મારા મિત્રો
જીવન ની અમુલ્ય ચીજ છે ‘દોસ્તી’
લાગણી થી બંધાયેલ સંબંધ છે ‘દોસ્તી’
જિંદગી ની શરૂઆત અને અંત છે ‘દોસ્તી’
એક આત્મા અને બે શરીર છે ‘દોસ્તી’.
આજે ઓગસ્ટ મહિના નો પહેલો રવિવાર વિશ્વ ફ્રેન્ડશીપ ડે આમ તો આ દિવસ મારે ઉજવવાની જ જરૂર નથી કેમકે મારી જિંદગી માં મારા મિત્રો ને લીધે મારે રોજ હેપી ફ્રેન્ડશીપ ડે જ હોય છે પણ આજે મારા બધા મિત્રો ને યાદ કરવા છે જે મારી ઝીંદગી ની શરૂઆત થી આજ સુધી મારી સાથે છે. આ બધા ને યાદ કરતા પહેલા મને હરિવંશરાય બચ્ચન ની એક કવિતા યાદ આવે છે જે દોસ્તો માટે જ છે પહેલા એને લખું પછી બધા ને યાદ કરું.
मैं यादों का पिटारा खोलू तो,
कुछ दोस्त बहुत याद आते है।
मैं गांव की गलियों से गुजरू
पेड़ की छांव में बैठू तो,
कुछ दोस्त बहुत याद आते है।
वो हंसते मुस्कुराते दोस्त
ना जाने किस शहर में गुम हो गए,
कुछ दोस्त बहुत याद आते है।
कोई मैं में उलझा है तो कोई तू उलझा है
नहीं सुलझ रही है अब इस जीवन की गुत्थी,
अब दोस्त बहुत याद आते है।
जब मैं मनाता हूं कोई त्यौहार
तो हंसते गाते दोस्त नजर आते है,
लेकिन अब तो होली, दिवाली भी मिलना नहीं होता।
कोई पैसा कमाने में व्यस्त है
तो कोई परिवार चलाने में व्यस्त है
याद करता हूं पुराने दिन तो
कुछ दोस्त बहुत याद आते है।
ક્યારેક વિચારું છું કે હું ખુબ લકી છું કેમકે ભગવાને મને બધું જ માગ્યા વગર જ આપી દીધું છે. એવું લાગે છે કે ભગવાન પણ મારા મિત્ર જ છે. આ દુનિયા માં જયારે આયો ત્યારે સૌ પ્રથમ એમને મને ૨ દોસ્ત આપ્યા મારા માં -બાપ ના રૂપ માં અને એ પછી થોડાક જ સમય માં એક ભાઈ જે સાચા મિત્ર ની જેમ મારી સાથે દરેક સમયે ઉભો રહે છે. અને મારો આખો પરિવાર જે મારો પહેલો મિત્ર બન્યો.અને આ પછી અસંખ્ય મિત્રો મળ્યા.
સ્કૂલ લાઈફ માણસ ની ઝીંદગી અને ઘડતર નો સૌથી સુંદર સમય. બાલમંદિર થી લઇ ને સ્કૂલ ખતમ થઇ ત્યાં સુધી ઘણા મિત્રો મળ્યા જે આજે પણ મારી સાથે જ છે. બધા ના નામ લેવા શક્ય નથી પરંતુ આ બધા એ મને ખુબ સાથ આપ્યો છે. આજે જ હમણાં બહાર થી આવી ને વોટ્સએપ ખોલ્યું અને બાલમંદિર નો એક પીક જોયો જેમાં બાળપણ ની ઘણી યાદો તાજી થઇ ગઈ સાથે સાથે ગ્રુપ માં બીજા ઘણા લોકો એ પીક પછી કમેન્ટ્સ ચાલુ કરી અને એમાં જ બીજી અનેક મેમરી તાજી થઇ. બસ ફર્ક એટલો જ છે આજે એ ફોટો ના બધા લોકો સાથે નથી ઘણા લોકો મારી સાથે છે પણ ઘણા લોકો ને મળવાનું આજે પણ મન થાય છે. વધારે નથી લખવું નહિ તો પ્રાથમિક કે હાઈસ્કૂલ થી જ બહાર નહિ અવાય. આ બધા મિત્રો સાથે કરેલી મસ્તી અને બીજી ઘણી યાદો આજે પણ તાજી છે.
ઘોડાસર થી નીકળી ને જયારે મણિનગર આયો ત્યારે એક ખામોશ ની જેમ અહીં રહેતો ત્યારે પેહલા ફ્લેટ માંથી અમુક લોકો મિત્રો બન્યા અને અહીં ની હાયર સેકન્ડરી સ્કૂલ ના પણ ઘણા લોકો મિત્રો બન્યા લગભગ અહીં થી મેં ક્લાસ બંક કરવાનું ચાલુ કરેલ અને રીસેસ માં તથા ફ્રી ટાઈમ માં ઘેર જવાનું. અહીં ના લોકો સાથે કરેલી મસ્તી અને આજે બધા અલગ છીએ તો એ પળ યાદ આવે છે. અહીં ટ્યુશન ક્લાસ માં પણ ઘણા મિત્રો બન્યા જેમાં થી આજે કદાચ એકાદ જણ જ મારી સાથે રેગ્યુલર કોન્ટેક માં છે.
હજી સ્કૂલ પુરી થાય અને કોલેજ માં પા પા પગલી ભરી મારી યુવાની ની ત્યાં તો મારી લાઈફ જ બદલાઈ ગઈ. કોલેજ ની એ સફર આજીવન મને યાદ રહેશે. આજે પણ યાદ છે એ પહેલો દિવસ નવી આશા,નવા સ્વપન અને જોશ તથા એક અલગ જ સ્વેગ સાથે મારી એન્ટ્રી થયેલી. અહીં ના એ દરેક ફેકલ્ટીઝ થી લઇ ને એ તમામ લોકો મારા મિત્રો બન્યા. HL ની આ સફર મને હંમેશા યાદ રહેશે.એ ત્રણ વર્ષ ની સફર માં ઘણા મિત્રો મળ્યા પણ મારા જ ગ્રુપ ના એ ૮-૯ મિત્રો સાથે ની સફર મારી અલગ જ જર્ની હતી. લડવાનું , ઝઘડવાનું , રમવાનું ,મજાક ,મસ્તી અને સૌથી ખરાબ મારો ગુસ્સો કે જેને ખરાબ પરિણામ પણ આપેલ. પણ આ બધા ની વચ્ચે એ લોકો નો પ્રેમ ,દોસ્તી અને એક આત્મીયતા મને હંમેશ માટે યાદ રહેશે. લેક્ચર્સની મસ્તી ,કેંટીન ટાઈમ અને બીજું ઘણું બધું. આજે અમુક કારણો થી અમે લોકો સાથે નથી પણ તેમ છતાં આજે અમે બધા એ દિવસ ને જરૂર યાદ કરતા હોઈશું.
HL થી નીકળી ને GTU માં જયારે એન્ટ્રી કરી ત્યારે એક નવા જ અંદાજ માં હતો પણ અહીં પણ મને એવા જ મિત્રો મળ્યા ફર્ક એટલો જ હતો કે આ વખતે HL ની જેમ ગર્લ્સ નહોતી મારી સાથે પણ જ્યાં ચાર યાર હોય પછી કઈ ઘટે જ નહિ. અહીં પણ ઘણી યાદો છે મારી સાથે પ્લેસમેન્ટ સમય ની, લેક્ચર્સ બંક કરવાની , કેંટીન અને સ્પેશ્યલી એક્ઝામ ટાઈમ. આ બધા કરતા પણ વધારે યાદગાર અમારી ઇન્ટર્નશિપ નો સમય.જ્યાં પણ અમે મજાક મસ્તી અને ઘણી ચેલેન્જ સાથે બહાર આવ્યા અને એટ ઘી લાસ્ટ માં જયારે GTU માં ફર્સ્ટ આવ્યા ની ખુશી અને GTU ના ચાન્સેલર પાસેથી ડિગ્રી મેળવેલ આ પળ કદાચ હું ક્યારેય નહિ ભૂલી શકું.
