લવડોઝ અનલિમિટેડ - ભાગ ૬૪ - ૧૦ મે ૨૦૨૫
હેલો મિત્રો કેમ છો બધા? આજે મહા મે ૨૦૨૫ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. આ વિકેન્ડ આપણે સૌ પ્રથમ તો એ શહીદો ને શ્રદ્ધાંજલિ આપીએ અને એમના ગૌરવ ને સલામી આપીએ. સાથે આપ સૌ ને એક બીજી વિનંતી દેશ અને ગુજરાત સરકાર ના આદેશો નું પાલન કરીએ અને કોઈ પણ અફવાઓ થી બચીએ.
જોજો અને બીની બાળપણ ના બે મિત્રો કદાચ નર્સરી થી જ બને જોડે લગભગ બીજા ધોરણ સુધી બંને સાથે હતા પણ પછી કિસ્મત માં બંનેના અલગ થવાનું હતું અને તેઓ અલગ થઇ ગયા પણ બંને નો કદાચ પ્રથમ પ્રેમ. એ માસૂમિયત અને એ નિર્દોષતા એ લગન એ પવિત્રતા અને એ નિસ્વાર્થ લાગણીઓ. બીની હંમેશા માટે પારિવારિક કારણોસર લંડન જતી રહી અને જોજો એક વાત રહી ગઈ એ અનાથ હતો પણ આ વાત ની ક્યારેય એની જાણ નહોતી બાળપણ માં જ એક શ્રીમંતે એને દત્તક લીધેલ.
સમય ગયો અને વર્ષો પછી વર્ષો થઇ ગયા અને આખરે આદિત્ય મોટો થઇ ગયો આદિત્ય એટલે કે આપનો એ માસૂમ જોજો. આદિત્ય આજે પણ એટલો જ શરીફ હતો. આજે પણ લોકો ની મદદ કરવામાં આગળ અને ૫ મિનિટ માં જ લોકો નું દિલ જીતી લે. આજે એના પેરેન્ટ્સ યુ,એસ,એ થી પાંચ આવી રહેલ અને આદિત્ય તેને લેવા એરપોર્ટ ગયેલ ત્યાં જ એણે પ્રિયા ને જોઈ અને પ્રિયા એણે ગમવા લાગી.પ્રિયા જાણે સાક્ષાત કોઈ પરી જેવી જ હતી. સાદગી પણ સુંદર.
બંને પહેલી મુલાકાત માં જ એક બીજા ને જોઈ રહેલ. પણ આજેય જોજો ના દિલ માં એની બીની જ હતી. કહેવાય છે કુદરત ક્યારેક અલગ જ ગેમ રમતી હોય છે અને કોઈ પણ મુલાકાત એમ જ નહીં કરાવતી દરેક મુલાકાત પાછળ એનું કોઈ તો કારણ હોય છે અને અહીં પણ આદિત્ય અને પ્રિયા ની આ પ્રથમ મુલાકાત હતી બીજા દિવસે બંને અચાનક જ સામાજિક સંસ્થા માં મળ્યા અને બંને વચ્ચે દોસ્તી થઇ ગઈ અને ધીમે ધીમે બંને એક બીજા ની નજીક આવા લાગ્યા
દોસ્તી જયારે પ્રેમ માં પરિણમે ત્યારે ભાન નહીં રહેતું અને આજ ભાન માં બંને વચ્ચે એક ચુંબન થઇ જાય છે. આ કદાચ કુદરત નો જ કોઈ સંકેત હશે પણ આ પછી બંને વચ્ચે એક દુરી આઈ ગઈ અને પ્રિયા એ કહ્યું કે આ ના થઇ શકે એના દિલ માં કોઈ બીજું જ છે. આદિત્ય હજી પણ શોક હતો કે આ ભૂલ કઈ રીતે થઇ ગઈ પણ કદાચ એ સાંજે પહેલા જ કુદરત કઈ અલગ જ ગેમ રમી રહેલ.
પ્રિયા ના દિલ માં કોણ હતું , કોને એ પ્રેમ કરે છે સવાલો તો ઘણા હતા પણ અત્યારે તો પ્રિયા તૂટી ગયેલ અને પ્રિયા જયારે પણ નારાજ હોય તો ૨ વસ્તુ જરૂર કરે એક પાણીપુરી ખાય અને બીજી ગિટાર વગાડે. સડન્લી પ્રિયા એ સ્ટુડિયો માં જાય છે અને ત્યાં જ એણે એક ધૂન સાંભળી આ એજ ધૂન હતી જે બાળપણ માં એનો પ્રેમી વગાડતો પ્રિયા ના ઉત્સાહ નો પર ના રહ્યો એ બેકાબૂ થઇ ને દોડી ગઈ અને ત્યાં જઈને જોવે છે તો આદિત્ય આ ધૂન વગાડે છે પણ એની આંખો માં આંસુ નીકળી રહ્યા છે અને પ્રિયા ને ખબર પડે છે કે આ કોઈ બીજું નહીં પણ આ એનો બાળપણ નો પ્રેમ જોજો છે અને એ દોડતી જોજો ને ગળે લગાડે છે આ બાજુ જોજો પણ પ્રિયા ની આંખો જોઈને સમજી જાય છે કે આ બીજું કોઈ નહીં પણ એની બીની જ છે અને ફરી એક વાર બીની અને જોજો મળી જાય છે
એટલે તો કીધું છે કે કુદરત કોઈને પણ એમ જ નહીં મેળવતી દરેક કામ પાછળ એનો કોઈ શુભ સંકેત છે. ઘણી વાર આપણને સમજવા માં સમય લાગે કે કેમ આ વ્યક્તિ આપણી લાઈફ માં આવી પણ કુદરત બધું જ પહેલથી જ નક્કી કરીને બેસે છે.
તો મિત્રો આ હતી આ વખત ની લવસ્ટોરી ફરી મળીશું મેં માં એક નવી લવસ્ટોરી સાથે. આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment