લવડોઝ અનલિમિટેડ - ભાગ ૩૬ - ૦૮ જાન્યુઆરી ૨૦૨૩
હેલો મિત્રો કેમ છો બધા ? આજે ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . ૨૦૨૩ ના બીજા વિકેન્ડ અને એમાં પણ ઉતરાયણ નો માહોલ જામ્યો હોય ત્યારે ગુલાબી ઠંડી માં પતંગ ના દોર જેવી જ એક નાજુક લવસ્ટોરી સાથે આજ ની વાર્તા શરુ કરીયે . એરિકા નામ થી જ ખ્યાલ આઈ જાય કે વિદેશી હશે હા એક વિદેશી પંખી જે પોતાના દેશ એટલે કે એના માતા પિતા ના દેશ ઇન્ડિયા માં ક્રિસ્મસ વેકેશન માણવા આવેલ અને ત્યાં જ ઉતરાયણ ની ઋતુ પણ આવી અને આ વિદેશી પંખી પોતાના મલક માં પતંગ ની દોર ની જેમ જ ગગન માં ઘુમવા લાગી . એના માટે આ પ્રથમ ઉતરાણ હતી પણ થોડીક જ વાર માં એ પોતે જાણે બાળપણ થી જ ઉતરાણ મનાવતી હોય તેમ પતંગ ઉડાડવા લાગી . પાર્થ એક પાક્કો પતંગબાજ જે પતંગ ઉડાડે એટલે ડાબે થી જમણે આખું આકાશ સાફ કરીદે પણ આજે એ પોતે જ એરિકા ના પતંગ થી હારવાનો હતો . એને ડાબે થી જમણે આકાશ સાફ કર...