મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૬૭ - ૦૨ ઓગસ્ટ ૨૦૨૫



હેલો કેમ છો મિત્રો ,૨૦૨૫ ના અફલાતૂન ઓગસ્ટ માં આપ સૌનું સ્વાગત છે . પ્રથમ વિકેન્ડએ આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું.  આ મહિના માં તો તહેવાર જ છે અને એ પણ ખુબ ધાર્મિક અને પારિવારિક , એમાં પ્રથમ વિકેન્ડ નો આ દિવસ અને એમાં પણ જયારે રજા ની તૈયારીઓ ચાલતી હોય ત્યારે બહુ સમય ના લેતા શરુ કરીએ આજ ની વાત જ્યાં લાસ્ટ ટાઈમે અટકેલ ત્યાં થી.


લાસ્ટ ટાઈમ જોયેલ કે કઈ રીતે મૂડ વગર ના ૧૧ માં ની પરીક્ષા આપેલ અને હવે ધીરે ધીરે સમય વિતીને આખરે રિઝલ્ટ નો દિવસ આઈ ગયેલ. હું સ્કૂલ ગયો રિઝલ્ટ લેવા મૂડ નહોતો બસ પાસ થવાની આશા હતી અને હવે એક એક સેકન્ડ એક એક વર્ષો જેવી લાગી રહેલ. હ્ર્દય ના ધબકરા પણ વધી રહેલ અને ધક ધક જોરથી થઇ રહેલ એકાદ નેગેટિવ વિચાર પણ આવી ગયા પણ આખરે હવે મારી સામે મારુ રિઝલ્ટ હતું અને હાથ માં મેં માર્કશીટ લીધી પહેલા તો ડિરેક્ટ ધ્યાન ગ્રેડ પર જ ગયું અને આ શું ફર્સ્ટ ટાઈમ A થી B પર ગ્રેડ આવી ગયેલ. પણ બીજી બાજુ નિરાંત નો શ્વાસ લીધો.


હવે હું રિઝલ્ટ લઈને બહાર આવ્યો. લોકો ને થયું આ તો નીકળી જ ગયો હશે આને ક્યાં કોઈ ટેંશન. પણ અહીં ફાટી તો મારી જ હતી. ફર્સ્ટ ટાઈમ મારુ આટલું ઓછું રિઝલ્ટ પણ તોય મન માં ખુશી હતી. ખબર નહીં હું કેટલો બેશરમ થઇ ગયેલ. હવે હું આગળ ના સ્ટેપ પર ફોક્સ કરી રહેલ. બીજા દિવસ થી દિલ અને મન લાગીને હું ૧૨ માં ની તૈયારી જાણે કાલે જ પરીક્ષા હોય એવા પ્રામાણિક પાને કરી રહેલ. પણ એમાં સ્પીડ બ્રેકર અને અવરોધ અવાના જ હતા.


ભલે કોમર્સ માં હતો પણ ન્યુટન ની ગતિ ના તમામ નિયમો મને બહુ સરળ રીતે સમાજ આવી રહેલ. સમય બદલાઈ રહેલ. ધીરે ધીરે શરુ થયેલ સફર હવે વેગ પકડે એમ લાગી રહેલ. દિવસો પછી દિવસો અને હવે ટૂંક જ સમય માં વેકેશન પણ પૂરું થઇ જવાનું હતું. ઘણી ઘેલછાઓ અને ઘણી આશાઓ સાથે શરુ થયેલ વેકેશન પૂરું થઈને ફરી વરસાદ ની મોસમ આવાની હતી. આ બધા વચ્ચે હજુ પણ એક રોમાન્સ બાકી હતો. જેટલા દિવસો બાકી હતા તેટલા દિવસો ની તો ઝીંદગી હતી. એમ સમજી ને આગળ વધવાનું હતું.


સમય રોકી શકાતો નહીં પણ જો સમય પર કરેલ કાર્ય ચોક્કસ હોય તો આવનાર સમય માં તમે રોકાઈને આરામ જરૂર કરી શકો એનો પહેલો સબૂત મને ત્યારે મળેલ. જિંદગી ની રેસ એક તરફ શરુ થઇ હતી તો બીજી બાજુ મારા સપનાઓ નો અને આ બધા વચ્ચે માર્ગ પલટ માટે હવે વેકેશન પૂર્ણ થઈને સ્કૂલ શરુ થવાની હતી. આગળ શું થશે એનો અંદાજો પણ નહતો પણ ૧૨માં ની લાઈફ મારા માટે ઘણા બોધપાઠ લેવાની હતી.અને હું હજુ પણ મારી મસ્તી માં જીવી રહેલ.


આગળ શું થશે એ જોઈશું આવતા મહિને.ત્યાં સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

 

 

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments