મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૬૫ - ૦૧ જૂન ૨૦૨૫
હેલો કેમ છો મિત્રો ,૨૦૨૫ ના છઠા મહિને અને જોરદાર જૂન માં આપ સૌનું સ્વાગત છે . પ્રથમ વિકેન્ડએ આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું. જોરદાર જૂન એટલે કે આ મહિના માં નવી શરૂઆત થાય છે. બાળપણ થી સ્કૂલ શરુ થાય સાથે જ વરસાદ ની રોમેન્ટિક અને ખુશ્બુ મોસમ ની પણ શરૂઆત સાથે દ્વારકાધીશ ની રથયાત્રા ની પણ તૈયારીઓ શરુ થાય છે હવે બહુ સમય ના લેતા શરુ કરીએ આજ ની વાત જ્યાં લાસ્ટ ટાઈમે અટકેલ ત્યાં થી.
લાસ્ટ ટાઈમ જોયેલ કે કઈ રીતે વર્લ્ડકપ જીતેલ અને પરીક્ષાઓ શરુ થઇ રહેલ તો બીજી બાજુ આઈ.પી.એલ શરુ થઇ રહેલ. એક બાજુ પરીક્ષાઓ અને એક બાજુ મેચ. ધીરે ધીરે ૧૧મી ની પરીક્ષાઓ શરુ થઇ રહેલ. આમતો હું હવે એ સમયે કોઈ અલગ જ દુનિયા માં હતો પણ ૧૨ માં ની તૈયારી માટે થોડું વિચારી રહેલ અને ૧૧ માં ની પરીક્ષાઓ શરુ થાય અને એમાં પાસ કરવા પૂરતું જ ફોક્સ હતું ,મગજ અને શરીર બંને થી હું એક બાગી બનેલ કે રાઉડી એ જ નહોતી ખબર પણ તોય હું મારી મસ્તી માં મસ્ત હતો.
પરીક્ષા શરુ થઇ અને એક પછી એક પરીક્ષા જઈ રહેલ પણ હું આ વખતે પરીક્ષા દિલ ની જગ્યે આપવા ખાતર આપી રહેલ અને પાસ કરવા પૂરતું જ ધ્યાન આપતો ખબર નહીં કઈ જંગ ચડી રહેલ પણ તોય હું એક અલગ જોશ માં હતો. દિલ અને દિમાગ વચ્ચે ની લડાઈ ફરી શરુ થવાની હતી ધીરે ધીરે કરીને બધી જ પરીક્ષાઓ પુરી થઇ અને હવે એક નવા જોશ સાથે ફરી કુરુક્ષેત્ર ના મેદાન ની તૈયારી એટલે કે ૧૨ માં ના ક્લાસ ચાલુ થવાના હતા અને એક બાજુ આઈ.પી.એલ. શરુ થઇ ગઈ હતી. એમાં તો એ સમયે ફક્ત RCB ટીમ કેટરીના માટે ગમતી અને ચેન્નાઇ ધોની માટે બસ એ બે ટીમ ની જ મેચ જોતો.
એ સમય ધોની નો હતો પહેલા વર્લ્ડકપ અને પછી આઈ.પી.એલ પણ એક પછી એક મેચ જીતી રહેલ અને આગળ વધી રહેલ ધીરે ધીરે બેંગ્લોર અને ચેન્નાઇ બંને ટીમ લોકો ના દિલ જીતી રહેલ અને મારી બંને ફેવરિટ ટીમ હતી તો હું પણ મેચ જોઈ રહેલ તો બીજી બાજુ ૧૨ માં ના ટ્યૂશન ચાલુ પણ થઇ ગયેલ અને હવે એક નવી સફર શરુ થવાની હતી. આ સફર ઘણા વળાંકો લાવી રહેલ પણ હું આ વળાંક થી એક નવા પરિવર્તન માં જવાનો હતો .
ત્યાં સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment