લવડોઝ અનલિમિટેડ - ભાગ ૩૬ - ૦૮ જાન્યુઆરી ૨૦૨૩

 


 

હેલો મિત્રો કેમ છો બધા? આજે ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . ૨૦૨૩ ના બીજા વિકેન્ડ અને એમાં પણ ઉતરાયણ નો માહોલ જામ્યો હોય ત્યારે ગુલાબી ઠંડી માં પતંગ ના દોર જેવી એક નાજુક લવસ્ટોરી સાથે આજ ની વાર્તા શરુ કરીયે.

 

એરિકા નામ થી ખ્યાલ આઈ જાય કે વિદેશી હશે હા એક વિદેશી પંખી જે પોતાના દેશ એટલે કે એના માતા પિતા ના દેશ ઇન્ડિયા માં ક્રિસ્મસ વેકેશન માણવા આવેલ અને ત્યાં ઉતરાયણ ની ઋતુ પણ આવી અને વિદેશી પંખી પોતાના મલક માં પતંગ ની દોર ની જેમ ગગન માં ઘુમવા લાગી. એના માટે પ્રથમ ઉતરાણ હતી પણ થોડીક વાર માં પોતે જાણે બાળપણ થી ઉતરાણ મનાવતી હોય તેમ પતંગ ઉડાડવા લાગી.

 

પાર્થ એક પાક્કો પતંગબાજ જે પતંગ ઉડાડે એટલે ડાબે થી જમણે આખું આકાશ સાફ કરીદે પણ આજે પોતે એરિકા ના પતંગ થી હારવાનો હતો. એને ડાબે થી જમણે આકાશ સાફ કરવાનું શરુ કર્યું હવે આખા આકાશ માં ફક્ત બે પતંગ હતા એક એરિકા નો અને બીજો પાર્થ નો . બધા ની નજર બે પતંગ પર હતી અને અહીં બંને ના પતંગ ના પણ પેચ લાગેલ લોકો ની નજર બંને પર હતી. બનેં પોતાના પતંગ ને બચાવી ને બીજા ના પતંગ ને કાપવા માંથી રહેલ અને એટ ઘી લાસ્ટ પાર્થ નો પતંગ કપાઈ ગયો અને એરિકા ની લપેટ ની બૂમે પાર્થ ને ગુસ્સો અપાવ્યો પણ બીજી બાજુ એને એરિકા ને જોઈ અને એને જોતો રહ્યો લપેટ ની જગ્યે એરિકા ની આંખો માં ખોવાઈ ગયો અને એક પછી એક પતંગ એરિકા થી કપાવા લાગ્યો .

 

બપોર ના જમ્યા પછી એરિકા થોડી થાકી ગઈ હતી અને પાર્થ ના પતંગ સામે એનો પતંગ કપાઈ ગયો અને એણે પાર્થ સામે જોયું બાજુ પાર્થે એક મસ્ત સ્માઈલ આપી અને પોતાના ચાલુ પતંગ ને જાતે તોડી નાખ્યો અને એરિકા ને હાઈ કર્યું. બાજુ એરિકા પણ પાર્થ ને જોઈ રહેલ હવે બંને ની નજરો અને દિલ મળી રહેલ અને હવે વારંવાર બંને એક બીજા ને જોઈ રહેલ આખરે દિવસ પત્યો અને રાતે બધા કેમ્પ ફાયર માં મળ્યા ત્યાં પાર્થ અને એરિકા બંને એક બીજા ની નજીક આવી ગયા. અને બંને મનોમન એક બીજા ને પ્રેમ કરે છે એની જાણ પણ કરી.

 

બીજો દિવસ બંને થાક્યા છતાં સવારે એક બીજાને મળવા વહેલા આઈ ગયા પણ કોને ખબર હતી કે આજ નો દિવસ નવયુવાન ના જીવન નો આખરી દિવસ હશે. ફરી પતંગબાજો ની દોડ જામી અને આકાશ માં પતંગ યુદ્ધ શરુ થયું.ધીમે ધીમે એક પછી એક પતંગો કપાવા લાગ્યા અને લપેટ ની બૂમો ચાલી રહેલ અને બાજુ એરિકા ફોન પર વાત કરવામાં એટલી મશગૂલ હતી કે ક્યારે એના ગળા માં દોરી ફાંસી બનીને આવી ખબર ના પડી અને એના ગળા ને ચીરતી આગળ વધી બાજુ પાર્થ જોઈને - ધાબા કૂદી ને આને બચવા આયો પણ બીજી એક દોરી એના પગ માં ભરાતા ધાબા પર થી સીધો નીચે પટકાયો અને એક પળ માં મૃત્યુ પામ્યો તો બીજી બાજુ એરિકા ને હોસ્પિટલ માં ખસેડી અને ગણતરી ના કલાકો માં પણ મૃત્યુ પામી.

 

જેના થી દિલ લાગ્યું યુવાનો એક સાથે પોતાના જીવ ગુમાવ્યા અને આખું ગામ બંને ના મૃત્યુ ના શોક માં ફેરવાઈ ગયું. મિત્રો ઘણી વાર આપણી મસ્તી અને શોખ કોઈ બીજા માટે જીવ લેનાર બની જાય છે . આપ સૌ ઉતરાણ મનાવો પણ ચાઇનીસ કે અન્ય દોરી થી નહીં પણ એક નોર્મલ દોરી અને એટલી પાક્કી નહીં કે આપણે કે કોઈ બીજું દોરી થી પોતાનો જીવ ગુમાવે . આપ સૌ ને ઉતરાયણ ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ .

 

તો મિત્રો હતી વખત ની અને ચોથી અધૂરી લવસ્ટોરી. આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના બ્લોગ , વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

 

 

 

ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar

Comments