લવડોઝ અનલિમિટેડ - ભાગ ૬૩ - ૧૨ એપ્રિલ ૨૦૨૫
હેલો મિત્રો કેમ છો બધા ? આજે અફલાતૂન એપ્રિલ ૨૦૨૫ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . આ વિકેન્ડ મારા માટે સૌથી ખાસ હતું કેમકે ગઈકાલે આપ સૌએ જે મારા પર પ્રેમ અને શુભેચ્છાઓ નો વરસાદ કર્યો એ ખરેખર મારા માટે એક સૌભાગ્ય ની વાત હતી આપ સૌનો આજ પ્રેમ મારા માટે એક હિંમત છે . આપ મિત્રો નો જે પ્રેમ અને આશીર્વાદ મળ્યા એ બદલ આપ સૌનો દિલ થી આભાર આજે ફરી એક નવી ત્રિકોણીય પ્રેમ કહાની ની વાત કરીએ . રાહુલ , પ્રણાલી અને માધવ . રાહુલ અને પ્રણાલી બંને સ્કૂલ માં હતા . એક જ ધોરણ માં ભણતા . રાહુલ પહેલેથી જ જુગાડુ અને નસીબ પર ચાલનાર . હકીકત માં કોઈ ખાસ આવડત એના માં નહીં . પ્રણાલી પહેલેથી જ ભણવામાં હોશિયાર અને અન્ય પ્રવુતિઓમાં પણ . રાહુલ એક તરફી જ પ્રણાલી ને લાઈક કરવા લાગેલ અને રાત દિવસ એક જ પ્રયત્નો માં લાગેલ કે કઈ રીતે એ પ્રણાલી ને પોતાની બનાવે અને આખરે એને શામ દામ દંડ ભેદ ...