માસ્ટર ડિગ્રી ની સાથે મેં થિયેટર પણ ચાલુ કરેલ અહીં મારા કલાગુરુ ના રૂપ માં મિત્રો જ મળ્યા જે આજે પણ મારા ગુરુ કરતા વધારે મિત્રો જેવા છે. એમના લીધે જ હું એક કલાકાર અને દિગ્દર્શક બન્યો મારી તમામ કલા કે દિગ્દર્શન ના મૂળ માં એમનો સાથ સહકાર હતો. આ સાથે સાથે થિયેટર અને ગુજરાતી તથા બોલિવૂડ ના પણ મને એવા મિત્રો નો સાથ મળ્યો કે જેના લીધે હું એક ઉત્તમ રંગકર્મી અને એક માણસ બની શક્યો.કદાચ આ મારો પ્રોફેશન બની જાત પણ એ વખતે એ કલાકારો કે જેમને મને સમજાયો અને કહ્યું કે લોકો ના પ્રેમ અને તાળીઓ થી ઘેર નહિ ચાલે તું નાટક કર, ફિલ્મો કર પણ સાથે સાથે તું જે ભણેલ છે એમાં આગળ વધ એને આવક નો મેઈન સોર્સ બનાય અને આજે IT ઇન્ડસ્ટ્રી માં જે ઓળખાણ બનાવી અને ટેક્નિકલી મારો વિકાસ કરી ને સાઈડ માં ફિલ્મો કરું છું,
જોબ ચાલુ કરી ત્યારે પણ મને ઘણા લોકો એ સપોર્ટ કર્યો છે એક નાના ભાઈ ની જેમ મને રાખ્યો છે અને દરેક માં મારો સાથ આપ્યો મને માન-સન્માન આપ્યું અને મારી ૨ વર્ષ ની જર્ની દરમ્યાન એ લોકો એ મને સાથ આપ્યો. એમના માટે પણ ઘણું લખાય પરંતુ શબ્દો અને સમય ને માન આપી ને આજે નથી લખતો આજે બસ એ લોકો ને દિલ થી યાદ કરી ને શુભેચ્છઓ આપું છું અને સાથે સાથે એ ખુશ રહે એવી ભગવાન ને પ્રાર્થના. ૨ વર્ષ જોબ કરી ને છોડ્યા પછી આજે એક નવી જગ્યે નવી સફર માં છું. કદાચ અત્યારે હું હાલ ની જગ્યા કે કામ ને નહિ કહું પરંતુ મારા મિત્રો જાણે જ છે. અહીં પણ મને ઘણા મિત્રો મળ્યા જેમની સાથે મળ્યા પછી અને આજે વર્કલોડ હોય તો પણ મારો સમય ક્યાં જાય છે એ મને નથી ખબર પડતી . થેંક્યુ ઓલ ફોર બિંગ અ પાર્ટ ઓફ માય લાઈફ.
બધા મિત્રો ના નામ લેવાની ઈછછા હતી પરંતુ બધા ના નામ લેવા શક્ય નહોતા કેમકે સ્કૂલ , કોલેજ ,જોબ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા અન્ય મારા ફેન્સ કે જેઓ ને લીધે જ આજે હું છું. એ બધા ના નામ લેતા કદાચ ઘણા દિવસો થશે. ખાલી ઇન્ડસ્ટ્રી ના મારા મિત્રો વિષે લખતા જ અઠવાડિયું જશે અને બીજા ઘણા માટે પણ. અને એમ પણ માણસ માત્ર ભૂલ ને પાત્ર કદાચ મારા થી કોઈ નામ લેવાનું રહી જાય અને કોઈ ને દુઃખ થાય એના કરતા કોમન માં જ બધા ને યાદ કરી લવું છું. છેલ્લે તમારા માટે ૨ લાઇન્સ:
तेरे जैसा यार कहाँ, कहाँ ऐसा याराना
याद करेगी दुनिया तेरा-मेरा अफ़साना
तेरे जैसा यार कहाँ, कहाँ ऐसा याराना
याद करेगी दुनिया तेरा-मेरा अफ़साना
Comments
Post a Comment