વિશ્વ ચકલી દિવસ
૨૦મી માર્ચ આજ નો દિવસ એટલે વિશ્વ ચકલી દિવસ. જનરલી કોઈ પણ દિવસ ને વિશ્વ દિવસ તરીકે જાહેર કરે કે પછી કોઈ પણ દિવસ ને વિશ્વ દિવસ તરીકે ઉજવીયે આપણે તો એની પાછળ નું કારણ તો આપણે જાણવું જોઈએ .શું કોઈ જાણે છે કે કેમ આજે જ વિશ્વ ચકલી દિવસ જાહેર કર્યો . પક્ષીઓ માં તો ઘણા પક્ષી છે તો પછી ચકલી ને જ કેમ વિશ્વ દિવસ તરીકે ઉજવીયે ? મોર તો આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો આપણે એનો પણ કોઈ દિવસ નથી ઉજવતા અને ચકલી ને જ કેમ ? આજ થી ૨૫-૩૦ વર્ષ કે એની પહેલા ના સમય માં સમજો કે આપણા બાપ -દાદા ના સમય માં ગામ હોય કે શહેર સવાર હોય કે સાંજ ચકલી નો ચી ચી અવાજ આવતો જ હોય. ચાલો ૨૫-૩૦ વર્ષ બહુ વધારે થઇ ગયા આપણે આપણા બાળપણ માં જ જઇયે ૧૦ વર્ષ પાછળ. બાળપણ નો સમય હોય એટલે સ્કૂલે જવાનું અને બાકી ના સમયે રમવાનું ૨ જ વસ્તુ યાદ હોય પરંતુ ઉનાળો હોય , ગરમી ની ઋતુ હોય અને એમાં પણ સ્કૂલ માં વેકેશન હોય એટલે આખો દિવસ ઘેર જ હોય. સવાર -સાંજ રમવાનું અને બપોરે જમી ને સુઈ જવાનું કે પછી ઘર માં કેરમ રમતા હોય કે વેપાર રમતા હોય ત્યારે પણ પક્ષી નો અવાજ આવતો હોય અને એમાં પણ ચકલી નું ચી ચી ચાલુ જ હોય. એક સમય એવું લાગે કે જો આ ચી ચી અવા...