લવડોઝ અનલિમિટેડ - ભાગ ૬૩ - ૧૨ એપ્રિલ ૨૦૨૫

 


હેલો મિત્રો કેમ છો બધા? આજે અફલાતૂન એપ્રિલ ૨૦૨૫ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. વિકેન્ડ મારા માટે સૌથી ખાસ હતું કેમકે ગઈકાલે આપ સૌએ જે મારા પર પ્રેમ અને શુભેચ્છાઓ નો વરસાદ કર્યો ખરેખર મારા માટે એક સૌભાગ્ય ની વાત હતી આપ સૌનો આજ પ્રેમ મારા માટે એક હિંમત છે .આપ મિત્રો નો જે પ્રેમ અને આશીર્વાદ  મળ્યા બદલ આપ સૌનો દિલ થી આભાર

 

આજે ફરી એક નવી ત્રિકોણીય પ્રેમ કહાની ની વાત કરીએ. રાહુલ ,પ્રણાલી અને માધવ. રાહુલ અને પ્રણાલી બંને સ્કૂલ માં હતા. એક ધોરણ માં ભણતા. રાહુલ પહેલેથી જુગાડુ અને નસીબ પર ચાલનાર. હકીકત માં કોઈ ખાસ આવડત એના માં નહીં. પ્રણાલી પહેલેથી ભણવામાં હોશિયાર અને અન્ય પ્રવુતિઓમાં પણ. રાહુલ એક તરફી પ્રણાલી ને લાઈક કરવા લાગેલ અને રાત દિવસ એક પ્રયત્નો માં લાગેલ કે કઈ રીતે પ્રણાલી ને પોતાની બનાવે અને આખરે એને શામ દામ દંડ ભેદ ની નીતિ થી પ્રણાલી ને પોતાની બનાઈ . થોડું નવાઈ લાગે પણ પ્રણાલી કઈ રીતે આવા ને પ્રેમ કરે પરંતુ દરિયા ના મોજા થોડીના રેતી ને પૂછે છે કે તને ભીંજવું કે કેમ એમ પૂછીને થાય નહીં પ્રેમ કવિ શ્રી તુષાર શુક્લ ની પંક્તિ પ્રેમ માટે એકદમ પરફેક્ટ છે.

 

રાહુલ અને પ્રણાલી ની કહાની આમ આગળ વધી રહેલ અને કદાચ - વર્ષ થઇ ગયા. હવે સ્કૂલ અને કોલેજ પણ પતી ગયેલ. બંને પોતાની પ્રોફેશનલ લાઈફ માં આગળ વધી રહેલ. પ્રોફેશનલ જર્ની માં માધવ ની એન્ટ્રી થઇ. નામ એવા ગુણ. વાંસળી વાળા ની જેમ શ્યામ રંગ પણ બધા ને પોતાનો બનાવી દેનાર. બને ની આકસ્મિક મુલાકાત થઇ પણ પાણી ના વહેણ ની જેમ બંને અલગ થઇ ગયા ના કોઈ ના મન માં એક પણ વસી શક્યા.પણ કહેવાય છે કે કુદરત કોઈ ને પણ એમ નહીં મલાવતાં ચોક્કસ કોઈ તો કહાની કુદરત લખી રહ્યું હોય છે. દિવસ પછી દિવસ આમ પસાર થઇ રહેલ અને ધીમે ધીમે માધવ ના મન માં પ્રણાલી વસી રહેલ . માધવ માટે વાત ખુબ અઘરી હતી કે શું થઇ રહ્યું છે શું એને પ્રેમ કરી રહ્યો છે?

 

માધવ કઈ સમજે અને પ્રણાલી ને જણાવે પહેલા પ્રણાલી ની સગાઇ થઇ જાય છે બાજુ માધવ ને જાણ થાય છે અને તૂટી પડે છે હવે સમજી ગયો છે કે તે પ્રણાલી ને પ્રેમ કરી રહ્યો છે પણ અફસોસ પ્રણાલી ને તો વાત ની ખબર પણ નથી . પ્રણાલી તો રાહુલ ના પ્રેમ માં છે અને હવે તો બંને એક બીજા ની જીવન સાથી પણ બની રહ્યા છે. એક સમય માટે તો માધવ ને લાગ્યું કે બધું અહીં પૂરું થઇ ગયું છે પણ કુદરત આપણે ધારીએ એના કરતા કદમ આગળ હોય છે. પ્રેમ શું જેમાં દર્દ ના મળે. પ્રેમ શું જેમાં વિરહ ના હોય. પ્રેમ શું જેમાં આંસુ ના મળે. તો શરૂઆત હતી. આગળ તો ઘણું દુઃખ જોવાનું છે.

 

માધવ બધી રીતે તૂટી રહેલ પણ તોય મક્કમ મને પ્રણાલી ને અભિનંદન કહે છે.પ્રણાલી ને તો જાણ પણ નહીં . માધવ હવે નક્કી કરે છે કે બધા થી દૂર જશે પણ કુદરત કઈ અલગ પ્લાન કરેલ . માધવ ની સામે પ્રણાલી અને રાહુલ ને લાવી રહેલ અને જેમ જેમ બંને નજીક આવે એમ તૂટી રહેલ. માધવ દૂર જવા માંગતો હતો પણ અહીં તે પ્રણાલી ની નજીક આવી રહેલ. પ્રણાલી અને માધવ બંને હવે મિત્રો પણ બની ગયા અને બંને એક બીજાના પૂરક જેવા . માધવ હજી પણ ઈચ્છતો કે દૂર થઇ જાય કેમકે એક વાર તૂટી ગયેલ અને હવે એના માં વધુ તૂટી જાય એમ હિંમત ના હતી.કદાચ માનસિક અને શારીરિક રીતે પણ તૂટી જાત. પણ કુદરત કઈ અલગ ગેમ કરી રહેલ. બંને એટલા નજીક આવી ગયા કે બંને ને એક બીજા થી પ્રેમ થઇ ગયો.

 

બાજુ રાહુલ તો ફક્ત પૈસા અને રૂપ નો દીવાનો હતો. એની લાઈફ માં કોઈ નવું આવી રહેલ જે પ્રણાલી  ને ટક્કર મારે એમ હતું. પણ તો પ્રેમ ની બાજી રમેલ ખોટી તો ખોટી.અને હવે તો લગ્ન પણ નક્કી કરેલ પણ તોય મન માં તો પાપ ને? આખરે એણે પ્રણાલી ને છોડી ને નવી આવી રહેલ તક ને ઝડપી અને બાજુ પ્રણાલી તૂટી જાય છે. પ્રણાલી ને ખબર નહીં પડતી કે આખરે એનો વાંક શું. એણે પ્રેમ શબ્દ થી નફરત થઇ જાય છે અને હવે માધવ એની વાંસળી વગાડે છે. પ્રણાલી ને કહે છે કે તેને પ્રેમ કરી રહેલ. ફક્ત એની ખુશીઓ માટે એણે ક્યારેય કીધું નહીં. એણે એના પાસ્ટ થી કોઈ ફર્ક નહીં પડતો બસ એણે ખુશ જોવા માંગે છે બાજુ પ્રણાલી પણ એણે પ્રેમ કરવા લાગેલ પણ એના મન માં અફસોસ હતો કે માધવ એની લાઈફ માં લેટ કેમ આયો. કેમ એણે રાહુલ ને પ્રેમ કર્યો પણ આખરે પ્રેમ સાચો હોય અને લડત હોય તો સાક્ષાત દ્વારકા નો નાથ પણ લડત આપવા આવે છે અને માધવ માં થયું. માધવ અને પ્રણાલી એક થઇ ગયા. બંને ઘડિયા મેરેજ કરે છે પણ કોર્ટ માં અને તરત સોશ્યિલ મીડિયા થી બધાને જાણ કરે છે બધા શોક માં છે પણ બધા ધીરે ધીરે સમજી ગયા અને ત્યાર બાદ ભવ્ય પાર્ટી થાય છે . બાજુ રાહુલ ને પણ અફસોસ થાય છે પણ હવે ખુબ મોડું થઇ ગયું છે. માધવ અને પ્રણાલી હવે એક મેકના સાત જન્મો ના સાથી બની ગયા છે.

 

તો મિત્રો હતી વખત ની લવસ્ટોરી ફરી મળીશું મેં  માં એક નવી લવસ્ટોરી સાથે.  આજ ના બ્લોગ , વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

 

 

 

 

 

 

 

ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial

 

 

 

 

 

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

 

 

 

 

 

 

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments