મોરી , પ્રાર્થી ધોળકિયા અને વિજયગીરી ની મહેનત સુપર્બ છે. રામ ભાઈ ની આ
પ્રથમ ફીચર ફિલ્મ પણ એમની નોવેલ મેં અગાઉ વાંચી હતી પણ એ અડધી રહી ગયેલ પુરી
વાંચવાની રહી ગયેલ પણ આ ફિલ્મ જોઈ ને એના ડાયલોગ ફરી વાંચવા મજબુર કરે છે મા પેટથી
નહીં, મનથી બનાય. આવા અસરકાર ડાયલોગ કાદાચ તમે જ લખી
શકો બોસ.
સિનેમેટ્રોગ્રાફી સુબ્રત ખતોઈ અને એડીટિંગ પ્રતિક ગુપ્તા અમેઝિંગ. નાની વસ્તુ
ને પ્રોપર રીતે લીધેલ છે.દિલીપ દવેએ લખેલું પાક્કી અમદાવાદી સોન્ગ અમેઝિંગ.
ઐશ્વર્યા મજમુદારના અવાજે ‘રંગદરિયો’ , પાર્થિવ ગોહિલના દ્વારા ગવાયેલો ‘જય મા ભદ્રકાળી’ ગરબો અને નૂતન સૂરતીએ ગાયેલુ ‘ઘોળુ ઘોળુ’ સોંગ ઈમોશનલ કરી જાય છે. ધ્વનિત ભાઈ એ
ગાયેલ સોન્ગ બીટ્ટુ અમેઝિંગ. મિલિન્દ ભાઈ ના લિરિક્સ ફરી કામ કરી ગયા ઓડિયન્સ પર.
છેલ્લે ફિલ્મ સ્ટાર્ટ થી એન્ડ સુધી
આપણી વચ્ચે જ છે. આપણી આજુબાજુ ની સ્ટોરી પ્રેઝન્ટ કરતા હોય એવું લાગે છે. ગુજરાતી
ફિલ્મ નેશનલ એવોર્ડ સુધી પહોચી અને આ એક બીજી ફિલ્મ કે જે લોકો ને થિયેટર સુધી
ખેંચી જશે.જે લોકો એ ફિલ્મ ના જોઈ હોય એ લોકો જોઈ આવજો ફૂલી ફેમિલી એન્ટરટેઇન છે.
Comments
Post a Comment